“રાજપૂતો ભેગા મળી રૂપાલાને ચૂંટણી હરાવો..” રૂપાલા વિવાદને લઈને જામનગરના જામ સાહેબે આખરે તોડ્યું મૌન

જામનગરના જામ સાહેબના બે પાત્રો આવ્યા સામે, પહેલા કહ્યું રૂપાલાને ભેગા મળી હરાવો, બીજામાં કહ્યું મોદીએ દેશને આગળ વધાર્યો… જુઓ

Jam Sahib’s letter of Rupala protest : ગુજરાતની અંદર હાલ રાજકારણમાં ખુબ જ ગરમાગરમી જોવા મળી રહી છે. પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ રાજપૂત સમાજમાં તેમનો ઉગ્ર વિરોધ છેલ્લા ઘણા દિવસથી ચાલી રહ્યો છે. આ વિરોધમાં ક્ષત્રિય બહેનો પણ કૂદી પડી છે અને જોહર કરવાની ધમકી પણ આપવામાં આવી છે, સાથે જ ઘણા બધા ગામમાં ભાજપના પ્રવેશ પર પણ રોક લગાવવામાં આવી છે અને એકસૂરે ક્ષત્રિયો દ્વારા રૂપાલાની ટિકિટ રદ્દ કરવા માંગ કરવામાં આવી રહી છે.

ત્યારે આ બધા વચ્ચે જ જામનગરના જામ સાહેબ દ્વારા પણ પોતાનું મૌન તોડવામાં આવ્યું હતું અને ગઈકાલે તેમનો એક પત્ર પણ સામે આવ્યો. જેમાં જામ સાહેબ દ્વારા એક જૂથે રૂપાલાને હરાવવાનું આહવાન કરવામાં આવ્યું છે. આ પત્રમાં તેમણે એમ પણ ઉલ્લેખ કર્યો છે કે લોકશાહીના સમયમાં ગેરવ્યાજબી નહીં પરંતુ એકતા બતાવી વિરોધ કરવામાં આવે. રાજપુતોએ માત્ર હિંમત નહીં પરંતુ એકતા દાખવી બતાવી દેવાનું છે કે રાજપૂતો હજુ ભારતમાં જ છે.

ત્યારે આજે જામ સાહેબનો વધુ એક પત્ર પણ સામે આવ્યો છે જેમાં પરષોત્તમ રૂપાલાને આ વિવાદમાં માફી માટે અપીલ કરી છે. જામનગરના રાજવી જામ સાહેબે આજે ફરી લખ્યું છે કે, “મારા ગઇકાલના રૂપાલાજીના નિવેદન બાબતેના પત્રના અનુસંધાનમાં. ગઇકાલે મારા પત્રો સાર્વજનિક થયા પછી સમાજના ઘણા આગેવાનો ઘણા ધર્મગુરૂઓ અને અન્ય આગેવાનો સાથે વાત થઇ. મારા ધ્યાન પર આવ્યું કે રૂપાલાએ પહેલા બે વાર માફી માંગી લીધી છે. પરંતુ આટલુ પૂરતુ નથી.”

તેમને આગળ એમ પણ લખ્યું છે કે, “નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરૂઓની સામે માફી માંગવી જોઇએ. ફરી એકવાર રૂપાલા આ પ્રમાણે માફી માંગે તો “ક્ષમા વિરસ્ય ભુષણમ્”ના આપણા ધર્મને યાદ કરી માફી આપવી જોઇએ. આ ચુંટણી શ્રી નરેન્દ્ર મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવાની ચુંટણી છે. આપણા ગુજરાતના શ્રી નરેન્દ્ર મોદીજી દેશને ખૂબ આગળ વધાર્યો છે. દેશને સમૃદ્ધ અને સુરક્ષિત કર્યો છે. આપણા ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું વિશ્વમાં માન વધાર્યું છે. આ ધ્યાને લઇ આપણે આગળ વધવું જોઇએ. જય માતાજી.”

Niraj Patel