જમ્મુ કશ્મીરના પુંછમાં મીની બસ ખાઇમાં પડી, અત્યાર સુધીમાં 11 લોકોના મોત, તસવીરો જોઈને રાડ ફાટી જશે

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતોના કિસ્સા સામે આવતા રહે છે. ઘણીવાર ભીષણ અકસ્માતને કારણે ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે હાલમાં જમ્મુ-કાશ્મીરના પુંછમાં મિની બસ ખીણમાં પડી હોવાનું સામે આવ્યુ છે. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. સેના બચાવ કાર્યમાં લાગેલી છે. તમામ ઘાયલોને મંડીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મંડીના તહસીલદાર શહજાદ લતીફે અકસ્માત અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે બસ મંડીથી સાવજિયાં જઈ રહી હતી. આ દરમિયાન બસ ખાઇમાં પડી હતી.

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે તમામ મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 1 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ સાથે ઘાયલોની સારી સારવાર માટે અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું – પુંછના સાવજિયામાં થયેલા દર્દનાક માર્ગ અકસ્માતમાં લોકોનું મૃત્યુ અત્યંત દુઃખદ છે. મારી સંવેદના અને પ્રાર્થના પરિવારો સાથે છે. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.મૃતકોની ઓળખ મરૂફ અહેમદ (14), બશીર અહેમદ (40), રોસિયા અખ્તર (18), ઝરીના બેગમ (40),

મોહમ્મદ હસન (65) નાઝીમા અખ્તર (20), ઈમરાન અહેમદ (5), અબ્દુલ કરીમ (70) અને અબ્દુલ કયૂમ (40) તરીકે થઈ છે. મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. આ બાળકોમાંથી એક 5 વર્ષનો અને બીજો 14 વર્ષનો હતો. આ સિવાય મૃતકોમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જણાવી દઇએ કે, 31 ઓગસ્ટે કટરાથી દિલ્હી આવી રહેલી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને કટરામાં અકસ્માત નડ્યો હતો. આ બસ સાથે બીજી બસ અથડાઈ હતી. આ અકસ્માતમાં 5 વર્ષના બાળકનું દર્દનાક મોત નિપજ્યું હતું અને 16 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા,

જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલ્હીથી લગભગ 35 ભક્તોથી ભરેલી આ બસ મા વૈષ્ણો દેવીના દર્શન માટે આવી હતી. કટરાથી પરત દિલ્હી જતા સમયે તેમનો અકસ્માત થયો હતો. આ પહેલા 16 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરના ચંદનવાડીમાં મોટો અકસ્માત થયો હતો. અહીં અમરનાથ યાત્રા ડ્યુટીમાં રોકાયેલા ITBP જવાનોને લઈને જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 6 જવાન શહીદ થયા હતા.

જ્યારે અનેક જવાનો ઘાયલ થયા હતા. તેઓને શ્રીનગર આર્મી હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. વાસ્તવમાં ITBP જવાનોને લઈને બસ ચંદનવાડીથી પહેલગામ જઈ રહી હતી. ત્યારે બસની બ્રેક ફેલ થતાં બસ ખાઇમાં ખાબકી હતી. આ બસમાં 39 જવાનો હતા. તેમાંથી 37 આઈટીબીપીના હતા જ્યારે 2 જમ્મુ અને કાશ્મીર પોલીસના હતા.

Shah Jina