ખબર

જામનગર જિલ્લામાં એક, બે નહિ પણ આટલા કોરોના કેસ અચાનક નોંધાયા, જાણો વિગત

રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં દિવસે-દિવસે વધારો થતો જાય છે. કોરોનથી સંક્રમિત લોકોની સંખ્યા 5 હજારથી વધુ છે. ગ્રીન ઝોનમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 24 કલાકમાં 3 કેસ સામે આવ્યા હતા. હવે જામનગર જિલ્લામાં કોરોનાએ ફરી પગપેસારો કર્યો છે.

Image source

જામનગર જિલ્લાને હજુ કાલે જ ઓરેન્જ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે અમદાવાદથી જામનગર ગયેલા 8 લોકો પૈકી 3 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ કોરોના પોઝિટિવ 3 મહિલાઓને જ છે. જેમાં એક મહિલાઓની ઉંમર અનુક્રમે 40,23 અને 27 છે.દરબારગઢની ત્રણ મહિલાઓ સહિત આઠ લોકો ગઈકાલે અમદાવાદથી જામનગર આવી આવી રહ્યા હતા ત્યારે ધ્રોલ પાસે તેમને રોકવામાં આવ્યા હતા. આ તમામના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા જે પૈકી ત્રણ મહિલાઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી તંત્ર હચમચી ગયું હતું.

ગઈકાલે અમદાવાદથી પાંચ મહિલા અને ત્રણ બાળકો વાહન મારફત જામનગર આવી રહ્યા હતાં, પરંતુ તંત્રએ જામનગરમાં પ્રવેશ કરે તે પહેલા જ અટકાવીને તમામને સીધા જ કોરન્ટાઈન સેન્ટર સેવા સમરસ હોસ્ટેલમાં મોકલી આપવામાં આવ્યા હતાં. આ પછી તેમને જરૃરી નમૂનાઓ લેવામાં આવ્યા હતાં અને જી.જી. હોસ્પિટલમાં તેમના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવતા ત્રણ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો હતો.

કોવીડ ૧૯ એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે અને રોજના હજારો લોકો મરે છે. ભારતમાં 2 લોકડાઉન પુરા થઇ ગયા છે અને આજે 4 મેં થી લોકડાઉન 3.0 લાગુ કરવામાં આવ્યું છે છતાં પણ દેશમાં છેલ્લા 24 કલાકમાં 2553 નવા કેસ આવ્યા છે તો રિકવરી રેટ પણ વધીને 27.5 થયો છે. ગુજરાતમાં પણ કોવીડ ૧૯ નો પ્રકોપ દિવસે ને દિવસે વધતો જ જાય છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યુ હતું કે,’24 કલાકમાં કુલ 376 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી હવે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5804 થઈ છે.’

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં જોઈએ તો 376 કેસો નવા આવ્યા છે જેમાં અમદાવાદમાં 259 કેસ, આણંદમાં 01, ભાવનગરમાં 21, બોટાદમાં 3, દાહોદમાં 6, ગાંધીનગરમાં 7, જામનગર 3, રાજકોટ 3, સુરત 20, વડોદરા 35, મહીસાગર 3, ખેડા 3 અને સાબરકાંઠા 2 પોઝિટિવ કેસો નોંધાયા હતા.

Image Source

આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં માહિતી આપી કે, હાલ રાજ્યમાં 25 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 4265 લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની ની વાત કરીએ તો રાજ્યમાં કુલ 84648 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 5804 પોઝિટિવ આવ્યા છે તો 78844 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

આ પહેલા જામનગરમાં એક 14 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બાળકનું મોત નીપજ્યું હતું.

Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.