જામનગરની સગીર યુવતીનું રાજકોટની નોવા હોટેલમાં થઇ હતી હત્યા, હવે પ્રેમી જેમિશનું પણ……સમગ્ર ઘટના જાણીને અંદરથી ખળભળી ઊઠશો…પરિવારજનો થર થર ધ્રુજી ઉઠ્યા

દેશભરમા છેલ્લા ઘણા સમયથી હત્યા અને આત્મહત્યાના ઘણા બનાવો સામે આવતા રહ્યા છે, જેમાં ઘણા યુવાન લોકો પણ કોઈ વાતને લઈને આપઘાત કરી લેતા હોય છે, તો ઘણીવાર પ્રેમ સંબંધોમાં નિષ્ફ્ળ થયેલા પ્રેમીઓ પણ પોતાના સાથીની હત્યા કરી દેતા હોવાની ઘટનાઓ પણ સામે આવતી રહે છે.

થોડા સમય પહેલા જ એક એવી ઘટના રાજકોટમાંથી સામે આવી હતી, જ્યાં કરણપરા વિસ્તારમાં આવેલી નોવા હોટલમાં એક યુવકે યુવતીની હત્યા કર્યા બાદ પોતે પણ એસિડ પી અને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં યુવક કચ્છનો અને યુવતી જામનગરની હોવાનું સામે આવ્યું હતું.

યુવક અને યુવતી નોવા હોટલના રૂમ નંબર 301માં રોકાયા હતા. યુવકે યુવતીની હત્યા કર્યા બાદ એસિડ ગટગટાવી લીધું હતું, જેના બાદ યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર સામે આવ્યું હતું કે મોલની અંદર બેગ માટે જે લોકસ્ટ્રીપ બાંધવામાં આવે છે તે લોકસ્ટ્રીપ યુવતીના ગળામાં બાંધેલું હતું, જયારે યુવકે એસિડ પીધું હતું, અને એસિડ પીધા બાદ તેનાથી સહન ના થઇ શકવાના કારણે તેને પોતાના ભાઈને ફોન કરીને જાણ કરી હતી, તેનો ભાઈ હોટલમાં આવતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે.

ત્યારે હાલ ખબર આવી રહી છે કે યુવતીની હત્યા કરી દેનારો અને પોતે આપઘાતનો પ્રયાસ કરનાર જેમિસનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. છેલ્લા 19 દિવસથી તેની સારવાર રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી. પરંતુ હાલ તેનું સારવાર દરમિયાન જ મોત મીપજ્યું છે.

યુવતીની હત્યા બાદ તેના પિતાનું દર્દ પણ સામે આવ્યું હતું. યુવતીના પિતાએ જણાવ્યું હતું કે “મારી દીકરીઓનો ફોન બંધ આવી રહ્યો હતો અને સાંજ સુધી તે ઘરે પરત ના ફરતા અમે ફોન કર્યો હતો. જેના બાદ ફોન જેમિશે ઉપાડ્યો હતો. જેમિશે ફોનમાં કહ્યું હતું કે, “મેં તમારી દીકરીની હત્યા કરી નાખી છે અને હવે હું પણ આપઘાત કરી રહ્યો છું.”

મૃતક ધ્રુવાના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, “ધ્રુવાએ જેમિશ તેનો મિત્ર હોવાની ઘરમા જાણ કરી હતી, પરંતુ તેમની વચ્ચે પ્રેમ સંબંધ હશે તેની અમને કોઈ જાણ નહોતી” પોતાની દીકરીને ન્યાય મળે તે માટે થઈને ધ્રુવાના પિતાએ જણાવ્યું હતું કે, “અમારી માંગ છે કે અમારી દીકરીની હત્યા કરનારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે !” પરંતુ હાલ ખબર આવી છે કે આરોપી યુવકનું પણ મોત નીપજ્યું છે.

Niraj Patel