સૌરાષ્ટ્રની ભૂમિ પર અસંખ્ય ધાર્મિક સ્થળો આવેલા છે. અને તે દરેકનો ઇતિહાસ, ચમત્કાર ના કારણે જ તે લાખો લોકોનું આસ્થાનું પ્રતિક બન્યા છે. દરેકના ઇતિહાસ અલગ અલગ છે ને દરેકના ચમત્કારો પણ અલગ અલગ છે. એવું વિરપુર ગામ છે જ્યાં જલારામ બાપાના ચમત્કાર અને પરચા આજે પણ જોવા મળે છે. જે દેશ વિદેશના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આજે પણ લાખો શ્ર્દ્ધાળુઓ આવે છે ને જલારામ બાપાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે.

જ્યારથી જલારામ બાપાનો જન્મ થયો ત્યારથી તેમની પ્રકૃતિ ધાર્મિક જ હતી. નાનપણમાં બાળકો રમકડાથી રમે એ ઉંમરે જલારામ બાપા બેઠા બેઠા સીતારામના જાપ જાપતા. બાળપણથી જ તેમણે સાધુ સંતો પ્રત્યે અનેરો લગાવ. તેમની પ્રકૃતિ ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપવું ને ભગવાનનું ભજન કરવું. મોટા થતાં તેમણે સંત ભોજા ભગતને ગુરુ બનાવ્યા. અને બસ ગુરુના આદેશથી પોતાના ઘરે જ ચાલુ કર્યું સદાવ્રત.

આજે પણ જલારામ બાપાના આ ધામમાં એ સદાવ્રત અવિરત ચાલે છે. નથી ત્યાં કોઈપણ પ્રકારનું દાન લેવામાં આવતું છ્તા ભંડાર ભરેલો જ રહે છે, આખા વિષવાનું આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં કોઈપણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી. અને રોજના હજારો લોકોને જલારામ બાપાના પ્રસાદ રૂપે જમાડવામાં પણ આવે છે. તો એ કેવી રીતે શક્ય બને કે દાન વગર પણ ભંડાર અખંડ ભરેલા જ રહે છે ? ચાલો જાણીએ તેનો ઇતિહાસ.
કોઈપણ દાન વગર આવી રીતે ચાલે છે સદાવ્રત :

આખા દેશના જેટલા પણ મંદિરો હશે એમાં કોઈપણ સ્વરૂપે દાન તો સ્વીકારવામાં જ આવતું હશે. એવા પણ મંદિરો છે જ્યાં રોજના કરોડમાં દાન થાય છે અને લેવામાં પણ આવે છે. આજે એવા બધા જ મંદિરોનો વહીવત ગેરમાર્ગ તરફ વળ્યો છે, ત્યારે આખા વિશ્વમાં બધા મંદિરોથી સાવ અનોખુ ને ચમત્કારિક મંદિર જલારામની વાત કરીએ તો નથી કોઈ દાનનો થતો સ્વીકાર, તો પણ જામે લાખો ભક્તો….આ વાત કોઈનાથી છૂપી નથી. આ મંદિરમાં તો ભગવાનના મંદિરમાં પણ એક રૂપિયો નથી સ્વીકારવામાં આવતો. એટ્લે જ આ મંદિર અલગ પડે છે.
આ મંદિરમાં કોઈપણ દાન વગર કેવી રીતે આટલા બધા લોકોને રોજ ભોજન જમાડવામાં આવે છે. એ હજી પણ પ્રશ્ન છે ? 2009 થી આ મંદિરમાં કોઈ જ દાનનો સ્વીકાર નથી થતો. જલારામ બાપાની પાંચમી પેઢી હજી પણ કાર્યરત છે. તે જણાવે છે કે, દાન નહી લેવાનું એક જ કારણ કે એટલું બધુ દાન આવી ગયું છે કે આગામી 100 વર્ષ સુધી આ મંદિરને કોઈ જ દાનની જરૂર નહી પડે. પૂરા 100 વર્ષ સુધી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઑ આવીને જામે તો પણ કોઈ ખોટ પડે તેવું નથી. અને દિવસે ને દિવસે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો જ નોંધાઈ રહ્યો છે. જલારામ ધામની ખ્યાતિ અને પરચા દિવસે ને દિવસે વધી રહ્યા છે, આ સ્થળ લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરની ખાસ વાત તો એ છે કે અહીંયા કોઈ એવું કામ નથી કરવામાં આવતું જેના કારણે તે લોકોની ચર્ચાનો વિષય બને.

દર વર્ષે આ મંદિરમાં દાન દેનારની સંખ્યા બમણી થતી જાય છે ને બધાની ભાવના અને ભક્તિને સમજી હાથ જોડીને દાન નહી સ્વીકારવાની વિનતી કરવામાં આવે છે. આ એક એવું મંદિર છે જ્યાં લોકોને લાખોનું કે કરોડોનું દાન કરવું છે છતાં એક રુપિયાનું દાન અહીંયા સ્વીકારવામાં આવતું નથી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks