જામનગરમાં સસરાએ જમાઇની હત્યા કરી નાખી તો જમાઇના પરિવારે આ વ્યક્તિની હત્યા કરી, ખતરનાક બદલો લેવાતા પોલીસ કાફલાની દોડધામ મચી ગઈ

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. કેટલીકવાર હત્યાનું કારણ પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ હોય છે અથવા તો અંગત અદાવત હોય છે. હાલમાં હત્યાનો ચોંકાવનારો કિસ્સો જામનગરમાંથી સામે આવ્યો છે, જેમાં એક યુવકને યુવતિના પરિવારજનોએ મોતને ઘાટ ઉતારી દીધો હતો. તો આ ઘટનાને પગલે યુવકના પરિવારજનોએ યુવતિની માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ હત્યા પ્રેમ લગ્નને કારણે કરાઇ હોવાનું સામે આવ્યુ છે.

ત્યારે હાલ પોલિસે બંને હત્યાના આરોપીઓને રાઉન્ડ અપ કરી તપાસ શરૂ કરી છે. જામનગરના હાપા વિસ્તારમાં આવેલ યોગેશ્વર ધામમાંથી આ હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. ચારણ યુવકે ક્ષત્રિય પરિવારના યુવતિ સાથે લવ મેરેજ કર્યા હતા અને આ પ્રેમ લગ્નને કારણે વેરઝેર ચાલી રહ્યુ હતુ. ત્યારે રવિવારના રોજ સવારે સોમરાજ જયારે જામનગર રાજકોટ હાઇવે પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અતુલ ઓટો શોરૂમ નજીક યુવતિના પરિવારે તેને ઘેરી લેવા પ્રયાસ કર્યો.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

યુવક શોરૂમમાં ભાગી પહોંચે ત્યાં જ હથિયાર સાથે યુવતિના પરિવારજનોએ આવી હુમલો કર્યો અને તેની હત્યા કરી દીધી. સોમરાજની હત્યા કર્યા યુવતિના પરિવારજનો નાસી છૂટ્યા હતા. આની જાણ સોમરાજના પરિવારને થતા તેઓ શોરૂમ પહોંચ્યા હતા અને તે બાદ યુવતિના ઘરે જઇ મૃતકની સાસુ આશાબા ઝાલા પર જીવલેણ હુમલો કર્યો હતો, જેને પગલે તેઓનું મોત થયુ હતુ. પ્રેમ લગ્નની અદાવતે બે લોકો પાસેથી તેમનું જીવન છીનવી લીધુ હતુ. આ ઘટનાને લઇ પોલિસે બંને પક્ષના આરોપીઓને રાઉન્ડ અપ કરી તપાસ શરૂ કરી છે.

તપાસમાં સામે આવ્યુ છે કે, મૃતક યુવક સોમરાજે લગભગ એક વર્ષ પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્નથી યુવતિનો પરિવાર નારાજ હતો અને આ વાતનો ખાર રાખી તેમણે તેમની દીકરીના જ પતિની હત્યા નિપજાવી દીધી હતી. જો કે, સોમરાજની પત્ની પ્રેગ્નેટ હોવાનું પણ સામે આવ્યુ છે.

Shah Jina