પતિ બિહારમાં કમ્પાઉન્ડર, પત્નીની રાજસ્થાનમાં જોબ કરતી હતી, અચાનક જ ભણેલી ગણેલી પત્નીએ કરી આત્મહત્યા…કારણ નીકળું ચોંકાવનારું

આટલી સુંદર અને ભણેલી ગણેલી હોશિયાર પત્નીએ કરી આત્મહત્યા, એક ફોન આવ્યો અને એન્જીન્યર પત્નીએ નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર આત્મહત્યાના કિસ્સાઓ આવતા રહે છે. ઘણીવાર આપઘાતના કારણોમાં પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ હોય છે તો ઘણીવાર ઘરેલુ ઝઘડા…હાલમાં એક ખૂબ જ હ્રદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. જેમાં નદીમાં કૂદી આત્મહત્યા કરવાવાળી એન્જીનિયર પત્નીને બચાવવા માટે કૂદેલા કંપાઉન્ડર પતિની પણ મોત થઇ ગઇ. આ મોત પાછળ કારણ પણ સામે આવ્યુ છે, જેમાં એવું છે કે, એન્જીનિયર મહિલા ઇચ્છતી હતી કે જયપુરમાં ટ્રાન્સફર થાય. તેને ખબર પડી કે તેનું જયપુર ટ્રાન્સફર નથી થઇ શકતુ તો ગુસ્સામાં તેણે આપઘાત કરી લીધો.

ત્યાં હવે બીજી બાજુ દંપતિના 10 મહિનાના સંતાનની કસ્ટડીને લઇને ઘરમાં વિવાદ થઇ ગયો છે. આ મામલો રાજસ્થાનના જયપુરમાંથી સામે આવ્યો છે. આ ઘટના શનિવારે સાંજે બની હતી. જયપુરની 25 ફૂટ ઊંડી દ્રવ્યવતી નદીમાંથી પતિ-પત્નીના મૃતદેહ મળી આવ્યા હતા. તેમની ઓળખ 32 વર્ષીય તરુણ અને 28 વર્ષીય મધુ તરીકે થઈ હતી. નદીમાં કૂદી પડેલા દંપતીને લોકોની મદદથી જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલિસ બંનેને તાત્કાલિક જયપુરિયા હોસ્પિટલ લઈ ગઇ હતી, જ્યાં ડોક્ટરોએ દંપતીને મૃત જાહેર કર્યા હતા.

મૃતક તરુણનો પરિવાર જયપુરમાં રહે છે. જેને કારણે તરુણ તેની પત્ની મધુબાલાને સુરતગઢ થર્મલ પાવર પ્લાન્ટમાંથી જયપુર ટ્રાન્સફર કરાવવા ઈચ્છતો હતો. મધુબાલા પણ જયપુર ટ્રાન્સફર થવા રાજી થઈ ગઈ હતા. શનિવારે પતિ તરુણ ટ્રાન્સફર માટે કોઈને મળવા આવ્યો હતો. તરુણના મોબાઈલ પર બપોરે 2:30 વાગ્યા આસપાસ ફોન આવ્યો હતો. ફોન કરનારે કહ્યું કે મધુબાલાને જયપુર ટ્રાન્સફર કરી શકાય નહીં.

તરુણે તેની પત્નીને આ અંગે જણાવ્યું અને આ વાત સાંભળીને મધુબાલા કંઈ પણ બોલ્યા વગર ઘરની બહાર નીકળી ગઈ અને નદીમાં કૂદી ગઇ. પત્નીને બચાવવા માટે પતિએ પણ નદીમાં ઝંપલાવ્યું હતું. જો કે, કમનસીબે બંનેનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. અલવરની રહેવાસી મુધાબાલાના લગ્ન 2019માં થયા હતા. મધુબાલા અને તરુણ કુમારને દસ મહિનાની બાળકી પણ છે. પોલીસે જણાવ્યું કે મુધબાલા સુરતગઢ થર્મલ પાવર પ્લાન્ટમાં AENની પોસ્ટ પર હતી.

પતિ તરુણ કુમાર બિહારની પટના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ એ-ગ્રેડ (કમ્પાઉન્ડર)ના પદ પર હતા. મૃતક તરુણના માતા-પિતા અને ભાઈ ગણપતિ નગર શિપ્રપથમાં રહે છે. બંને 4 દિવસ પહેલા ઘરે આવ્યા હતા.મૃતકના પરિવારજનોનું કહેવું છે કે મધુબાલા જોધપુરથી ડિપ્રેશનની દવા પર હતી. ડોક્ટરે એક ગોળી બંધ કરવાની ના પાડી હતી, તે છત્તાં પણ તેણે બંધ કરી દીધી હતી.

Shah Jina