જામનગરમાં જોતજોતામાં દુઃખમાં ફેરવાયો મોહરમનો તહેવાર, આટલા યુવકોના મોત- ડઝનબંધ લોકો ઘાયલ

ઇસ્લામ ધર્મમાં ‘ઇદ’ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. જયારે મોહરમ એ હઝરત ઇમામ હુસેન અલય્હિસ્સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’નો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. કરબલાની મહાન દુ:ખદ ઘટના, લગભગ 1400 વર્ષ પહેલાં બની હતી. પયગમ્બરે ઇસ્લામ હજરત મોહમ્મદુર્રસૂલુલ્લાહના નવાસા (દોહિત્ર) હઝરત ઇમામ હુસેન અલય્હિસ્સલામે પોતાના બોત્તેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. તેઓ ઠંડું પીણું, શરબત, દૂધની વાનગી બનાવીને દાનનું કાર્ય કરી પુણ્ય કરે છે.

તેમજ હજરત ઇમામ હુસેનની યાદમાં ‘તાજિયા’ બનાવીને ભવ્ય રીતે તેને શણગારીને જુલૂસ કાઢવામાં આવે છે. ત્યારે સોમવારે મધરાતે જામનગરના ધરારનગર વિસ્તારમાંથી તાજિયાના જુલૂસ કાઢતી વખતે ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ. તાજિયાના ઉપરના ભાગે વીજવાયર અડી જવાથી શોર્ટ સર્કિટ થતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં ઘાયલ થયેલાને જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન વીજકરંટ લાગેલા બે યુવકનાં મોત થયા હતા.

યુવકોના મોતને કારણે પરિવારમાં પણ માતમ છવાઇ ગયો હતો. ઘટનાની વિગત જોઇએ તો, સોમવારની મધરાતે જામનગરના ધરારનગરમાં તાજિયાના જુલૂસ કાઢવામાં આવી રહ્યા હતા ત્યારે તાજિયાના ઉપરના ભાગે જિવંત વીજવાયર અડી જતા ઘણા યુવકોને વીજકરંટ લાગ્યો હતો. આ ઘટનાને પગલે અફરાતફરી મચી જવા પામી હતી. ઘાયલ યુવકોને તાત્કાલિક જી. જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન આસિફ યુનુસભાઈ મલેક અને મહંમદ વાહીદના મોત થયા હતા. જો કે, હાલમાં કેટલાક મીડિયા અહેવાલમાં એવું દર્શાવાઇ રહ્યુ છે કે જુલુસ સમયે વીજ કરંટ લાગતે 15 જેટલા લોકો ઘાયલ થયા હતા. બે યુવકોના મોતને પગલે હાલ તો મુસ્લિમ સમાજમાં ગમગીની છવાઇ છે.ઘટનાની જાણ થતા જ પોલિસનો કાફલો પણ તાત્કાલિક દોડી આવ્યો હતો.

મુસ્લિમ સમુદાયના મોહરમના તહેવારને લઇને ઠેર ઠેર તાજીયાના સરઘસ નીકળી રહ્યા હતા અને ત્યારે જ જામનગરમાં મુસ્લિમ સમુદાય દ્વારા તાજીયાના જુલુસનો કાર્યક્રમ યોજાયો જેમાં આ દુઃખદ ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર તાજીયાના જુલુસ વખતે 15 જેટલાં લોકોને વીજ કરંટ લાગ્યો હતો અને આ ઘટનામાં બે લોકોનાં દુખદ મોત પણ નીપજ્યા હતા. વીજ કરંટની ઘટના બાદ ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જામનગરના ધરાનગર-2 ટેકરી વિસ્તારમાં તાજીયા જુલુસ દરમિયાન આ દુર્ઘટના બની હતી. ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. તહેવારના દિવસે જ ઘરમાં દીકરાના મોત થતા પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો હતો.

Shah Jina