સવારે 4 વાગે મિત્રો સાથે ફરવા નીકળેલી હોટલ મેનેજમેન્ટની વિદ્યાર્થીની કાર બેકાબુ બનીને ચાર પલટી ખાઈ ગાઈ, થયું મોત

છેલ્લા ઘણા સમયથી દેશભરમાં અકસ્માતના ઘણા કિસ્સાઓ સામે આવી રહી છે. ઘણા ગમખ્વાર અકસ્માતની અંદર કેટલાય માસુમ લોકોના જીવ પણ ચાલ્યા જતા હોય છે ત્યારે આવી જ એક ઘટના હાલ સામે આવી છે, જેમાં મિત્રો સાથે ફરવા નીકળેલી અને એક નામચીન હોટલમાં ઇન્ટર્ન કરી રહેલી હોટેલ મેનેજમેન્ટની વિધાર્થીનીનું મોત નીપજ્યું હતું.

આ ઘટના બની છે જયપુરમાં. જ્યાં મંગળવારના રોજ એક પૂર પાટ ઝડપે દોડી રહેલી કાર પલટી ખાઈ જવાના કારણે 25 વર્ષની પ્રિયંકા દત્તાનું મોત થઇ ગયું હતું. આ કાર અનિયંત્રિત થઈને ત્રણ-ચાર વાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં પાછળ બેઠેલી પ્રિયંકાનું મોત થઇ ગયું. આ દુર્ઘટના સવારે 4થી 5 કલાકની વચ્ચે ગોનેર રોડ ઉપર દાંતલી ગામના ટી પોઇન્ટ ઉપર ઘટી હતી. ગાડી ચલાવી રહેલા પ્રિયંકાના મિત્રો દીવાંશું ઢોલિયા અને હિમાંશુ શ્રીમાળી પણ ઘાયલ થઇ ગયા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર પ્રિંયકા દત્તા મૂળ ઉત્તર પ્રદેશના લખનઉની રહેવાસી છે. તે લખનઉની કોલેજમાંથી મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહી હતી. અને 30 જુલાઈના રોજ જયપુર આવી હતી. તે જવાહર સર્કલ પાસેની એક નામી હોટલમાં ઇન્ટર્ન કરી રહી હતી. પ્રિયંકા દુર્ગાપુરમાં એક પીજીનો ભાડે રૂમ લઈને રહેતી હતી. આ ઉપરાંત ઘાયલ થયેલા તેના બંને મિત્રો ખાનગી નોકરી કરતા હતા.

પોલીસ દ્વારા પ્રિયંકાના પરિવરજનોના લખનઉથી આવવા ઉપર તેનું શબનું બુધવારના રોજ પોસ્ટમોર્ટમ કરાવ્યું. જેના બાદ તેના પરિવારજનો પ્રિયંકાના શબને લઈને ઉત્તર પ્રદેશ માટે રવાના થયા. પ્રિયંકાની માતા સુમિતા દત્તાએ કાર ડ્રાઈવર દીવાંશું ઢોલિયા વિરુદ્ધ રામનાગરિયા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ ત્રણેય સારા મિત્રો હતા. બુધવારે સવારે 4 વાગે દીપાંશુ તેની કાર લઈને હિમાંશુ અને પ્રિયંકા સાથે ફરવા માટે નીકળ્યો હતો. તે જગતપુર થઈને ગોનેર રોડ પહોંચ્યો હતો. ત્યાં જ આ અકસ્માત સર્જાયો હતો. ગ્રામીણ વિસ્તાર હોવાના કારણે રોડ ઉપર અવર જ્વર ઓછી હતી. એવામાં કારમાં ફસાયેલા હોવા બાદ હિમાંશુને ભાન આવ્યું, તેને પરિવારજનોને ફોન કર્યો, જેના બાદ ત્રણેય ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. જ્યાં પ્રિયંકાનું મોત થઇ ગયું.

Niraj Patel