જામનગરમાં પિતરાઈ ભાઈ બહેનને જ એકબીજા સાથે બંધાયા પ્રેમ સંબંધો, પરિવાર લગ્ન કરાવવા રાજી ના થયો તો ઘરેથી ભાગીને કર્યું એવું કે…

આપણા દેશમાં આજે પણ કેટલાક સમાજની અંદર પ્રેમ સંબંધોની સ્વીકાર કરવામાં નથી આવતો અને એટલે કે ઘણા યુગલો ભાગીને પણ લગ્ન કરે છે તો કેટલાક સમાજના બંધનો સામે હાર માની અને પોતાનું જીવન પણ ટૂંકાવી લેતા હોય છે. ઘણીવાર પરિવારમાં જ જો કોઈ પિતરાઈ ભાઈ બહેન વચ્ચે જ પ્રેમ સંબંધો બંધાઈ જાય તો પરિવાર અને સમાજ ક્યારેય સ્વીકારી શકતો નથી. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

હાલ એવી જ એક ઘટના જામનગરના લાલપુર તાલુકાના માધુપુર ગામમાંથી સામે આવી છે, જ્યા એક પ્રેમી પંખીડાએ ઝેરી દવા પી અને આપઘાત કરવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચારી મચી ગઈ હતી. આ ઘટનામાં આપઘાત કરનાર પ્રેમી પંખીડાંમાં યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જયારે યુવકની હાલ સારવાર ચાલી રહી છે.

આ બાબતે મળી રહેલ વધુ માહિતી અનુસાર માધુપુર ગામની યુવતીને તેના જ પિતરાઈ સાથે પ્રેમ સંબંધો બંધાયા હતા. જેના બાદ બંનેએ લગ્ન કરવા માટે પણ નિર્ણય કર્યો હતો, પરંતુ બને પિતરાઈ હોવાના કારણે પરિવાર દ્વારા તેમને લગ્નની મંજૂરી નહોતી મળી અને આ પ્રેમી પંખીડા અલગ થવા પણ માંગતા નહોતા.

જેના કારણે બંને પોતાના ઘરેથી ભાગી ગયા. ઘરેથી ભાગી ગયા બાદ પ્ર્રેમઈ પંખીડાને લાગ્યું હશે કે તેમના પરિવાર જનો તેમને શોધી લેશે એવા ડરના કારણે બંનેએ ઝેરી દવા ગટગટાવી લીધી, પરંતુ મોતે બંને પ્રેમી પંખીડાઓને અલગ કરી નાખ્યા. યુવતીનું સારવાર દરમિયાન મોત થઇ ગયું, અને યુવક બચી ગયો, જે હાલ સારવાર હેઠળ છે.

Niraj Patel