બ્રેકીંગ ન્યુઝ: જામનગરમાં કોરોનાનો ખતરનાક ફૂંફાડો, અચાનક અધધધધધધ કેસો નોંધાયા- જાણો વિગત

0

કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસ ભારતમાં બીજા નંબર ઓર છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 388 નવા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. 29 લોકોનાં મોત કોરોનાને કારણે થયા છે. જેમાંથી 15 લોકોનાં મૃત્યુ પ્રાથમિક રીતે કોરોનાને કારણે થયા છે. ગુજરાતમાં ગઈ કાલે 5 વાગ્યા સુધીમાં કોરોનાના 7012 કેસ નોંધાયા છે. જેમાંથી 1709 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, તો 425 લોકોના મોત થયા છે.

Image Source

જામનગર જિલ્લામાં કોરોના પોઝિટિવસંખ્યા સતત વધી રહી છે. આજે એજ સાથે 7 પોઝિટિવ કેસ આવતા હડકંપ પામી છે. કહેવામાં આવી રહ્યું છે કે જામજોધપુર વિસ્તારના ૩ અને બાકીના શહેર વિસ્તારના કેસો હોવાનું સામે આવે છે. આજે કેસો પોજીટીવ આવ્યા તેમાં જામનગરના ગાંધીનગર વિસ્તારનો એક, નવાગામ ઘેડ નો એક, શરુ સેક્શનનો એક કેસ, મેવાસાનો એક કેસ, આજે આવેલ નવા સાત પોજીટીવ કેસો તમામ અમદાવાદથી આવેલ છે, જીલ્લાનો કુલ આંક 15 સુધી પહોચ્યો છે.જે ચિંતાજનક છે. આ આવેલા તમામ કેસોમાં બધી જ મહિલાઓ જ છે.

Image Source

આજે ગાંધીનગર જિલ્લામાં કોરોનાના વધુ નવ કેસો સામે આવ્યા છે. જેમાંથી એક કેસ ગાંધીનગર શહેરમાં નોંધાયો છે, જ્યારે બાકીના 8 કેસો ગાંધીનગર ગ્રામ્યમાં નોંધાયા છે.

Image Source

વિગતવાર વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં સેક્ટર 24માં 1 વ્યક્તિ કોરોનાં પોઝિટિવ આવી છે. જ્યારે કુડાસણમાં પીડીપીયુ ચાર રસ્તા પાસે શિવમ કુટીર બંગલોમાં 3 કેસ, રાંદેસણમાં 1 કેસ, કલોલમાં 2 કેસ અને નાના ચિલોડામાં 2 કેસ પોઝિટિવ આવ્યા છે. નોંધનીય છે કે, ગાંધીનગરમાં અત્યાર સુધીમાં કુલ 97 કેસો નોંધાયા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.