ખબર

જામનગરમાં કોરોનાએ માજા મૂકી : જામનગરીઓ માટે ખરાબ સમાચાર…કાલથી લોકડાઉન

કોવીડ 19 એ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે એવામાં ગુજરાત રાજ્યમાં આજે કુલ 390 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. 13 લોકોનાં મોતનું પ્રાથમિક કારણ કોરોના છે. તો 11 લોકોને અન્ય બીમારીઓ હતી. આપણા રાજ્યમાં કોવીડ ૧૯ ને કારણે એક દિવસમાં 24 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 163 લોકો સ્વસ્થ થઈને ઘરે ગયા છે. આમ ગુજરાતમાં કુલ 1872 લોકોએ કોરોના સામેની જંગ જીત્યા છે. ગુજરાત માટે એક સારા સમાચાર પણ આવ્યા છે કે AIMS ના ડોક્ટર સાથેની એક ટીમ અમદાવાદ આવશે. અને સિવિલ હોસ્પિટલમાં માર્ગદર્શન આપશે. ગુજરાતમાં રિકવરી રેટ 374 ટકા થયો છે.

જામનગરમાં આજે કોરોનાએ તાંડવ કર્યો છે આજે સાંજે 7 કોવીડ ૧૯ ના કેસો આવી ગયા. જે મુજબ આજના એક દિવસના ૧૪ પોઝિટિવ કેસ સામે આવ્યા છે નવા 7 પોઝિટિવ આવેલ કેસમાં એક ૧૧ માસના ધ્રોલ તાલુકાના ખારવા ગામના બાળકનું મૃત્યુ થયું છે. આ બાળકને અગાઉથી શારિરીક તકલીફો હતી. તેનો જન્મ પ્રિમેચ્યોર થયેલ હતો. ગઈકાલે રાત્રે તે દાખલ થયેલો હતો અને આજે રિપોર્ટ આવતા પહેલા તેનું મૃત્યુ થયેલ છે.