હેલ્થ

જાંબુ કરતા તેના ઠળિયા છે ઘણા રોગોનો રામબાણ ઈલાજ, જાણો ફાયદા એક ક્લિકે

લોકો સીઝન પ્રમાણે ફ્રૂટનું સેવન કરતા હોય છે. ઉનાળામાં લોકો કેરીનું સેવન કરતા હોય  છે. ત્યારે ચોમાસામાં  જાંબુની સેવન કરતા હોય છે. જાંબુ તો લગભગ બધા લોકો ખાતા હોય છે. પરંતુ તેના ગુણો અને ફાયદા વિષે અમુક લોકો જ જાણતા હશે.

ખાટા મીઠ્ઠા સ્વાદને કારણે જાંબુમાંથી ઘણી રેસિપી બની જાય છે. જાંબુને દુનિયામાં અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે. જેવા કે જમ્બુલ, જાવા પ્લમ, જેમ્બલેગ અને બ્લેક પ્લમથી ઓળખવામાં આવે છે. આજે  અમને તમને આ લેખ દવારા  જાંબુ અને તેના ઠળિયાના ફાયદા વિષે જણાવીશું.

Image Source

જાંબુ ખાવાથી બ્લડસુગર ઘટે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓને જાંબુનું સેવન કરવાનું કહેવામાં આવે છે. જાંબુમાં ઘણા પોષક તત્વો હોય છે જે શરીર માટે ફાયદાકારક હોય છે. આ સિવાય જાંબુમાં કેલ્શિયમ, આયર્ન, મેંગેશિયમ, ફાસ્ફોરસ અને પોટેશિયમની સાથે વિટામિન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. જાંબુમાં  ગ્લુકોઝને ફ્રક્ટોઝ  હોય છે. પરંતુ જાંબુમાં ફાઈબર હોવાને કારણે તે ધીરે ધીરે લોહીમાં ભળે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓ ડોક્ટરની સલાહ લઈને સેવન કરી શકે છે.

Image Source

ડાયાબીટીસના દર્દીઓ માટે જાંબુની સાથે-સાથે તેને ઠળિયા પર રામબાણ ઈલાજ છે. ડાયાબીટીસના દર્દીઓ રોજ  જાંબુ સિવાય તેની ઠળિયાના ચૂર્ણનું સેવન કરી શકે છે. આ ચૂર્ણ બનાવવા માટે  જાંબુના ઠળિયાને સૂકવીને પીસીને આ ચૂર્ણ બનાવી શકાય છે. આ ચૂર્ણનું દરરોજ એક ગ્લાસ સાથે સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે.

જાંબુમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય તેન લોહીને સાફ કરીને વધારવામાં મદદ કરે છે. સાથે જ જાંબુ ઝાડા, અપચો,  પેટ સંબંધી રોગ, પાચનશક્તિ વધારવામાં મદદ કરે છે. જાંબુ કેન્સરમાં પણ ઉપયોગમાં લઇ શકાય છે. કીમોથેરપી અને રેડિએશન થેરાપી કર્યા બાદ જાંબુ ખાવવાતી ફાયદો થાય છે.

Image Source

જાંબુ ખાવાથી પથરીના રોગમાં પણ ફાયદો થાય છે. જાંબુના ઠળીયાના ચૂર્ણમાં દહીં સાથે મળેવી ખાવવાથી પથરીમાં ફાયદો થાય છે. લીવર માટે પણ જાંબુનો પ્રયોગ ફાયદાકારક છે. જે લોકોનું વજન બહુજ વધતું હોય તે માટે જાંબુનું સેવન ફાયદાકારક છે. જાંબુમાં બહુજ ઓછી કેલેરી હોવાને કારણે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

મહિલાઓની માસિક સમસ્યા અને દર્દમાં જાંબુના ઠળિયાનો પાવડર લાભદાયીક છે. દરરોક એક ચમચી આ પાવડરનું સેવન કરવાથી માસિક ધર્મમાં તકલીફનો સામનો નહીં કરવો પડે.

Image Source

દાંત અને પેઢાના દુખાવામાં જાંબુના પાવડરનો મંજનની જેમ પ્રયોગ કરવાથી લાભ થાય છે. જે લોકોને પેશાબની સમસ્યા હોય તે લોકો માટે આ ચૂર્ણ ફાયદાકારક છે. જે લોકોને વારંવાર પેસાબ જવાની સમસ્યા હોય તે  લોકો માટે ફાયદાકારક છે. અને ઇન્ફેક્શનમાં પણ ઠીક થઇ જાય છે.

Image Source

જે લોકોને વારંવાર એસીડીટી થતી હોય તે લોકો જાંબુના ચૂર્ણમાં સંચળનું સેવન કરવાથી ફાયદો થાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks