કરવા ચોથ પર સજી-ધજીને પતિની રાહ જોઇ રહી હતી પત્ની, પણ આવી અત્યંત દુઃખી ખબર…પતિ થયા શહીદ, જુઓ તસવીરો

જમ્મુ-કાશ્મીરના ગાંદરબેલમાં આતંકવાદીઓના ઘૃણાસ્પદ કૃત્યને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે. આતંકવાદી હુમલામાં ડોક્ટર સહિત છ પ્રવાસીઓના મોતની પુષ્ટિ કરી છે. આમાંથી એક શશિ ભૂષણ વ્યવસાયે આર્કિટેક્ચરલ ડિઝાઇનર હતા. જ્યારે તેઓ નિર્માણાધીન ટનલ પર ફરજ પર હતા ત્યારે તેમની પત્ની રુચિ અબરોલ પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી ઘરે જ કરવા ચોથનો ઉપવાસ કરી રહી હતી.

રુચિ ઘરે પતિ શશિ ભૂષણના ફોનની રાહ જોઈ રહી હતી પરંતુ તેને પતિના મૃત્યુનો ફોન આવ્યો. શશિ ભૂષણના મૃત્યુ બાદ પરિવારની હાલત ખરાબ છે. મૃતકની પાંચ વર્ષની પુત્રી છે. રુચિએ કહ્યું કે મેં તેમની સાથે સાંજે વાત કરી હતી. તેમણે કોઈપણ પ્રકારની ધમકીનો ઉલ્લેખ કર્યો નહોતો. હું મારા કરવા ચોથના ઉપવાસના ભાગરૂપે મંદિર જઇ રહી હતી અને અમારી થોડી વાતચીત થઇ.

પરત આવ્યા બાદ મેં તેમને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે ફોન ના ઉપાડ્યો. આ પછી તેમનો ફોન સ્વીચ ઓફ આવ્યો. શશિની બહેન દિવ્યાએ કહ્યું કે તેનું જીવન તૂટી ગયું છે. કરવા ચોથ અમારા માટે તબાાહીનો દિવસ બની ગયો. શશી છ વર્ષથી APCO નામની એક કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરતા હતા અને પરિવારના એકમાત્ર કમાનાર હતા. તાજેતરમાં તે તેમના પુત્રના કોલેજમાં એડમિશન માટે જમ્મુ પરત ફર્યા હતા.

તેમનું સપનું હતું કે તેમનો પુત્ર એન્જિનિયર બને. હવે તેમના પરિવારનું ભવિષ્ય અનિશ્ચિત છે.શશિ ભૂષણની પાંચ વર્ષની દીકરીએ રડતાં કહ્યું કે આતંકવાદીઓ બહુ ગંદા છે, તેઓએ મારા પિતાની હત્યા કરી નાખી. પત્ની રુચિએ ગળામાં આંસુ સાથે કહ્યું કે તેણે બધાના ઘર બરબાદ કરી દીધા છે. અમારી કાળજી લેવા માટે કોઈ બાકી નથી. તેમણે જ અમારી કાળજી લીધી હતી. રુચિ અને તેનો પરિવાર બેહાલ છે.

પરિવારે સરકારને મદદની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે જમ્મુના ગાંદેરબેલમાં કરવા ચોથના દિવસે આતંકી હુમલામાં 7 શહીદ થયાં હતા. શ્રીનગર લેહ નેશનલ હાઈવે પર ટનલ કન્ટ્રક્શન સાઈટ પર કામ કરી રહેલા મજૂરો અને જવાનો પર આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું જેમાં શશી અબરોલ પણ સામેલ હતા.

Shah Jina