ઘોર કળયુગ: આ કારણે પત્નીએ ચાલુ કર્યું લફરું…હોટેલમાં આપત્તિજનક હાલતમાં ઝડપાઇ તો ખેંચતા ખેંચતા પોલિસ પાસે લઇ ગયો પતિ

પત્ની પ્રેમી જોડે હોટેલમાં રંગરેલિયા મનાવતી હતી અને પતિએ અચાનક જ દરવાજો ખખડાવ્યો પછી…

કહેવાય છે કે પતિ અને પત્નીનો સંબંધ તો સાત જન્મનો હોય છે પરંતુ હાલ તો એવો સમય આવી ગયો છે કે, ઘણા લોકો આ પતિ-પત્નીના બંધનને એક જન્મ પણ નિભાવી શકતા નથી. ઘણીવાર પતિ પત્નીને દગો આપતો હોય છે, તો ઘણીવાર એવી ઘટના સામે આવે છે કે, પત્ની પતિને દગો આપી પ્રેમી સાથે ઇશ્ક લડાવતી હોય છે.  હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે, જયાં પત્ની તેનો પતિ હોવા છત્તાં તેના પ્રેમી સાથે રંગરેલિયા મનાવી રહી હતી અને ત્યાં જ તેનો પતિ અચાનક આવી ગયો અને તેને આપત્તિજનક સ્થિતિમાં રંગેહાથ પકડી.

આ કિસ્સો જાલંધરનો છે. જાલંધરમાં બસ સ્ટેન્ડ પાસે એક હોટલમાં ગત શુક્રવારના રોજ ખૂબ જ હંગામો થઇ ગયો. અહીં એક વ્યક્તિએ તેની પત્નીને મોહલ્લાના એક યુવક સાથે હોટલના રૂમમાં રંગરેલિયા મનાવવા પકડી લીધી.પતિની બહેને તેનો પીછો કર્યો હતો અને તે બાદ આ પૂરી ઘટનાનો પર્દાફાશ થયો હતો.

મહિલાના પતિએ જણાવ્યુ કે, શુક્રવારે બપોરે તેની પત્નીએ કહ્યુ કે, તેને તેના પિયર ચૈગિટ્ટી બાયપાસ જવુ છે. રવિએ જવાની ના કહી દીધી. તેને નીકળ્યાને હજી તો 5 મિનિટ થઇ તો પત્ની રિક્ષામાં બેસી અને તેની પાછળ એક યુવક બાઇક પર આવ્યો. તેના પાછળ પતિની બહેન પણ આવી ગઇ. તે બાદ પતિની બહેને તેની ભાભીનો પીછો કર્યો તો બસ સ્ટેન્ડ નજીક એક હોટલમાં તેને રંગેહાથ પકડવામાં આવી.

પતિએ આરોપ લગાવ્યો કે બંને ભાઇ બહેન બનીને હોટલમાં રોકાયા હતા. જયારે હોટલવાળાને પતિએ કહ્યુ કે, તેમની પત્ની કોઇ બીજા પુરુષ સાથે છે તો હોટલવાળા કહ્યુ કે, તમારી ભૂલ થાય છે. તે તો ભાઇ બહેન છે. તેમણે માત્ર 300 રૂપિયામાં હોટલનો રૂમ બુક કરાયો હતો. પતિએ આરોપ લગાવ્યો છે કે, હોટલમાં ખુલ્લેઆમ ખોટો ધંધો થઇ રહ્યો છે પરંતુ આ પર કોઇ રોક ટોક નથી. તેમના લગ્નને 5 વર્ષ થઇ ચૂક્યા છે અને તેમને કોઇ બાળક પણ નથી. ચાર વાર પત્ની ગર્ભવતી થઇ પરંતુ બાળક ખરાબ થઇ ગયુ.

પતિએ માંગ કરી છે કે તેની પત્ની અને યુવકની મેડિકલ તપાસ થવી જોઇએ અને તેમાન વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. પતિએ કહ્યુ કે, તેને ઘણા સમયથી શક હતો પરંતુ કોઇ સાબિતી ન હોવાને કારણે તે કંઇ કહી શકતો ન હતો. આ વિશે પત્નીનું કહેવુ છે કે, તેનો પતિ તેને સમય આપતો હતો નહિ. પત્નીએ કબૂલ્યુ કે, પરિણિત હોવા છત્તાં તેનું અફેર ચાલી રહ્યુ હતુ.

પત્નીએ તેના પતિ પર પણ આરોપ લગાવ્યો છે  કે, તેણે પતિના ફોનમાં કેટલીક છોકરીઓના નંબર રાખ્યા છે અને કેટલાક બ્લોક લિસ્ટમાં પણ  છે. પતિએ આ આરોપોને ખોટા સાબિત કરતા તેની કોલ ડિટેલ ચેક કરવાનુ પણ ચેલેન્જ આપ્યુ છે. હાલ તો પોલિસ આ મામલે કાર્યવાહી કરી રહી છે.

Shah Jina