સૌરાષ્ટ્રના સાંસદો, ધારાસભ્યો સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. સૌથી વધુ સહકારી અને ખેડૂત આગેવાનો ઉપસ્થિત છે. અંદાજિત સવાથી દોઢ લાખ લોકો સૌરાષ્ટ્રભરમાંથી આવે તેવી શક્યતાઓ છે. PM નો ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. આ મોટા કાર્યક્રમને લઈ જામકંડોરણામાં દિવાળી હોય એમ આખું નગર રોશનીથી ઝગમગી ઊઠ્યું છે.
55 વીઘામાં 5 વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યું છે. અંદાજીત સવાથી દોઢ લાખ લોકો સૌરાષ્ટ્રભરમાંથી આવે તેવી શક્યતા છે. આજના કાર્યક્રમમાં PM મોદીએ જણાવ્યુ હતુ કે, ‘મારા ગુજરાત અને કેન્દ્ર સરકારમાં કામની શરૂઆત રાજકોટની ધરતીથી થઇ હતી. રાજકોટે મને આશીર્વાદ આપી મોકલ્યો હતો.
આ જલારામ બાપા અને મા શક્તિસ્વરૂપા આઇ ખોડિયાર માતાના આશીર્વાદની ભૂમિ છે. ગુજરાત હવે નવી ઉંચાઇઓ સર કરતા જાય છે, નવો નવો વિસ્તાર કરતા જાય છે. તેની પાછળ માત્ર સરકાર નહીં માત્ર નરેન્દ્ર-ભૂપેન્દ્ર નહીં પરંતુ તમારા જેવા સાથીઓની દિવસ-રાતની મહેનતના કારણે આ શક્ય બન્યું છે.’
પીએમ મોદીએ વધુમાં કહ્યું છે કે, ‘સમુદ્ર કિનારે પહેલા માથે પડેલો લાગતો હતો પણ હવે વેપાર કારોબાર માટે આકર્ષક બની રહ્યુ છે. આજે તો આપણે મોટરના સ્પેરપાર્ટ બનાવીએ છીએ. પરંતુ તૈયારીઓ કરો કે એવા દિવસો દૂર નથી કે, વિમાનના સ્પેર પાર્ટ બનાવવાના ઓર્ડર આવશે.’ કોઇપણ સેક્ટર લો, તો આંકડાથી સિદ્વ થઇ શકે કે આપણા ગુજરાતના વિકાસની વાત કેટલી મજબૂત, દીર્ઘદ્રષ્ટીવાળી, સર્વવ્યાપી અને સર્વસમાવેશક છે.
તેઓએ જણાયું છે કે ડબલ એન્જિનની સરકાર અનેક યોજનાથી લોકોની જરૂરિયાત પુરી કરી રહી છે. કોગ્રેસનું કામ નહી કારનામા બોલે છે. કોગ્રેસ ચોક્કસ જ્ઞાતિઓ પર ભરોસો કરીને આગળ વધવા માંગે છે. કોરોનાની મહામારીમાં એક પણ વ્યક્તિ ભૂખમરાથી મર્યો નથી.
પીએમ મોદીએ કહ્યું, મારી રાજકીય કરિયરની શરૂઆત રાજકોટથી થઈ હતી. રાજકોટ જલારામ બાપા અને ખોડિયાર માના આશીર્વાદની પવિત્ર ભૂમિ છે. ભાજપ પર અતૂટ વિશ્વાસ મુકવા બદલ રાજકોટ અને કાઠિયાવાડનો આભાર.