ખબર

જામનગરમાં પતિ-પત્નીનો ઝઘડો પહોંચ્યો જાહેર રોડ ઉપર, બંને જણા એવા બાખડયા કે જોનારા પણ રહી ગયા આભા, પત્નીએ કહ્યું, “ચાલ સાથે મરીએ..” જુઓ

ગુજરાત સમેત દેશભરમાં પતિ પત્ની વચ્ચે કોઈ નાની એવી વાતને લઈને ઝઘડા થતા હોય છે, ઘણીવાર આવા ઝઘડાઓ મારામારી સુધી પણ પહોંચી જતા હોય છે અને પછી તેમના ઝઘડાનો તમાસો આખી દુનિયા જોતી હોય છે, હાલ એવા જ એક પતિ પત્નીનો ઝઘડો જામનગરમાંથી સામે આવ્યો છે, જ્યાં પતિ પત્ની રોડ ઉપર જ ઝઘડવા લાગ્યા હતા જેનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર જંગર શહેરમાં ગત રોજ સાંજના સમયે પતિ પત્ની રસ્તા વચ્ચે જ મારામારી કરવા લાગી ગયા હતા. આ બાબતે જાણવા મળ્યું છે કે દંપતી વચ્ચે પહેલા કોઈ કારણોસર ફોન ઉપર માથાકૂટ થઇ હતી, જેના બાદ ગુસ્સે ભરાયેલી પત્ની વિભાજી સ્કૂલ પાસે આવી હતી અને પતિનો કોલર પકડીને બેફામ વાણી વિલાસ કરવા લાગી હતી.

પત્નીએ પતિને કહ્યું કે, “તું બીજીને રાખીને બેઠો છો, તારી બહેન દવા પી ગઈ તેમાં મારો શું વાંક, તારી માએ મારુ જીવવાનું હરામ કરી નાખ્યું છે, કચ કચ કરી મારી જિંદગી બગાડી નાખી છે, હું મરીશ તો તને પણ સાથે લઈ જઈશ ચાલ આપણે બંને આત્મહત્યા કરી લઈએ !” આ તમાસો જોવા માટે આસપાસ લોકોના ટોળા પણ એકઠા થઇ ગયા હતા અને કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો હતો.

આ ઝઘડામાં પતિ મૌન ઉભેલો જોવા મળ્યો હતો. ત્યારે આ ઘટના અંગે કોઈ વ્યક્તિએ સ્થાનિક પોલીસને પણ જાણ કરી હતી, જેના બાદ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે સ્થળ ઉપર પહોંચી અને પતિ પત્નીને સમજાવ્યા હતા, જેના બાદ બંનેમાં સમજૂતી થતા ત્યાંથી તેમને રવાના કરવામાં આવ્યા હતા. ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ ઝઘડાનો વીડિયો પણ હવે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.