શ્રદ્ધા જેવો હત્યાકાંડ, ભત્રીજાએ કાકીની હત્યા કરી લાશના કર્યા 8 ટુકડા, પછી સૂટકેસમાં ભરી લાશ, નિકાલ કર્યા પછી કર્યુ એવું કે….

આ નરાધમે કાકીના ટુકડા કરીને ભત્રીજાએ ગંગામાં સ્નાન કર્યું, શ્રદ્ધા જેવો હત્યાકાંડ

દેશભરમાં ચકચારી જગાવનાર શ્રદ્ધા હત્યાકાંડ જેવો એક મામલો સામે આવ્યો છે. એક ભત્રીજાએ તેના કાકીની હત્યા કરી અને પછી લાશના આઠ ટુકડા કરી તેનો નિકાલ કરી દીધો. રાજસ્થાનના જયપુરમાં 60 વર્ષીય સરોજ શર્માની હત્યા કેસમાં પોલિસે તેના ભત્રીજાની ધરપકડ કરી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર વિદ્યાનગર પોલીસે 18 ડિસેમ્બરે જણાવ્યું હતું કે, “આશંકા છે કે આરોપી અનુજ શર્મા માનસિક રીતે રોગી છે અને તેણે ગુસ્સામાં આવીને આ પગલુ ભર્યુ છે.” હત્યા બાદ આરોપીઓ લાશને છુપાવવા માટે છરી વડે કાપવાનો પ્રયાસ કર્યો પણ તેમાં સફળતા ન મળતા તે બજારમાંથી માર્બલ કટર લાવ્યો અને પછી લાશના આઠ ટુકડા કર્યા.

જેને દિલ્હી-સીકર હાઈવે પર ત્રણ અલગ-અલગ જગ્યાએ ટ્રોલી બેગમાં ફેંકવામાં આવ્યા હતા. દિલ્હીના શ્રધ્ધા મર્ડર કેસ જેવો જ આ મામલો રાજસ્થાનની રાજધાની જયપુરમાં સામે આવ્યો છે. પોલીસે 11 ડિસેમ્બરે બનેલી ઘટનાનો ખુલાસો કર્યો છે. મળતી માહિતી મુજબ, ઘટના શહેરના વિદ્યાધર નગરના સેક્ટર-2ની છે. મૃતક સરોજ દેવીની પુત્રીઓ પૂજા અને મોનિકા શર્માએ 16 ડિસેમ્બરે પોલીસ સ્ટેશનમાં તેમની માતાના ગુમ થવાનો કેસ નોંધાવ્યો હતો. બંનેએ તેમની માતાની હત્યા માટે તેમના કાકાના પુત્ર અનુજ શર્મા પર શંકા વ્યક્ત કરી હતી.

બંને બહેનોએ પોલીસને જણાવ્યું કે તેમના પિતાનું 1995માં અવસાન થયું હતું. આ પછી માતા સરોજ દેવી કાકા બદ્રી પ્રસાદ શર્મા સાથે વિદ્યાધર નગરમાં રહેતી હતી. તે છેલ્લા 3-4 વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહી હતી. તેમની કીમોથેરાપી પણ ચાલી રહી હતી.સરોજ દેવીને બે પુત્રીઓ પૂજા, મોનિકા અને એક પુત્ર અમિત છે. બંને દીકરીઓ પરિણીત છે અને દીકરો વિદેશમાં રહે છે. પૂજા તેના પતિ સાથે બિકાનેરમાં તેના સાસરે રહે છે. પૂજાએ પોલીસને જણાવ્યું કે 12 ડિસેમ્બરે અનુજે તેને ફોન કર્યો અને કહ્યું કે બડી મમ્મી 11 ડિસેમ્બરની બપોરથી ક્યાંક ચાલી ગઈ છે.

તેના ગુમ થવાનો કેસ વિદ્યાધર નગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. પૂજાએ આ અંગે તેની મોટી બહેન મોનિકને જાણ કરી હતી. માતાના ગુમ થવાના સમાચાર મળતા જ મોનિકા પિયર આવી. 13 ડિસેમ્બરના રોજ, મોનિકાએ અનુજને દિવાલ પરના લોહીના ડાઘ સાફ કરતો જોયો. જ્યારે તેણે અનુજને આ અંગે પૂછ્યું તો તે અહીં-તહીં બહાના કરવા લાગ્યો. આનાથી મોનિકાની તેના પરની શંકા વધુ ઘેરી બની. જ્યારે મોનિકાએ પૂજાને આ વાતની જાણ કરી તો તે પણ 15 ડિસેમ્બરે તેના મામાના ઘરે આવી હતી. જ્યારે પૂજા ઘરે પહોંચી ત્યારે તેણે તેની બહેન મોનિકાને અનુજ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તે હરિદ્વાર ગયો હતો.

બંને બહેનો જ્યારે એકબીજાની વચ્ચે વાત કરતી હતી ત્યારે અનુજ પરની તેમની શંકા વધુ ઘેરી બની હતી. આ પછી, 16 ડિસેમ્બરે, તેણે પોલીસ સ્ટેશનમાં માતા સરોદ દેવીના ગુમ થવાનો કેસ નોંધાવ્યો. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી અને આરોપી અનુજ શર્માને કસ્ટડીમાં લીધો. કડક પુછપરછ બાદ આરોપીએ પોતાનો ગુનો કબુલ્યો. પોલીસે જણાવ્યું કે આરોપી અનુજ ‘હરે ક્રિષ્ના’ આંદોલન સાથે જોડાયેલો છે. 11 ડિસેમ્બરે તે ભજન-કીર્તન માટે દિલ્હી જવાનો હતો. જ્યારે તેણે સરોજ દેવીને આ વાત કહી તો તેણે તેને જવા દેવાની ના પાડી.

આનાથી અનુજ ગુસ્સે થઈ ગયો અને માથા પર હથોડી મારીને તેમની હત્યા કરી દીધી. હત્યા બાદ તેણે મૃતદેહને છરી વડે કાપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમ ન થતા તે બજારમાંથી કટર લાવ્યો. મૃતદેહનો નિકાલ કર્યા પછી અનુજ 13 ડિસેમ્બરે હરિદ્વાર જવાનું કહીને ઘરેથી નીકળી ગયો. તેણે ગંગાસ્નાન કર્યા પછી ગંગાજળ લીધું. પૂછપરછ દરમિયાન અનુજે જણાવ્યું કે કાકીને માર્યા બાદ તે ખૂબ રડ્યો હતો. પરંતુ જેમ-તેમ તેણે પોતાની જાતને સંભાળી લીધી, પરિવારની બદનામીનો ડર તેને પરેશાન કરવા લાગ્યો. તેને ભવિષ્ય અને ધાર્મિક સંસ્થાની ચિંતા થઈ ત્યારે તેણે મૃતદેહનો નિકાલ કરવાની તૈયારી શરૂ કરી.

Shah Jina