કહેવાય છે કે બાળકો ભગવાનનું રૂપ હોય છે અને તેમનું મન એકદમ સાફ હોય છે. ત્યારે આજે એવા જ કેટલાક બાળકો દ્વારા ચાલતી એક સંસ્થા વિશે વાત કરીએ કે જેમના વિશે જાણીને ચોક્કસથી એવું કહેવાનું મન થઇ જશે કે જો આપણા દેશનું ભવિષ્ય આવા બાળકોના હાથમાં હોય તો આપણો દેશ ચોક્કસ વૈશ્વિક કક્ષાએ એક અલગ જ સ્થાન પામતા કોઈ રોકી શકશે નહિ.

છત્તીસગઢના રાજનંદગામના બાળકોએ સમાજને શ્રેષ્ઠ બનાવવાનું બીડું જડ્પ્યું છે. લગભગ 18 મહિના પહેલા કેટલાક બાળકોએ મૂંગા પશુ-પક્ષીઓની મદદ અને રક્તદાન માટે એક સંસ્થા બનાવી, જેનું નામ જૈનમ વેલ્ફેર ફાઉન્ડેશન રાખ્યું.

આ સંસ્થાની ખાસિયત એ છે કે આ ગ્રુપના મોટાભાગના સભ્યોની ઉંમર 20 વર્ષથી નાની છે, પણ તેમનો તાલમેલ એટલો જોરદાર છે કે જો કોઈની પરીક્ષા હોય તો તેના બદલે બીજો સભ્ય પશુઓની મદદ માટે પહોંચી જાય છે. તેઓ રાત-દિવસ જોયા વિના જ એક કોલ પર હાજર થઇ જાય છે.

શરૂઆતમાં આ બાળકો શહેરના રખડતા ઢોરોના ખાવા-પીવાની વ્યવસ્થા કરવાનું, ઉનાળામાં આ મૂંગા પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવાનું કામ આ બાળકો કરતા હતા. આ સાથે જ તેઓ દુર્ઘટનામાં ઘાયલ જાનવરોને હોસ્પિટલ લઇ જવાનું અને તેમની સારવાર કરાવવાનું, પ્લાસ્ટિક ખાઈને બીમાર થયેલી ગાયોનો તરત ઈલાજ કરાવવાનું અને સારસંભાળ રાખવાનું કામ પણ આ બાળકો ખૂબ જ સારી રીતે કરી જાણે છે.

આ સંસ્થાના સાથે જોડાયેલા બાળકો મૂંગા પશુઓને માર્ગ દુર્ઘટનાથી બચાવવા માટે તેમના ગળામાં રેડિયમની પટ્ટી લગાવવાનું કામ પણ કરે છે. અત્યાર સુધીમાં લગભગ 700 જાનવરોના ગળામાં રેડિયમની પટ્ટી આ બાળકોએ બાંધી છે, જેનાથી હાઇવે પર દુર્ઘટનાઓમાં 30 ટકા ઘટાડો થયો છે.

જે ઉંમરમાં બાળકો રમત-ગમતમાં રચ્યાં-પચ્યા રહેતા હોય, એ ઉંમરમાં જૈનમ વેલ્ફેરના બાળકો લોકોનો જોવ બચાવવા માટે રક્તદાન મહાદાન અભિયાન અભિયાન પણ ચલાવી રહયા છે. અત્યર સુધીમાં તેઓ આ અભિયાન અંતર્ગત 1350 યુનિટ રક્ત જરૂરતમંદ દર્દીઓ સુધી પહોંચાડી ચુક્યા છે. તેઓ લોકોને રક્તદાન માટે પ્રેરિત કરે છે, પણ સાથે જ સંસ્થાનો દરેક સ્વાસ્થ્ય સભ્ય પણ દર 3 મહિને રક્તદાન કરે છે. આ લોકોની ખાસ વાત એ છે કે રક્ત માટે તમે કોઈ પણ સમયે તેમને કોલ કરી શકો છો.

સામાન્ય રીતે બાળકો રવિવારના દિવસે આરામથી ઉઠે અને ટાઈમ પાસ કરે પણ આ સંસ્થાના બાળકો રવિવારે સવારે ઉઠીને શહેરમાં નિયમિત રીતે આયોજિત થતા જીવદયા કાર્યક્રમમાં ભાગ લે છે, જે અંતર્ગત તેઓ પશુ માટે રોટલીઓ ભેગી કરવાનું, પીવા માટે સાફ પાણીની વ્યવસ્થા કરવાનું અને વૃદ્ધાશ્રમમાં જઈને વૃદ્ધોની સેવા કરવાનું કામ કરે છે.

આ સંસ્થાના સ્થાપક જૈનમ બૈદ જણાવે છે કે તેઓ બે વર્ષથી નિયમિત રીતે રક્તદાન કરે છે. પણ એકવારની વાત છે કે જયારે તે શહેરમાં ન હતો અને કોઈ દર્દીને રક્તની જરૂર હતી, તેમને દર્દીની મદદ માટે દરેક સંભવ કોશિશ કરી પણ વાત ન બની શકી, ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થતા હતા, પણ પછી 2 સપ્ટેમ્બર 2017ના રોજ કેટલાક મિત્રોએ મળીને આ સંસ્થાની શરૂઆત કરી, જેમાં એ સમયે માત્ર 4 જ લોકો હતા પણ સારા અને સાચા કાર્યના પ્રતાપે આજે આ 37 લોકોનું ગ્રુપ લોકોની સેવા માટે દરેક સંભવ કોશિશ કરે છે.

શરૂઆતમાં બધા જ કહેતા હતા કે આ બધા મોટા લોકોના કામ છે, તમે પોતાના અભ્યાસ પર ધ્યાન આપો, આ બધું કરવાથી કઈ નહિ મળે. પણ આ બાળકોને કારણે આજે શહેરના યુવાનો એક સકારાત્મક પહેલા સાથે જોડાઈ રહયા છે. આ બાળકો ઉંમરમાં ભલે નાના હોય પણ તેમનું કામ ખૂબ જ મોટું છે. સંસ્થાનો દરેક સભ્ય પોતાની પોકેટ મનીનો એક ભાગ જીવદયા, ગરીબ બાળકોના અભ્યાસ અને આર્થિક રૂપથી નબળા દર્દીઓના ઈલાજમાં લગાવે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.