જામનગરમાં યુવકે ટ્રેન સામે કૂદી ટૂંકાવ્યું જીવન, આત્મહત્યા પહેલા વીડિયો બનાવી ફેસબુક પર કર્યો પોસ્ટ અને કહ્યું કે

આ કારણે જામનગરમાં યુવકે કર્યો આપઘાત, Video બનાવી ટ્રેન નીચે ઝંપલાવ્યું

જામનગરના જામવંથલી ગામમાંથી કમકમાટીભરી ઘટના સામે આવી છે.જ્યા 24 વર્ષના નીતિન પરમારે ધુળેટીના જ દિવસે ટ્રેન નીચે કૂદીને આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આત્મહત્યા કરતા પહેલા નીતિને એક વિડીયો પણ બનાવ્યો હતો અને ફેસબુક પર પોસ્ટ પણ કર્યો હતો.

વીડિયોમાં નીતિન કથિત રૂપે બે વ્યક્તિના નામ પણ લઇ રહ્યો છે જે દારૂના ધંધા સાથે જોડાયેલા હતા, જેના ત્રાસથી કંટાળીને નીતિને આત્મહત્યા કરવાનું જણાવ્યું હતું. વીડિયોમાં નીતિને એવું પણ કહ્યું કે જે તેની સાથે બન્યું છે તે કોઈની પણ સાથે ન થાય તેના માટે ન્યાયની માંગ કરી રહ્યો છે.

વિડીયો પોસ્ટ કરીને નીતિન ટ્રેન નીચે કૂદી પડ્યો અને જીવન ટૂંકાવ્યું હતું, ફેસબુક પર આ વીડિયો માત્ર બે જ મિનિટનો છે. ઘટનાની ફરિયાદ નીતિનના પિતાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

નીતિનના પિતાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે આરોપી કૃષ્ણરાજ અને મયુર દારૂનો ધંધો કરતા હતા અને નીતિને તેના વિરુદ્ધ વર્ષ 2020માં ફરિયાદ નોંધાવી હતી. માટે તેઓ અવારનવાર નીતિનને  હેરાન કરતા હતા અને જાતિવાચક અપશબ્દો કહેતા હતા અને મારી નાખવાની ધમકીઓ આપતા હતા.અમુક સમય પહેલા પણ તેમણે નીતિન સાથે મારપીટ કરી હતી. એવામાં નીતિનના વીડિયોના આધારે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને રાજકોટ પોલીસ વિભાગ દ્વારા આગળની તપાસ થઇ રહી છે.

Krishna Patel