તમે સાંભળ્યું હશે કે જમ્યા પછી જો થોડું ચાલી લઈએ તો ખોરાક આરામથી પાચન થઇ જાય છે. પણ આજે અમે તમને આ બાબત સાથે જોડાયેલા અમુક તથ્યો કહેવા જઈ રહ્યા છીએ જે તમારે જાણવા ખુબ જ જરૂરી છે. આ તે કામ છે જેને ઘણા લોકો જમ્યા પછી તરત જ કરતા હોય છે અને તેને સ્વાસ્થ્ય માટે સારા માનતા હોય છે પણ જણાવી દઈએ કે આ તમારી સૌથી મોટી ભૂલ છે. તો જાણો જમ્યા પછી તરત જ આ કામ ક્યારેય પણ કરવા ન જોઈએ.
1. ચા પીવી:

જમ્યા પછી તરત જ ચા પીવાની ભૂલ ક્યારેય પણ ન કરો. આવું કરવાથી પ્રોટીનનું ડાયજેશન નથી થાતું અને અપચાની સમસ્યા ઉત્પન્ન થાય છે. માટે જમ્યા પછી ના બે કલાક પછી જ ચા પીવી તમારા હિતમાં રહેશે.
2. ફ્રૂટ ખાવા:

જો આપણે જમ્યા પછી તરત જ ફ્રૂટનું સેવન કરી લઈએ તો તે યોગ્ય રીતે પચી શકતા નથી. સાથે જ તેના પોષક તત્વો પણ આપણને પુરી રીતે મળી નથી શકતા, એવામાં અપચો અને એસીડીટી ની સમસ્યા થઇ જાય છે.
3. નહાવું:

જમ્યા પછીના અળધા કલાક સુધી સ્નાન કરવાથી બચો. જયારે આપણે નાહીએ છીએ ત્યારે શરીર ઠંડુ પડી જાય છે અને બ્લડ સર્ક્યુલેશન ધીમું પડી જાય છે. તેની અસર ડાયજેશન પર પડે છે. જેનાથી એસીડીટી, ગેસ અને કબજિયાત જેવી સમસ્યા રહે છે.
4. વ્યાયામ કરવો:

ભોજનના પહેલા કે પછી વ્યાયામ કરવાથી ઘણી સમસ્યાઓ આવી શકે છે. એવું કરવાથી ખોરાક યોગ્ય રીતે પચી શકતો નથી અને સાથે જ ઘણી અન્ય સમસ્યાઓ પણ ઉત્પન્ન કરે છે.
5. સુઈ જવું:

જમ્યાના પછી તરત જ સુઈ જાવાથી છાતીમાં જલન અને ગેસની સમસ્યા થાય છે, આવું એટલા માટે કેમ કે આવું કરવાથી ખોરાક યોગ્ય રીતે પચી નથી શકતો. માટે યોગ્ય છે કે જમ્યા પછીના બે કલાક પછી જ સુવાનું રાખો.
6. ડાન્સ ને પણ કહો ના:

જમ્યા પછી તરત જ ડાન્સ કરવું કે વધુ હલવું-ડોલવું પણ ભારે પડી શકે છે માટે કોશિશ કરો કે જમ્યા પછી એવી કોઈ જ એક્ટિવિટી ન કરો જે શરીરને વધુ મહેનત કરાવે.
7. બ્રશ કરવું:

ઘણા લોકોને જમ્યા પછી બ્રશ કરવાની આદત હોય છે. પણ તે યોગ્ય નથી. કેમ કે કઈક મીઠું કે ખાટું ખાવાથી દાંતોની ઉપરની પરત કમજોર બની જાતિ હોય છે. એવામાં તરત જ બ્રશ કરવાથી આ પરત નીકળી શકે છે અને દાંતોને નુકસાન થઇ શકે છે.
8. ધુમ્રપાન કરવું:

જો કે ધુમ્રપાન કરવું તો કોઈપણ રીતે હાનિકારક માનવામાં આવ્યું જ છે. જો જમ્યા પછી તરત જ સ્મોકિંગ કરવામા આવે તો તે 10 ગણું વધુ હાનિકારક સાબિત થાય છે. તેનાથી કેન્સર, હાર્ટ ડીસીજ અને શ્વાશ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓની આશંકા વધી જાય છે. ભોજન અને સ્મોકિંગ વચ્ચે બે કલાકનું અંતર રાખો.
9. ચાલવું:

જમ્યા પછી ચાલવાની ઘણા લોકોને આદત હોય છે અને લોકો તેને સારું પણ માને છે. પણ અસલમાં આવું કરવાથી બ્લડ સર્ક્યુલેશન પર અસર પડે છે અને આ ડાયજેશન ને પણ પ્રભાવિત કરે છે. માટે જમ્યા પછીના અળધા કલાક પછી જ ચાલવાનું રાખો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks