ઇન્ટરનેશનલ બાઇક રાઇડર પતિની હત્યા, અનેક પુરુષો સાથે બૈરાનું હતું લફરું, હત્યાનો પ્લાન પાક્કો બનાવ્યો હતો પણ

એ કાતિલ અને લફરાબાજ પત્ની જેણે પતિની હત્યા માટે પસંદ કર્યુ રણ , લોહી નીકાળ્યા વગર આવી રીતે હત્યા કરી, પછી જણાવ્યુ ભૂખ્યા-તરસ્યા રહેવાને કારણે થઇ હતી મોત

ગુજરાત સહિત દેશભરમાંથી અનેકવાર હત્યાના ચકચારી ભરેલા કિસ્સાઓ સામે આવતા રહે છે.ઘણીવાર અંગત અદાવતમાં તો ઘણીવાર અવૈદ્ય સંબંધોના ચક્કરમાં હત્યા નિપજાવવામાં આવતી હોય છે. ત્યારે હાલમાં એક એવો ચકચારી કિસ્સો સામે આવ્યો છે, જે સાંભળી તમારી અક્કલ કામ નહિ કરે. રાજસ્થાનના જેસલમેરમાં કેરળના એક બાઇકરની રહસ્યમય મોતને ચાર વર્ષ બાદ પોલિસે ઉકેલી નાખી છે. પોલિસે તે બાઇકરની પત્નીની હત્યાના આરોપમાં ધરપકડ પણ કરી છે. કપલના બે મિત્રોની પણ આ મામલે ધરપકડ કરાઇ છે.

જણાવી દઇએ કે, લગભગ ચારેક વર્ષ પહેલા વર્ષ 2018માં જેસલમેર ફરવા ગયેલ બાઇક રેસર અસ્બાક મોનની સંદિગ્ધ હાલતમાં મોત થઇ હતી. આ મામલે પોલિસે હત્યાની માસ્ટરમાઇન્ડ મહિલા એટલે કે મૃતકની પત્ની સુમેરાની ધરપકડ કરી છે. લગભગ બે વર્ષ પહેલા હત્યામાં સામેલ બે લોકોની પોલિસે ધરપકડ કરી હતી. જે બાદ પોલિસ દ્વારા માસ્ટર માઇન્ડ સુમેરાને પકડવાના સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. પરંતુ ચાલાક સુમેરા પોલિસના હાથે લાગી રહી ન હતી. પોલિસ દ્વારા શાતિર માસ્ટરમાઇન્ડની ગત શુક્રવારના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

સુમેરાએ પોતાના આશિક સાથે મળી પતિની હત્યા કરાવી હતી. સુમેરાનુ લગ્ન બાદ પણ અફેર ચાલી રહ્યુ હતુ અને આ કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થઇ રહ્યા હતા. સુમેરાએ પતિને રસ્તામાંથી હટાવવાનો આશિક સાથે મળી પ્લાન બનાવ્યો. બેંગ્લોર નિવાસી બાઇક રેસર અસ્બાત મૌન ઘારોટ 11 ઓગસ્ટ 2018ના રોજ બેંગલુરુથી પોતાના સાથી સંજય કુમાર, વિશ્વાસ એસડી અને અબ્દુલ સાબિક સાથે જેસલમેર માટે રવાના થયા હતા. 14 અને 15 ઓગસ્ટના રોજ અસ્બાકની તેની પત્ની સુમેરા પરવેજ સાથે વાત પણ થઇ હતી.

17 ઓગસ્ટના રોજ અસ્બાકની લાશ શાહગઢ વિસ્તારમાં રેતના ઘોરો પાસે સંદિગ્ધ અવસ્થામાં મળી આવી હતી. તે બાદ તેની પત્ની પોતાના પિતા સાથે જેસલમેર આવી અને પોલિસમાં રીપોર્ટ દાખલ કરાવ્યો. જેના પર પોલિસે તપાસ કરી આને દુર્ઘટના માની ફાઇનલ રીપોર્ટ તૈયાર કરી ફાઇલ બંધ કરવાની તૈયારી કરી લીધી હતી. આ વચ્ચે મૃતકની માતા અને ભાઇએ એક પરિવાદ મોકલી તેના મોત પર શક જાહેર કર્યો. જેના પર પરિવાદમાં અંકિત બિંદુઓ તપાસી તપાસ અધિકારીની રીપોર્ટ પર તત્કાલિન પોલિસ અધિક્ષક ડો.અજયસિંહ દ્વારા આ મામલે હત્યાનું પ્રકરણ દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી.

જેમાં હત્યાની બધી પરતો ખુલી ગઇ. પોલીસે અસ્બાકના મોતની ફાઈલ બંધ કરવાની તૈયારી કરી લીધી હતી. સુમેરાએ કહ્યું હતું કે પતિની મોતના કિસ્સામાં કોઈ શંકા નથી. આ પછી એવું માનવામાં આવતું હતું કે અસ્બાકનું મોત ભૂખ અને તરસથી થયુ હશે. આ પછી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અસ્બાકના મોતનું કારણ ગરદનના ભાગે ઈજા હોવાનું સામે આવ્યુ હતું. આ પછી પોલીસને સુમેરા પર શંકા ગઈ. પોલીસ તપાસમાં હત્યાના સ્તરો બહાર આવ્યા.કેસની તપાસમાં પોલીસે તેના મિત્રોની પૂછપરછ કરી અને કોલ ડિટેઈલ પણ તપાસવાનું શરૂ કર્યું.

Image source

આ કેસમાં લગભગ બે વર્ષ પહેલા પોલીસે ગુજરાતમાંથી સંજય કુમાર અને વિશ્વાસ એસડીની ધરપકડ કરી હતી. અસ્બાકની હત્યામાં તેની પત્ની સુમેરા પરવેજ પણ સામેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું. ઘણા સમયથી પોલીસ સુમેરાને શોધી રહી હતી. ત્યારે આખરે પોલીસે 13 મે શુક્રવારના રોજ સુમેરાની કર્ણાટકથી ધરપકડ કરી હતી.પોલિસ હત્યા બાદથી આરોપી મહિલાને શોધી રહી હતી. આરોપી સુમેરા વારંવાર પોતાના ઠેકાણા બદલી રહી હતી. સાથે જ પોલિસથી બચવા માટે તે પોતાનો મોબાઇલ નંબર પણ બદલી દેતી.

Image source

એવામાં તેને શોધવી એ પોલિસ માટે ઘણુ ચુનોતી ભરેલુ હતુ. હાલમાં જ પોલિસને જાણકારી મળી કે તે કર્ણાટકમાં છે અને તે બાદ જેસલમેરથી પહોંચેલી પોલિસ ટીમે તેની ધરપકડ કરી લીધી. હત્યારી સુમેરાને પોલિસે તેના એક મિત્રના ઘરેથી પકડી. પોલિસ ફ્લેટમાં દાખલ થઇ તો તે તેનો સામાન પેક કરી બીજી જગ્યાએ ભાગવાની ફિરાકમાં હતી.

Shah Jina