ખબર

નિર્ભયા મામલો: ફાંસીના માંચડા પર કરગરી રહ્યો હતો દોષિત, જલ્લાદે કહ્યું કે- જિંદગીભર ક્યારે પણ નહીં ભૂલું આ ઐતિહાસિક દિવસ

7 વર્ષ બાદ 20 નિર્ભયાના ચાર દોષિતોને 20 માર્ચના સવારે 5:30 વાગ્યે તિહાડ જેલમાં ફસની આપવામાં આવી હતી. નિર્ભયાના દોષિતોને ફાંસી આપતાની સાથે જ તેમને ફાંસી પર લટકાવનાર જલ્લાદ પવનનું એક સપનું પૂરું થઇ ગયું છે. નિર્ભયા કેસના ચાર દોષિતોને ફાંસી પર લટકાવીને મેરઠના પવન જલ્લાદે પોતાના દાદા કાલુરામનો રેકોર્ડ તોડી દીધો છે.

Image Source

જલ્લાદ પવને મીડિયા સાથેની વાતચીતમાં ફાંસી અંગે જણાવ્યું હતું કે, શુક્રવારે વહેલી સવારે 3:30 વાગ્યે જેલમાં એક પોલીસ કર્મીએ મારા રૂમનો દરવાજો ખટખટાવીને તૈયાર થઇ જવાનું કહ્યું હતું. થોડા સમય બાદ બહારથી અવાજ આવવા લાગ્યો હતો.લગભગ સવારે 4:30 વાગ્યે અધિકારી મારી પાસે આવીને મારો હાલચાલ પૂછયા હતા, આ બાદ ડોકટરે મારુ ચેકઅપ કર્યું હતું. આ બાદ હું ફાંસીઘરમાં પહોંચ્યો તો જેલના અધિકારીઓ ઉભા હતા.

આ બસ પહેલા 2 દોષિતોને લાવવામાં આવ્યા હતા, જેના ચહેરા કપડાથી ઢાંકવામાં આવ્યા હતા, બંનેને અલગ-અલગ તખ્તા પર ઉભા રાખવામાં આવ્યા હતા, બંનેના હાથ બાંધેલા હતા. ફાંસીનો સમય થયો ત્યારે એક અધિકારીએ મને ઈશારો કર્યો હતો. હું ફાંસી આપવા માટે આગળ વધ્યો તો એક કરગરવા લાગ્યો હતો પરંતુ મેં મારુ કર્મ નિભાવ્યું હતું. બંનેને ફાંસીના ફંદા પર લટકાવી દીધા હતા. ડોક્ટરોએ ચેકઅપ કર્યા બાદ ફાંસીના ફંદા પરથી ઉતારવામાં આવ્યા હતા. આ બાદ અન્ય દોષિતોને ફાંસી પર લટકાવવામાં આવ્યા હતા.

Image Source

શુક્રવારે રાતે જલ્લાદ પવન નિર્ભયાના દોષિતોની ફાંસી આપીને તેના ઘરે મેરઠ પરત ફર્યા ત્યારે આ વાત જણાવી હતી. પવન જયારે તેના ઘરે કાંશીરામ કોલોની સ્થિત તેના ઘરે પહોંચ્યો ત્યારે તેને મળવાવાળાની ભીડ લાગેલું હતી, બધા જ લોકો એ જાણવા માટે ઉત્સુક હતા કે, આખરે દોષિતોને ફાંસી કેવી રીતે આપવામાં આવી હતી.

Image Source

પવને જણાવ્યું હતું કે, 17 માર્ચે મેરઠથી દિલ્લીની તિહાડ જેલ લઇ જવામાં આવ્યો હતો. તિહાડ જેલના અધિકારીઓએ ફાંસી ઘર બતાવ્યું હતું, રહેવા માટે અલગ રૂમ ફાળવી દીધો હતો. આ સાથે જ અધિકારીઓએ કહ્યું હતું કે, કોઈ વસ્તુની જરૂરત પડે તો કોઈ પણ સમયે માંગી લેજો. 18 અને 19 માર્ચના રોજ જેલમાં સન્નાટો છવાઈ ગયો હતો. આવતા-જતા કર્મચારી અને અધિકારીઓ કહેતા હતા કે, ફાંસીની તારીખ 20 માર્ચ છે. 19 માર્ચના સાંજથી જેલના બધા અધિકારીઓ અને કર્મચારીઓ ચુપચાપ નજરે આવતા હતા.

Image Source

જલ્લાદ તરીકે મને આખી રાત ઊંઘ આવી ના હતી. હું ભગવાનને હાથ જોડીને એજ દુઆ કરતો હતો કે, ભગવાન આ 130 કરોડ લોકોના ન્યાયનો સમય છે, આ વખતે દોષિતોને ના બચાવજો, એ પરિવારને ન્યાય અપાવજો જેને પોતાની દીકરી ગુમાવી છે. મેં રાતે 8 વાગ્યે જમી લીધું હતું. આ બાદ એક અધિકારીએ રૂમમાં આવીને કહ્યું હતું કે, પવન ફાંસી આપવા માટે તૈયાર રહેજે. મને રાતે 11 વાગ્યે ખબર પડી કે જેલમાં જે કેદીઓ છે તેમાં ઘણી બેચેની જોવા મળી હતી. જે ચાર દોષિતોને ફાંસી આપવાની હતી તેને એક અલગ બેરેકમાં રાખવામાં આવ્યા હતા.

Image Source

પવને વધુમાં જણાવ્યું હતું કે, દોષિતોને ફાંસી આપ્યા બાદ ડોક્ટરોએ મારુ પણ બ્લડપ્રેશર ચેક કરીને પૂછ્યું હતું કે, કોઈ ગભરામણ તો નથી થતી ને? મેં કહ્યું હતું કે, મારી માટે તો આ બહાદુરીનો દિવસ છે, એક સાથે ચાર દોષિતોને ફાંસી આપવાનો મોકો આપવામાં આવ્યો. આ દિવસ હું ક્યારે પણ નહીં ભૂલું. આ પ્રકારના દોષિતોને આવી જ સજા મળવી જોઈએ.

Image Source

પવને કહ્યું હતું કે, મારા જીવને કોઈ પણ પ્રકારનો ખતરો નથી.  મેરઠ જેલ પ્રશાસને બે મહિના પહેલા પણ ગનર આપ્યો હતો. ચાર લોકોને એક સાથે ફાંસી આપીને મેં દાદા અને પિતાનું સપનું પૂરું કર્યું છે.  જો સુરક્ષા આપવામાં આવશે તો હું ના નહિ પાડું, પણ ગર્વ અનુભવીશ.

Image Source

પવનને શુક્રવારે રાતે દિલ્લી તિહાડ જેલમાંથી મેરઠ જિલ્લા જેલમાં લાવવામાં આવ્યા હતા. મેરઠ જેલના અધિકારીએ હસ્તાક્ષર કર્યા હતા. હસ્તાક્ષર કર્યા બાદ મેરઠ જેલમાંથી રાતે કાંશીરામ કોલોની સ્થિત ઘર મોકલવામાં આવ્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.