મનોરંજન

બિગ બીનું ‘જલસા’ ઘર અંદરથી કોઈ સ્વર્ગથી કમ નથી, 10 તસ્વીરો પહેલી વાર આવી સામે

અમિતાભ બચ્ચનને હિન્દી સિનેમામાં 50 વર્ષ થઇ ગયા છે. અમિતાભ બચ્ચન સદીના મહાનાયક પણ કહેવામાં આવે છે.

Image source

અમિતાભ બચ્ચની પહેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી લઈને આજ સુધી અમિતાભે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. અમિતાભ બચ્ચનની ઘણી ફિલ્મો રિલીઝ થવાની રાહમાં છે.

Image source

અમિતાભ મૂળ મુંબઈના રહેવાસી નથી. પરંતુ ફિલ્મી દુનિયામાં આવ્યા બાદ મુંબઈમાં તેને ઘર વસાવ્યું હતું.

Image source

બોલીવુડના શહેનશાહ અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના મુંબઈના જુહુ વિસ્તારમાં ત્રણ મોટા-મોટા બઁગલા છે. જેના નામ પ્રતીક્ષા, જલસા અને જનક છે.

Image Source

અમિતાભ બચ્ચન તેના પરિવાર સાથે જલસામાં રહે છે. તો કયારેક-ક્યારેક તેનું આવવા-જવાનું પ્રતીક્ષામાં પણ રહે છે. જનકમાં અમિતાભ બચ્ચન મીડિયા સાથે વાતચીત કરે છે.

Image Source

અમિતાભ બચ્ચન 70ના દાયકામાં પ્રતીક્ષામાં શિફ્ટ થયા હતા. બાદમાં તેઓએ જલસા બંગલો ખરીદતા તેઓ પરિવાર સાથે ત્યાં શિફ્ટ થયા હતા. ઓફિસના કામ માટે અમિતાભ બચ્ચને જનક ખરીદ્યો હતો.

Image Source

અમિતાભ બચ્ચને ફિલ્મની કરિયરની શરૂઆતના દિવસોમાં તે રાત મુંબઈની મરીન ડ્રાઇવ પરની એક બેન્ચમાં ગુજારતા હતા. આજે અમિતાભ બચ્ચન કોઈ પહેચાનાના મોહતાજ નથી.

Image source

આજે બિગ બી બહેદ લકઝરી લાઈફ જીવે છે. જેનો અંદાજો તેના ઘરથી લગાવી શકો છો. આજે બિગ બીનું ઘર બૉલીવુડ સ્ટાર્સમાં સૌથી મોંઘુ ઘર માનવામાં આવે છે.

Image Source

અમિતાભ બચ્ચનનો ‘જલસા’ બંગલો 10 હજાર સ્કેવર ફૂટમાં ફેલાયેલો છે. આ બંગલામાં 2 માલ છે. જેમાં અમિતાભ તેના પુરા પરિવાર સાથે રહે છે. અમિતાભ તેના બંગલાનું ફ્લોરિંગ ઇટાલિયન માર્બલથી કર્યું છે.

Image Source

જો બાથરૂમની વાત કરવામાં આવે તો ટીન સજાવવા માટે ફ્રાન્સ અને જર્મનીથી સમાન મંગાવવામાં આવ્યો હતો.

Image Source

અમિતાભનો જલસા કોઈ જન્નતથી ઓછો નથી. તેઓએ તેના ઘરનું ડેકોરેશન ગોલ્ડન શેડ્સથી કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

મીડિયામાં આવેલારિપોર્ટ્સ પ્રમાણે ઘરને સજાવવા માટે બહુજ મોંઘા ઇન્ટિરિયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય દિવા પર પણ સુંદર પેઇન્ટિંગ્સ અને મૂર્તિ લગાડવામાં આવી છે.

Image Source

બિગ બી તેના ઘર પર ભારતનો તિરંગો હંમેશા રાખે છે. તેઓએ તેના ઘર પર લાગેલા ઝંડાની ફોટો તેના એકાઉન્ટ પર શેર કરી હતી.

