ખબર

જામનગરના અશ્લીલતાની બધી જ હદ પાર, ચાંદી બજારમાં કપલે માણ્યું શરીરસુખ, કેમેરામાં ઝડપાયા

સૌરાષ્ટ્રનું જાણીતુ શહેર જામનગર ફરી એક વખત શર્મસાર થયું છે. જામનગરમાં મધ્યમાં આવેલા ચાંદીબજાર બુગદામાં રવિવારના રોજ મોટાભાગના વેપારીઓ પોતાની દુકાન બંધ રાખતા હોય છે ત્યારે આનો લાભ લઈ એક કપલે બુગદામાં સરાજાહેર વાંધાજનક સ્થિતિમાં ક્રીડા કરતાં કેમેરામાં કેદ થયા હતા. જેને લઈ વેપારીઓમાં ભારે ચર્ચા જાગી છે.

તમને જણાવી દઈએ કે શહેરમાં થોડા મહિના પહેલા એક આધેડે પાર્કમાં સગીરાને ફોસલાવી શારિરીક અડપલા કર્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો જે બાદ આ કપલનો વીડિયો વાયરલ થયો છે. આ વાંધાજનક સ્થિતિનો વીડિયો વાઇરલ થતાં વેપારીઓમાં ભારે નારાજગી જાગી છે અને ચાંદીબજારમાં સુરક્ષા અંગેના સવાલો ફરી એકવાર ઊભા થયા છે.

સોશિયલ મીડિયામાં ઘણીવાર એવા એવા વીડિયો વાયરલ થતા હોય છે કે જે જોઇને આપણને શરમ આવી જાય. કયારેક લોકોને ભાન નથી રહેતુ હોતુ કે તે લોકો કયાં છે અને તે જાહેરમાં એવી હરકત કરી બેસી છે કે પછી તેમની પોલ ખુલતા ચકચાર મચી જાય છે. ગુજરાતમાંથી ઘણીવાર શર્મશાર કરી દેતી ઘટનાઓ સામે આવતી હોય છે. ઘણીવાર એવું બનતુ હોય છે કોઇ પ્રેમી પંખીડા એકલતાનો લાભ લઇ એકાંત માણતા હોય છે.

તો ઘણીવાર કોઇ પ્રેમી પંખીડા જાહેરમાં જ ચુંબન કરી લેતા CCTV કેમેરામાં કેદ થઇ જવા પામે છે. હાલમાં આવો જ એક કિસ્સો જામનગરમાંથી સામે આવ્યો છે. જામનગરના ચાંદીબજાર બુગદામાં રવિવારના રોજ જયારે સૂમસામ વિસ્તાર હોય છે ત્યારે એક પુરુષ અને મહિલા જાહેરમાં વાંધાજનક સ્થિતિમાં ક્રીડા કરતા CCTVમાં કેદ થઇ ગયા હતા.

આ બાબતે હવે વીડિયો સામે આવતા લોકોમાં ભારે ચર્ચા જાગી છે. ત્યારે હવે સુરક્ષા અંગેના સવાલો ફરી એકવાર ઊભા થયા છે. ઘટનાની વિગત જોઇએ તો, જામનગરમાં ચાંદીબજાર બુગદા અઠવાડિયામાં રવિવાર સિવાય ધમધમતુ હોય છે. ત્યારે રવિવારના રોજ એકલતાનો લાભ લઇ એક યુગલ જાહેરમાં વાંધાજનક સ્થિતિમાં ક્રીડા કરતુ CCTVમાં કેદ થઇ ગયુ હતુ.

આ વીડિયો વાયરલ થતા જ અનેક સવાલો પણ ઊભા થયા છે અને વેપારીમાં ભારે નારાજગી પણ પ્રસરી છે. સોના ચાંદીની દુકાનો રવિવારના રોજ મોટા ભાગે બંધ હોય છે, ત્યારે આનો જ લાભ લઇ એક કપલે આપત્તિજનક સ્થિતિમાં ક્રીડા કરવાનું શરૂ કર્યુ હતુ. પરંતુ તેમની આ ગંદી હરકત CCTVમાં કેદ થઇ જવા પામી હતી. જે હાલ વાયરલ થઇ રહી છે. જણાવી દઈએ કે, કપલનો આ વીડિયો જૂનો છે.

એટલે કે 13-03-2022ના રોજ સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. આ વિડિયો વાયરલ થતાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે, જ્યારે વેપારી આલમમાં ભારે રોષની લાગણી સાથે રમુજી ફેલાઈ છે. આ ઉપરાંત આજુબાજુના પરિજનો પણ ક્ષોભભરી સ્થિતિમાં મુકાઇ ગયાં છે.