જામનગરમાં પતિએ ઘરકંકાશથી કટાંળીને મોતને વહાલું કર્યું, સુસાઇડ નોટમાં લખ્યું, “મારી આર્થિક સ્થિતિ નબળી છે અને હું આપઘાત કરું છું એવું નથી પણ…”

8 પાનની સુસાઇડ નોટ લખીને પતિએ કરી લીધી આત્મહત્યા, “કહ્યું મારા મોત બાદ મારી લાશ મારા પરિવારને નહિ મારી પત્નીને આપજો ! જે પણ વસૂલાત કરવી હોય તે મારી લાશ પાસેથી કરી લે

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણા લોકો આર્થિક સંકળામણમાં આવીને તો ઘણા લોકો પ્રેમ પ્રસંગોના કારણે પણ જીવન ટૂંકાવી લે છે. ઘણીવાર ઘરેલુ કંકાશના કારણે પણ ઘણા લોકોના જીવન તુનકવી લેવાની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે હાલ એવો જ એક મામલો જામનગરમાંથી સામે આવ્યો છે, જ્યાં એક પતિએ ગૃહકંકાશમાં કારણે પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના બેડેશ્વર પાસે આવેલા વૈશાલીનગર42  વર્ષીય રાઠોડ મુકેશભાઈ ગોવિંદભાઈએ તેમની પત્ની સાથેના પારિવારિક ઝઘડાના કારણે પોતાના જ જીવનનો અંત આણી દીધો. પતિ પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થતા હતા અને મુકેશભાઈની પત્ની તેમના વિકલાંગ સાસુ સાથે રહેવાની ના પડતા અવાર નવાર પરિવારમાં ઝઘડાઓ થતા હતા.

મુકેશભાઈ સાથે વરમૌર ઝઘડાને લઈને તેમની પત્ની મુકતાબને તેમની પાંચ વર્ષની દીકરીને લઈને રાજકોટ તેમના પિતાના ઘરે પણ ચાલ્યા ગયા હતા, જેના બાદ મુકેશભાઈ વિરુદ્ધ ભરણ-પોષણનો કેસ પણ રાજકોટ કોર્ટમાં દાખલ કર્યો હતો. આ કેસની અંદર મુકેશને રકમ ચૂકવવા કોર્ટમાં હુકમ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ મુકેશભાઈ પોતાની નબળી પરિસ્થિતિના કારણે આ ભારણ પોષણની રકમ ચૂકવી શક્યા નહોતા.

આ બધી જ પરિસ્થિતિઓથી કંટાળીને મુકેશભાઈએ ગાંધીનગર રેલવે સ્ટેશન નજીક ઝાડ સાથે ગળે ટુંપો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું, આપઘાત કરતા પહેલા તેમને 8 પાનાની સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં તેમને લખ્યું હતું કે “મારી પત્ની મારી પુત્રીને હાથો બનાવીને કોઈ જ યોગ્ય કારણ વગર મને મારા પરિવારથી ખાસ કરીને મારી માતાથી અલગ કરવા માંગે છે, તેમજ તેને રાજકોટ ફેમેલી કોર્ટમાં મારા વિરુદ્ધ ભરણ પોષણની અરજી પણ કરેલ છે.”

મુકેશભાઈએ આગળ લખ્યું છે કે, “મારી પત્ની અને પિતા દ્વારા મને અને મારા પરિવારને અવાર નવાર પોલીસ અને અન્ય કેસોમાં ફસાવવાની ધાક-ધમકીઓ અને અન્ય રીતે અપાયેલા અસહ્ય માનસિક ત્રાસથી કંટાળી હું આત્મહત્યા કરવા મજબુર થયો છું. મારી આત્મહત્યા પાછળ માત્ર અને માત્ર મારી પત્નીને તેને સાથ આપનાર તેના પિતા જ જવાબદાર છે. આ સિવાય આ દુનિયામાં મારી પાસે આત્મહત્યા કરવાનું બીજું કોઈ જ કારણ નથી. જો કોઈને એવું લાગતું હોય કે મારી આર્થિક સ્થિતિ નબળી હોવાથી હું આત્મહત્યા કરી રહ્યો છું તો એ વાત ખોટી છે.”

Niraj Patel