1-2 નહિ પરંતુ 120 મહિલાઓ સાથે નશાવાળી ચા પીવડાવીને જલેબી બાબાએ કર્યો રેપ, આટલા વર્ષની સજા મળી, વિશ્વાસ નહિ આવે

આપણા દેશમાં મહિલાઓ અને યુવતીઓ સાથે દુષ્કર્મ થવાની ઘટનાઓ છાસવારે સામે આવતી રહે છે. તો ઘણીવાર કેટલાક ઢોંગી બાબાઓ પણ મહિલાઓને પોતાનો શિકાર બનાવતા હોય છે અને તેમનો ભાંડો ફૂટતા જ હાહાકાર પણ મચી જતો હોય છે. હાલ એવા જ એક ઢોંગી અને કાળી કરતૂતો કરનારા એક બાબાની ધરપકડે લોકોમાં ઉહાપો મચાવ્યો છે. આ બાબાની કાળી કરતૂતોના એવો ભાંડો ફૂટ્યો કે લોકો પણ હેરાન રહી ગયા.

હરિયાણાના જલેબી બાબાના નામથી પ્રખ્યાત એવા બિલ્લુરામ ઉર્ફે અમરાપુરીને મહિલાઓ સાથે બરાત્કાર કરવાના આરોપમાં દોશી ગણાવ્યો છે. તેને એક બે નહિ પરંતુ 120 મહિલા સાથે નશા વાળી ચા પીવડાવીને દુષ્કર્મ આચર્યું હતું. આ ઢોંગી બાબા મહિલાઓને બ્લેકમેઇલ કરીને તેમની સાથે દુષ્કર્મ આચરતો હતો. ફતેહાબાદની કોર્ટે જલેબી બાબાને 14 વર્ષની સજા સંભળાવી છે.

આ ઉપરાંત કોર્ટ દ્વારા તેના પર 35 હજાર રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. જ્યારે 10 જાન્યુઆરીના રોજ જજ દ્વારા બાબાને સજા સંભળાવવામાં આવી તો સેંકડો મહિલાઓ સાથે દુષ્કર્મ અચરનારો જલેબી બાબા રડવા લાગ્યો અને રહેમની ભીખ માંગવા લાગ્યો. અપરાધી આ જલેબી બાબાના 120થી પણ વધુ અશ્લીલ વીડિયો પણ સામે આવ્યા છે. તે પહેલા ચામાં નશાની ગોળી ભેળવીને મહિલાઓને બેભાન કરી દેતો હતો.

જેના બાદ તે મહિલાઓ સાથે દુષ્કર્મ આચારતો અને તેમના વીડિયો પણ બનાવી લેતો. આ આખા સ્કેન્ડલનો ખુલાસો ત્યારે થયો જ્યારે 6 પીડિત મહિલાઓએ ન્યાય માટે ગુહાર લગાવી. આ બધી જ મહિલાઓએ કોર્ટમાં હાજર થઈને બાબાની કાળી કરતૂતોને ઉજાગર કરી દીધી. બિલ્લુરામ બાબા બાલકનાથ ડેરામાં બાબા હતા. તેમના વિરુદ્ધ પહેલીવાર વર્ષ 2018માં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદ પોલીસ અધિકારીના મોબાઈલ પર એમએમએસ દ્વારા આપી હતી. જેના બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.

Niraj Patel