શ્રદ્ધાની જેમ આ અંજલી બીજા ધર્મમાં લગ્ન કરવા ગઈ, પતિના સંબંધીઓએ ઠોકી દીધી ગોળી, જાણો પછી શું થયું

દીકરીઓ હવે તો સુધરો…અંજલી અબ્દુલ લતિફ સાથે કર્યા નિકાહ, ઘરવાળાએ ઠોકી દીધી ગોળી, જાણો પછી શું થયું

આજ કાલ દેશભરમાં જો કોઇ હત્યાના કિસ્સાની વધારે ચર્ચા થઇ રહી હોય તો તે છે દિલ્લીના મહરૌલીનો શ્રદ્ધા હત્યાકાંડ. જો કે, શ્રદ્ધા હત્યાકાંડ પછી પણ ઘણા એવા કિસ્સા સામે આવી ગયા જેમાં કોઇ છોકરીની હત્યા કરવામાં આવી હોય, તેમાં એક છે આયુષી યાદવ કે જેની તેના પિતા દ્વારા જ ગોળી મારી હત્યા કરી દેવામાં આવી અને પછી તેની લાશને ટ્રોલી બેગમાં પેક કરી ઘરથી લગભગ 150 કિમી દૂર ફેંકી દેવામાં આવી. ત્યારે આજે વધુ એક હત્યાનો મામલો સામે આવ્યો છે.

જયપુરમાં બુધવારે સવારે એક 26 વર્ષની યુવતિને બાઇક સવાર બે યુવકોએ પાછળથી ગોળી મારી દીધી. હાલ તે યુવતિની હાલત ગંભીર છે. તેના પતિનો આરોપ છે કે આ વારદાતમાં તેનો મોટો ભાઇ સામેલ છે. તેનું એ પણ કહેવુ છે કે તેણે અને પીડિત યુવતિએ એક વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા. આ લગ્નથી પરિવાર નાખુશ હતો. તેનો મોટો ભાઇ તેમને સતત પરેશાન કરી રહ્યો હતો, જેની તેણે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી. યુવતિનું નામ અંજલી છે અને તેના પતિનું નામ અબ્દુલ લતિફ છે.

લતીફનો આરોપ છે કે તેના મોટા બાઇ અબ્દુલ અજીજનો મિત્ર રિયાઝ હુમલો કરવા આવ્યો હતો અને તેણે ગોળી મારી હતી. લતીફનું એવું પણ કહેવુ છે કે આ ઘટના સમયે તે ઓફિસમાં હતો. અચાનક તેને ફોન આવ્યો કે, અંજલીને કોઇએ ગોળી મારી દીધી છે. તે સીધો જ હોસ્પિટલ પહોંચ્યો . અંજલીએ તેને જણાવ્યુ કે, સ્કૂટી સવાર ફોન પર વાત કરતા આવી રહ્યા હતા. રિયાઝનો અવાજ લાગી રહ્યો હતો. તે કોઇને પૂછી રહ્યો હતો કે ગોળી કયાં મારવાની છે.

અંજલીને પીઠમાં ગોળઈ લાગવાને કારણે તે બેહોંશ થઇને રસ્તા પર પડી ગઇ. તેને કાંવટિયા હોસ્પિટલ લઇ જવામાં આવી, જ્યાંથી તેને એસએમએસ રેફર કરી દેવામાં આવી. અહીં ટ્રોમા સેન્ટરમાં તેની સારવાર ચાલી રહી છે. અંજલી જયપુરના મુરલીપુરામાં પલ્લવી સ્ટુડિયો પાસે રહે છે. બુધવારે સવારે તે 10 વાગ્યે કામ પર જવા ઘરેથી ચાલતી નીકળઈ હતી, ઘરથી દોઢ કિલોમીટર દૂર સવારે 10.29 વાગ્યા આસપાસ તેના પર હુમલો થયો. અંજલી આયુર્વેદિક દુકાન પર જોબ કરે છે.

લતીફે કહ્યુ કે, લગ્ન બાદથી જ પરિવારના લોકો તેના પર ઘરે પરત ફરવાનું દબાણ બનાવી રહ્યા હતા. તે અંજલીને છોડવા માટે કહેતા હતા. એકવાર તો અજીજ મને જબરદસ્તી ઉઠાવી ગયો હતો. આ સંબંધમાં તેણે પોલિસ સ્ટેશનમાં એફઆઇઆર પણ દાખલ કરાવી હતી. પરંતુ કાર્યવાહી ન થઇ. પોલિસથી કોઇ સુરક્ષા પણ ન મળી. આ વચ્ચે અંજલીની માતા પણ દીકરીને જોવા હોસ્પિટલ પહોંચી હતી. તેમણે કહ્યુ કે, બદમાશોની જલ્દી જ ધરપકડ કરવામાં આવે. મારી દીકરી તેના પતિ સાથે ખુશ હતી. જેણે આ કૃત્ય કર્યુ છે, તેની જલ્દી ધરપકડ કરવામાં આવે.

Shah Jina