જામનગરમાં દીકરીની ડોલી ઉઠે એ પહેલા પિતાની અર્થી ઉઠી ! એક પિતાએ દીકરીના લગ્નના એક દિવસ પહેલા જ કરી આત્મહત્યા

દીકરી લગ્ન કરીને ઘર છોડે એના એક દિવસ પહેલા પપ્પાએ દેહ છોડી દીધો, પપ્પા, તમે આવું કેમ કર્યું? જુઓ ફોટો

ગુજરાતમાંથી આપઘાતના અનેક કિસ્સાઓ સામે આવે છે, જેમાં પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ, આર્થિક તંગી કે પછી માનસિક-શારીરિક તણાવ સહિત અન્ય કારણો હોય છે. ત્યારે હાલમાં જામનગરમાંથી એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. એક પિતાએ દીકરીનાં લગ્નના એક દિવસ પહેલાં જ આપઘાત કરી લીધો હતો, જેને લઇને અરેરાટી મચી ગઇ હતી.

તસવીર સૌજન્ય : ન્યુઝ 18 ગુજરાતી

હજુ તો ગઇકાલે સાંજે જ લગ્નગીત અને માંડવાની રસમ પૂરી થઈ હતી 14 ફેબ્રુઆરીએ જાન આવવાની હતી.જો કે, જાન આવે અને દીકરીની વિદાય થાય એ પહેલા જ પિતાએ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધુ. આ મામલાને લઇને પરિવારના માથે આભ તૂટી પડ્યું છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના નવાગામ ઘેડ મધુરમ સોસાયટીમાં રહેતા નરોત્તમભાઈ રાઠોડે આજે વહેલી સવારે ઘરની બાજુમાં ચાલતી એક કન્સ્ટ્રક્શનની સાઇટ પર ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.વહેલી સવારે પિતાને ચા પીવડાવી નરોત્તમભાઈ ઘરેથી નીકળ્યા અને થોડી જ વારમાં સમાચાર આવ્યા કે તેમણે આવું પગલુ ભર્યુ છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

જે બાદ તો લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો અને પરિવારના આક્રંદથી ચારેકોર ગમગીની ફેલાઇ ગઇ. મૃતક નરોત્તમભાઈને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. તેમની મોટી દીકરીનાં લગ્ન સિક્કા ગામે નક્કી થયાં હતાં અને 14 ફેબ્રુઆરીએ જાન આવવાની હતી. હાલ તો આ ઘટના મામલે પોલીસને જાણ કરાતાં પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમની કાર્યવાહી હાથ ધરી હતી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

આપઘાતના સમાચાર લગ્નમાં આવનારા મહેમાનોને થતા તેઓને પણ જાણી ઘેરો આઘાત લાગ્યો હતો. જો કે, હાલ તો આપઘાતનું કારણ સામે આવ્યુ નથી. પરિવારજનો અને દીકરીને તો વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે પિતાએ કેમ આવું કર્યુ. મૃતક બ્રાસપોર્ટના કારખાનામાં કામ કરતા અને તેઓ છેલ્લા 6-7 વર્ષથી નવાગામ પાછળ આવેલી મધુવન સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતા.

Shah Jina