જાણવા જેવું

જલેબીને ઈંગ્લીશમાં શું કહેવાય છે? માત્ર જીનિયસ જ કહી શકે છે, ક્લિક કરી વાંચો બધા સવાલના જવાબ

ઘણા લોકો એવા હોય છે જેઓ ખુદને સુપર ઇન્ટેલીજન્ટ માનતા હોય છે. વોટ્સઅપ પર આવેલા 2-4 ફોરવર્ડ મેસેજનો સાચો જવાબ આપીને પોતાની તુલના આઈસ્ટાઈન સાથે કરવા લાગે છે. આવા તમામ લોકો માટે આજે અમે અમુક ખાસ સવાલો લઈને આવ્યા છીએ. આ એટલે કેમ કે આ સવાલ ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે અને તેનો જવાબ આપવાની ક્ષમતા માત્ર ને માત્ર સુપર ઇન્ટેલીજન્ટ લોકોની પાસે હોય છે, તો જો તમે પણ ‘આઉટ ઓફ દ બોક્સ’ વિચાર ધરાવો છો તમારે પણ આ સવાલોના જવાબ જરૂર આપવા જોઈએ.આજકાલ લોકો વાતચીત કરવા માટે અંગ્રેજી ભાષાનો જ પ્રયોગ કરતા હોય છે. જેને વધારે અંગ્રેજી નહિ આવડતું હોય એ પણ વાતચીત કરતી વખતે તેમાં વચ્ચે વચ્ચે અંગ્રેજી શબ્દોનો પ્રયોગ તો કરતુ જ હશે. પરંતુ એવી ઘણી બધી વસ્તુઓ છે, જેના અંગ્રેજી નામ દરેકને નહિ આવડતું હોય. તો આજે એવી જ કેટલીક વાશુંઓના અંગ્રેજી નામ જાણીશું, જેના વિશે આપણે નહિ જાણતા હોઈએ…

1. સવાલ: આદર્શ અને અનુપમ નામના બે છોકરા May માં જન્મ્યા, તો પછી તેઓનો જન્મદિવસ જૂન માં શા માટે આવે છે?જવાબ: કેમ કે May એક શહેરનું નામ પણ છે.

2. સવાલ: અળધુ સફરજન કોના જેવું દેખાય છે?
જવાબ: બચેલા બીજા અળધા સફરજન જેવું.

3. સવાલ: એક આદમી 8 દિવસ ઊંઘ કર્યા વગર કેવી રીતે જીવી શકે?
જવાબ: કેમ કે તે રાતે ઊંઘ કરે છે.

4. સવાલ: શું તમે લગાતાર ત્રણ દિવસમાં નામ બોલી શકો છો? શર્ત એ છે કે તેમાં બુધવાર, શુક્રવાર અને રવિવાર આવવો ન જોઈએ?જવાબ: આજ, કાલ અને આવનારું કાલ.

5.સવાલ: જો હું તમારી બહેન સાથે ભાગી જાવ તો તમે શું કરશો?
જવાબ: મને ખુબજ ખુશી થશે કેમ કે મારી બહેન માટે તમારા કરતા સારો મૈચ નહિ મળે.

6. સવાલ: જલેબીને ઈંગ્લીશમાં શું કહેવાય છે?જવાબ: જલેબીને ઇંગ્લીશમાં ‘સીરપ ફિલ્ડ રિંગ’ કહેવામાં આવે છે કેમ કે તેમાં ખુબજ માત્રામાં રસ ભરેલો હોય છે.

7. સવાલ: પીકોક એક પક્ષી છે, પણ તે ઈંડા નથી આપતા, તો પછી તેના બચ્ચાં ક્યાંથી આવે છે:ઈંડા પીકોક નથી આપતા પણ પીહેન એટલે કે ઢેલ આપે છે.

8. સવાલ: તમે સવારે ઉઠો અને તમને જાણ થાય કે તમે ગર્ભવતી છો તો તમે શું કરશો?જવાબ: હું ખુબ જ ખુશ થઈ જાઈશ અને સૌથી પહેલા જઈને મારા પતિને આ ખબર સંભળાવીશ અને સેલિબ્રેટ કરીશ.

1. સોજી-
શિરો, ઉપમા વગેરે જેમાંથી બને છે તે સોજીને અંગ્રેજીમાં semolina કહેવામાં આવે છે.

2. ટીંડા –
ટીંડાનું શાક દરેકને નહિ ભાવતું હોય પરંતુ એ તો ખબર હોવી જોઈને કે ટીંડાને અંગ્રેજીમાં apple gourd કહેવામાં આવે છે.