Image Source

અમિતાભ બચ્ચનએ અલગથી મંદિર પણ બનાવ્યું છે. જેમાં અલગ-અલગ પ્રકારની ભગવાની મૂર્તિઓ પણ રાખવામાં આવી છે. આ મંદિરમાં બધા સાથે મળીને જ પૂજા કરે છે.

Image Source

બિગ બીએ તેના બંગલામાં ઘણી ફોટો ડિસ્પ્લે પર લગાવી છે. આ કરવા પાછળનું કારણ એવું છે કે, તે હંમેશા તેની યાદોને તેની સાથે રાખી શકે.

Image Source

અમિતાભે તેના ઘરમાં એક ગાર્ડન પણ બનાવ્યું છે. જેમાં તે વધુમાં વધુ સમય પસાર કરે છે.

Image Source

અમિતાભે તેના ઘરમાં લાઈબ્રેરી પણ બનાવી છે. જેમાં ફોટો લાઇબ્રેરી પણ છે.

Image Source

અમિતાભ બચ્ચને સાદગી એટલી પસંદ કે કે તેને બિલકૂલ લાઈટ કલરની થીમ રાખવામાં આવી છે.

Image source

અમિતાભ તેની જિંદગી બહુજ અનુશાસિત રીતે જીવે છે. તેથી જ તેને ઘરમાં પણ નિયમ અને કાયદો બનાવ્યો છે.

Image Source

ઘરમાં તે નિયમનું પાલન પણ કરવામાં આવે છે. જેમાં દિવસમાં કોઈ પણ એક સમયે બધાએ સાથે બેસીને જ જમવાનું. ઘરમાં હિન્દીમાં જ વાત કરવાની.

Image source

જયારે બિગ બી રવિવારે મુંબઈમાં હોય તો સવારે બંગલાની બહાર ફેન્સને અચૂક મળે છે. આ તે છેલ્લા ત્રણ વર્ષથી કરે છે.

બિગ બી એ પોતાના જીવન દરમિયાન ઘણો જ સંઘર્ષ કરો છે. તેમન સંઘર્ષનું પરિણામ આજે તેમનો વૈભવ જોઈને કલ્પી શકાય છે.

અમિતાભ બચ્ચનેનો રુઆબ જે રીતે ફિલ્મોમાં જોવા મળે છે તે જ પ્રકારનો રુઆબ તેઓ ઘરમાં પણ રાખે છે. તેઓ આદર્શો, પરંપરા અને અનુસાશનમાં માને છે.

Image source

દરેક રૂમને અલગ-અલગ થીમ પર સજાવવામાં આવ્યું છે. ડ્રોઈંગ રૂમમાં લિવિંગ રૂમથી લઈને બધા જ રૂમ અલગ અલગ રીતે સજાવ્યા છે. અમિતાભ બચ્ચન અહીં બેસીને ટીવી જુએ છે.

બિગ બી વિવિધ પ્રંસગો તેમજ તહેવારોની ઉજવણી દરમિયાન પોતાના ઘરને શણગારે છે. તેમના ઘરે તહેવારોની ઉજવણી પણ ભવ્ય કરવામાં આવે છે.

અમિતાભ બચ્ચનના ઘરનો વૈભવ ફોટા જોતા જ નજરે આવે છે, ઘરના ફોટા જોતા જ આપણે કલ્પી શકીએ કે બિગ બી કેટલી વૈભવી જિંદગી જીવતા હશે.

તો આ રીતે આપણે અમિતાભ બચ્ચન ત્રણ વૈભવી ઘર જોયા, દરેક ઘર એકથી ચડિયાતું છે. આપણે કદાચ કલ્પનામાં પણ બિગ બીના ઘરે નહિ પહોંચી શકીએ. પરંતુ ફોટો જોઈને આપણે આ વૈભવને માણી જરૂર શકીએ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.