જામનગરના સફાઈ કામદાર દંપતીના મૃત્યુ થતા જ પુત્રીઓ નોંધારી બની, મૃત્યુનું કારણ સાંભળીને કાળજૂ કંપી જશે

જામનગરમાં 19 વર્ષ અને 12 વર્ષના બે બાળકો નોંધારા બન્યા, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર આવા કિસ્સાઓમાં કેટલાક લોકેને ગંભીર ઇજા પહોંચતી હોય છે તો ઘણીવાર કેટલાક લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા અને મહાનગર પાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા એક દંપતી અને તેમના પુત્રનુ અકસ્માતમાં મોત થયુ હતુ, જામનગર કાલાવડ ધોરીમાર્ગ ટેન્કર અને બાઇક વરચેના અકસ્માતમાં ત્રણેયના અંતરીયાળ કરૂણ મોત નિપજ્યા હતા, ત્રણયેની ગઈકાલે સાંજના રોજ શંકર ટેકરી વિસ્તારમાં આવેલા તેઓના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી.

આ દરમિયાન ઘણા કરણ દ્રશ્યો સર્જાયા હતા, અને સમગ્ર શંકર ટેકરી વિસ્તાર હીબકે ચડ્યો હતો. ઘટનાની વિગત જોઇએ તો જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં રહેતા અને જામનગર મહાનગરપાલિકા સફાઈ કામદાર તરીકે કાયમી ફરજ બજાવતા સુરેશભાઈ પઠાણ કે જેઓ 39 વર્ષના છે તે અને તેમની સાથે જ જામનગર મહાનગરપાલિકા રોજમદાર કર્મચારી તરીકે ફરજ બજાવતા પત્ની સરોજબેન પઠાણ તેમનો 17 વર્ષનો દીકરો સાવન ત્રણેય જામનગર કાલાવડ ધોરીમાર્ગ પર મતવા ગામના પાટિયા પાસેથી ત્રણ સવારી બાઇકમાં પસાર થઇને કાલાવડમાં તેના સંબંધીને ત્યાં ખરખરાના કામે જઈ રહ્યા હતા.

આ દરમિયાન એક ટેન્કર ચાલકે તેમને ઠોકરે ચડાવ્યા ત્યારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને ત્રણેયના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ બનાવને લઇને ચકચાર મચી જવા પામી હતી. ત્રણેયની એકીસાથે અર્થી ઉઠતાં સમગ્ર શંકર ટેકરી વિસ્તાર સ્તબ્ધ બની ગયો હતો, અને ભારે ગમગીની સાથે શોકમગ્ન વાતાવરણ બની ગયું હતું. આ દંપતિને એક દીકરો ઉપરાંત બે દીકરીઓ પણ હતી.

જેમાં એકની ઉંમર 19 વર્ષ અને બીજીની ઉંમર 12 વર્ષ હોવાનું સામે આવ્યુ છે. ત્યારે આ બંનેએ હવે માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના બાબતે મૃતકના મોટાભાઇએ કાલાવડ પોલીસ મથકમાં ટેન્કર નંબર જીજે -03 એ.ટી. 0699 ના ચાલક સામે ફરિયાદ નોંધાવવી છે, જે બાદ પોલીસે રેઢું પડેલું ટેન્કર કબજે કરી લીધું છે, અને ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Shah Jina