ઘાઘરો પહેરીને ન્યુયોર્કની ગલીઓમાં આ બે યુવાનોએ મચાવ્યો હુડદંગ, “ડોલા રે ડોલા રે..” ગીત પર એવા નાચ્યા કે લોકો જોતા જ રહી ગયા, જુઓ વીડિયો

આ ભારતીય યુવકે વિદેશી યુવક સાથે ઘાઘરો પહેરીને સાફો પાડી દીધો… એવો કર્યો ડાન્સ કે જોઈને તમે પણ તેમના ફેન બની જશો.. જુઓ વીડિયો

ડાન્સના દીવાના દુનિયાભરમાં ફેલાયેલા છે અને તેમાં પણ બોલીવુડના કેટલાક ગીતો એવા છે જેણે આખી દુનિયામાં પોતાની આગવી છાપ છોડી છે અને ઘણા વિદેશી કન્ટેન્ટ ક્રિએટરો પણ આ ગીતો પર પોતાના ડાન્સ વીડિયો બનાવતા હોય છે. ત્યારે આવો જ એક ભારતીય ડાન્સર જે હાલ અમેરિકામાં રહે છે તે પણ વિદેશમાં પોતાના ડાન્સથી ધૂમ મચાવતો રહે છે.

હાલમાં જ આ ભારતીય ડાન્સર જૈનિલ મહેતાએ તેના સોશિયલ મીડિયામાં એક ડાન્સ વીડિયો શેર કર્યો છે. જે લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં જૈનિલ અને કેનેડાનો એલેક્સ વોન્ગ રંગબેરંગી ઘાઘરામાં ન્યુયોર્કની ગલીઓમાં દેવદાસ ફિલ્મના લોકપ્રિય ગીત “ડોલા રે ડોલા રે” પર જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

તેમનો આ વીડિયો લોકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે અને યુઝર્સ પણ તેમના આ ડાન્સના દીવાના બની ગયા છે. આ વીડિયોને શેર કરવાની સાથે જૈનીલે કેપશનમાં લખ્યું છે, “જયારે ન્યુયોર્ક શહેરમાં બે ડાન્સરે એક સાથે “ડોલા” કર્યું, અમારા પગને પણ શાંતિ મળી.” તો આ ઉપરાંત જૈનીલે કોમેન્ટમાં પણ લોકોને પૂછ્યું છે કે, “આમ ઐશ્વર્યા રાય બચ્ચન અને માધુરી દીક્ષિત નેને કોણ છે ?”

 

View this post on Instagram

 

A post shared by Alex Wong (@alexdwong)

તેમનો આ ડાન્સ જોઈને યુઝર્સની કોમેન્ટમાં પણ વણઝાર જામી છે. કોમેન્ટમાં લોકો તેમની પ્રસંશા કરતા થાકતા નથી. એક યુઝર્સ દ્વારા  લખવામાં આવ્યું કે, “પ્રેમ ! અને મને એ પણ પસંદ આવ્યું કે પાછળ ચાલનારા લોકો પર તેનો કોઈ પ્રભાવ ના પડ્યો. એકદમ ન્યુયોર્ક વાળી વસ્તુ.” તો બીજા યુઝર્સે લખ્યું, “આ મારી મનગમતી બૉલીવુડ ફિલ્મ છે. તમે લોકોએ કમાલ કરી દીધી.”

Niraj Patel