જામનગરમાં જીજાએ તેની જ સાળીને પતાવી દીધી, સમગ્ર વિગત સાંભળીને મગજ ઠેકાણે નહિ રહે

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના કિસ્સા સામે આવતા હોય છે. ઘણીવાર પ્રેમ સંબંધને કારણે હત્યા નિપજાવવામાં આવતી હોય છે તો ઘણીવાર અંગત અદાવતને કારણે હત્યા કરવામાં આવતી હોય છે. ત્યારે હાલ જામનગરમાંથી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક જીજાએ તેની જ સાળીની હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. જીજાએ તેની સાળીને છરીના ઘા મારી પતાવી દીધી હતી. આ મહિલાને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર પૂર્વે જ તેનું મોત નિપજ્યુ હતુ. (તસવીર સૌજન્ય : ન્યુઝ 18 ગુજરાતી)

આ મહિલા સવારે કચરો ફેકવા માટે ગઇ હતી અને ત્યારે જ તેના બનેવીએ તેની સાથે માથાકૂટ કરૂ તેના પર હુમલો કર્યો હતો અને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.ઘટનાની વિગત જોઇએ તો, જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા વિસ્તારમાં રહેતી મહિલા ઉપર તેના જ બનેવીએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો, જે બાદ તે ખરાબ રીતે ઘાયલ થઇ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે, સારવાર પૂર્વે જ તેનુ મોત નિપજ્યુ હતુ. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હોસ્પિટલ દોડી જઈ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

હાલ તો પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક આરોપીની સાળી થતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે એ પણ સામે આવ્યુ છે કે અગાઉ પણ કોઈપણ કારણોસર બન્ને વચ્ચે માથાકૂટ થતી હોતી જેણે હત્યાનું રૂપ લીધું. જ્યારે હાલ તો આ હત્યાના બનાવને લઇને જામનગર શહેરમાં ચકચાર મચી ગઇ છે. કરીમાબેન સીપાહી કે જેઓ 35 વર્ષના છે તે સવારે ઘર નજીક કચરો ફેંકવા ગયા હતાં તે દરમિયાન જ બનેવી ફિરોઝ ઉર્ફે મુન્નાએ કોઇ કારણસર મહિલા ઉપર હાથમાં તેમજ શરીરે છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતા મહિલા લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ ઢળી પડયા હતાં.

તે બાદ ઘાયલ મહિલાને તાત્કાલિક 108 દ્વારા જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી પરંતુ સારવાર પૂર્વે જ તેમનું મોત નિપજ્યુ હતું. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. જે બાદ મૃતદેહનો કબ્જો લઇ પીએમ માટે મોકલ્યો હતો અને હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલિસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા અને આરોપીએ આ હત્યા કેમ કરી તે અંગે તપાસ શરૂ કરી. બનેવી સાળીની કરપીણ હત્યા નિપજાવી ભાગી ગયો હતો પરંતુ તે બાદ પોલિસે તેની ધરપકડ કરી હતી.

કાલાવડ નાકા બહાર આવેલી સિલ્વર સોસાયટીનો બનાવ સવારે કચરો ફેંકવા ગયેલી 35 વર્ષીય કરીમા સીપાહી પર બનેવી ફિરોઝ ઉર્ફે મુન્નાએ માથાકૂટ કરી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. કાલાવડ નાકા બહારના એરિયામાં રહેતી મહિલા ઉપર તેણીના જ બનેવીએ કોઇ કારણસર છરી વડે જીવલેણ હુમલો કરતા સારવાર દરમિયાન જી. જી. હોસ્પિટલમાં મોત નિપજયા પછી હુમલાનો બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પોલીસે હોસ્પિટલ અને સ્થળ પર દોડી જઈ ગુનો નોંધી આગળની કકાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા આરોપીની સાળી થતી હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ કોઈપણ કારણોસર બન્ને વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હોય જે બાબતે આજે હત્યાનું રૂપ લીધું હોવાનું મનાઈ રહ્યું છે. જ્યારે હાલ તો આ હત્યાના બનાવને લઇને જામનગર શહેરમાં ભારે ચકચાર મચી ગઇ છે.

Shah Jina