3. સાબુદાણા-
આપણે ત્યાં ઉપવાસમાં જેની ખીચડી બને છે તે સાબુદાણાને અંગ્રેજીમાં tapioca sago કહેવામાં આવે છે.

4. હીંગ-
જેના વગર દાળનો વઘાર અધૂરો લાગે, તેવી દરરોજ ઉપયોગમાં આવતી હિંગને અંગ્રેજીમાં asafoetida કહેવાય છે.

5. ભજીયા-
ચોમાસુ આવે અને ચા સાથે ભજીયા ખાવાની ડિમાન્ડ વધી જાય, પણ બધાને નહિ ખબર હોય કે ભજીયાને અંગ્રેજીમાં fritters કહેવાય છે.

6. છીણી-
ગાજરને છીણીને હળવો બને, પણ ગાજર છીણવાં માટે જે છીણીનો ઉપોયોગ થાય છે, તેને અંગ્રેજીમાં grater કહેવાય છે.

7. ખાંડણી-
દરેકના ઘરમાં જોવા મળતી ખાંડણી કે જેમાં આદુ, લસણ, મરચા જેવી વસ્તુ વાટવામાં આવે છે તેને અંગ્રેજીમાં mortar કહેવામાં આવે છે.

8. વેલણ-
રોટલી વણવા માટે જે વેલનનો ઉપયોગ થાય છે તેને અંગ્રેજીમાં rolling pin કહેવામાં આવે છે.

9. ઓરસિયો-
જે પાટલી જેવી વસ્તુ પર લોટ મૂકીને વણવામાં આવે છે, ઘણા ઘરોમાં તેને ઓરસિયો કહેવાય છે, એ પાટલીને અંગ્રેજીમાં rolling board કહેવામાં આવે છે.

10. સાણસી, ચીપિયો-
રસોડામાં સૌથી વધુ કામમાં આવતી વસ્તુ એટલે સાણસી અને ચીપિયો, જેને અંગ્રેજીમાં tongs કહેવામાં આવે છે.

11. તુરિયા-
વેલા પર ઉગતા તુરીયા જે બહુ ઓછા લોકોને ભાવતા હશે, તેને અંગ્રેજીમાં Ridge Gourd કહેવાય છે.

12. મેથી-
મેથીના દાણાં, જે દાળમાં વઘારમાં નાખવા સિવાય પણ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે તેને અંગ્રેજીમાં fenugreek કહેવાય છે.

13. પરવળ-
પરવળનું શાક તો બધાને જ પસંદ આવતું હશે પણ પરવળને અંગ્રેજીમાં Pointed Gourd કહેવાય છે એ નહિ જાણતા હોય.

4. મખાના-
મખાના, ખાવાની ખૂબ જ મજા આવે પણ તેનું અંગ્રેજીમાં નામ ખબર છે? તેને અંગ્રેજીમાં Fox Nuts કહેવાય છે.

15. અળવી-
અળવીનું શાક એમ તો સ્વાદમાં બટાકાના શાક જેવું જ લાગે પણ તેને અંગ્રેજીમાં Colocasia roots કહેવાય છે.

16. સીતાફળ-
સીતાફળ સૌથી વધારે ટેસ્ટી અને બહુ બધા બીયા પણ હોય, પણ તેને અંગ્રેજીમાં custard apple કહેવાય છે.

17. અજમો-
પેટમાં દુખે ત્યારે મમ્મીનો અકસીર ઈલાજ અજમો, તેને અંગ્રેજીમાં carom seeds કહેવામાં આવે છે.

18. આંબળા-
વાળ માટે સૌથી સારા ગણાતા આંબળાને અંગ્રેજીમાં gooseberry ક્હેવાય છે.

19. દૂધી-

દૂધીનુ શાક બહુ ઓછા લોકોને ભાવતું હશે પણ તેના મુઠિયા બે હાથેથી ખાય, પણ તેને અંગ્રેજીમાં Bottle Gourd કહેવાય છે, એ ખબર હતી?

20. વરિયાળી-
જમ્યા પછી લગભગ દરેક વ્યક્તિને મુખવાસ યાદ આવે, અને મુખવાસ એટલે વરિયાળી, પણ તેને અંગ્રેજીમાં Fennel Seeds કહેવાય છે, હવે યાદ રાખજો.

21. ચીકુ-
ચીકુનો મિલ્કશેક તો પીવાની બહુ મજા આવે પણ અંગ્રેજીમાં ચીકુને શું કહેવાય? અંગ્રેજીમાં Sapodilla કહેવાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.