ધાર્મિક-દુનિયા

“બાપાના પરચા અપરંપાર” વાંચો જલારામ બાપાની લાકડીનો એક રસપ્રદ પ્રસંગ, આજે પણ બાપા આ ગામમાં આપે છે પરચા

વીરપુરના જલારામ બાપાના પરચા જ કંઈક અપરંપાર છે, ગુજરાતમાં જ નહિ દુનિયાભરમાં જલારામ બાપાના પરચા સાંભળવા મળે છે. “જલારામ જ્યોત”નામના મેગેઝીનમાં આજે પણ બાપના પરચાઓની વાતો ગુંજતી રહે છે.

વીરપુર જલારામ બાપાના મંદિરમાં આજે પણ એક રૂપિયાનું દાન લીધા વિના પણ હજારો ભક્તો પેટભરીને જમાડવામાં આવે છે. બાપાએ કરેલા નિસ્વાર્થ કાર્યોના કારણે આજે પણ ભક્તોના દિલમાં તેમના માટે એક અલગ જ સ્થાન છે, તેમના પ્રત્યે શ્રદ્ધા છે, લાગણી છે. પરંતુ વીરપુર સિવાય બીજું પણ એક ગામ છે જ્યાં બાપાના પરચાઓની વાત આજે પણ થાય છે. બાપાએ પ્રસાદી સ્વરૂપે આપેલી લાકડીની આજે પણ આ ગામમાં પૂજા થાય છે.

જલારામ બાપાના ગુરુ સંત ભોજલરામ હતા. બાપા વીરપુરથી પોતાના ગુરુને મળવા અવાર-નવાર અમરેલી પાસેના ફતેપુરા ગામમાં ચાલીને જતા ત્યારે રસ્તામાં રાત રોકાવવા માટે કુકાવાવના ખજૂરી પીપળીયા ગામના પટેલ પરિવાર રામજીભાઈ હિદડને ત્યાં રાતવાસો કરતા કરતા. આ ગામ વર્ષો પહેલા ઠક્કર પીપળીયા તરીકે ઓળખાતું કારણ કે આ ગામમાં મોટાભાગે લોહાણા પરિવારના લોકો રહેતા. પરંતુ બાપાએ રામજીભાઈની મહેમાનગતિ સ્વીકારી અને તેમના ઘરે રાતવાસો કરવાનું નક્કી કર્યું હતું.

એકદિવસ બાપાએ રામજીભાઈને પ્રસાદી સ્વરૂપે પોતાની લાકડી આપી અને એ લાકડીને પૂજાઘરને બદલે રસોડામાં રાખવા માટે સૂચના પણ આપી. બાપાના કહ્યા અનુસાર રામજીભાઈએ તે લાકડીને રસોડામાં રાખી.

આજે પણ એ લાકડી એ ઘરના રસોડામાં જ સ્થાપિત છે. રામજીભાઈની પાંચમી પેઢીએ પણ એ લાકડીનું જતન કરવામાં આવે છે આ લાકડી રસોડામાં હોય એ ગામમાં કોઈ મંદિર નથી બનાવવામાં આવ્યું પરંતુ આજે પણ ઘણા લોકો આ લાકડીના દર્શન અર્થે આવે છે. બાપાની પ્રસાદીની લાકડીના દર્શને આવનાર ભક્તોને દૂધની પ્રસાદી આપવામાં આવે છે

અને આજદિન સુધી એ પ્રસાદી ક્યારેય પણ ખૂટી નથી એ બાપનો એક પરચો જ છે. વળી બાપાના દર્શને આવનાર ભાવિક ભક્તોની મનોકામના પણ દર્શન કરીને પૂર્ણ થાય છે. રામજીભાઈની પાંચમી પેઢી અને ગ્રામજનો પણ આ લાકડીનુ જતન કરે છે, બાપન પરચાઓને અનુભવે છે. કહેવાય છે કે આ લાકડી ચમત્કારિક છે. તમે તેને પોતાની વ્હેંત દ્વારા માપો તો દરેક વખતે માપ અલગ અલગ જ આવે.

જો કે એ રીતે હાલમાં કોઈને માપવા દેવામાં આવતું નથી પરંતુ દર સોમવારના દિવસે આ લાકડી ઉપર ઘી ચોપડવાની એક પરંપરા છે. દર સોમવારે અહીંયા ઘણી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે અને પ્રસાદીની લાકડી ઉપર ઘી લાગવી સ્પર્શ કરી ધન્ય થાય છે.