મૂળ ભારતના કેરળના રહેવાસી એક ઉદ્યોગપતિએ 190 વર્ષ જૂની સ્કૉર્ટલેન્ડમાં સ્થિત પોલીસ યાર્ડને આલીશાન ફાઈવ સ્ટાર હોટેલમાં બદલી નાખી છે,અમુક સમય પહેલા આ મામલો ખુબ ચર્ચામાં આવ્યો હતો અને ચારે તરફ તેની જ ચર્ચા થઇ રહી હતી.

યુસુફ અલી કાદર નામના ઉદ્યોગપતિએ વર્ષ 2015 માં ગ્રેટ સ્કૉર્ટલેન્ડ યાર્ડ નામની આ બિલ્ડિંગને 11 કરોડ પાઉન્ડ એટલે કે 10 અરબ રૂપિયામાં ખરીદી હતી. જણાવી દઈએ કે આ ઇમારત પહેલા બ્રિટિશ મેટ્રોપોલીટન પોલીસની ઓફિસ(જેલ) હતી.જેનો ખુબ આંબો ઇતિહાસ રહ્યો છે.

આ હોટેલને શાનદાર અને લગ્ઝરીયસ લુક આપવા માટે હોટેલમાં અલગ અલગ પ્રકારના માર્બલ્સ,સ્ટોન,ક્રિસ્ટલ,લાકડા અને લેયર્સ સહીત એકથી એક બેસ્ટ સામાન લગાવામાં આવ્યો છે.તેના સિવાય ઇટલી, વિયેતનામ,ચીન,જાપાન અને તુર્કી સહિત 200 થી પણ વધારે અલગ અલગ પ્રકારની કસ્ટમ-મેડ સામગ્રીઓ,ઝુમ્મર અને ફીટીંગ્સનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

આ આલીશાન ફાઈવ સ્ટાર હોટેલમાં કુલ 153 રૂમ છે તેના સિવાય હોટેલમાં બાર,રેસ્ટોરેન્ટ,ચા પાર્લર,સ્વિમિંગ પુલની સાથે સાથે અનેક સત્યાધુનિક સુવિધાઓ પણ છે.જો કે હાલના સમયે આ હોટેલ બંધ છે અને અન્ડર કન્સ્ટ્રક્શન છે આગળના વર્ષે એ જાણવામાં આવ્યું હતું કે તેને વર્ષ 2019 ના અંત સુધીમાં લોકો માટે ખુલ્લું કરવામાં આવી શકે તેમ છે.

યુસુફ અલીએ આ યાર્ડનું રીનોવેશન કરવા માટે 75 મિલિયન યુરો જે ભારતીય મુદ્રાના હિસાબે 5 અરબ કરતા પણ વધારે ખર્ચ કર્યા હતા. જો કે તેના ઇતિહાસને યથાવત જ રાખવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર હયાત ગ્રુપ આ હોટેલને ઓપરેટ કરી શકે તેમ છે.હવે એ જોવાનું છે કે ક્યારે આ આલીશાન હોટેલ લોકો માટે ખુલ્લું કરવામાં આવે.

આ હોટેલ ટ્રાફલગર સ્કેવર પર સ્થિત છે. તમને એ જાણીને હેરાની લાગશે કે અહીં એક રાત રોકાવાનું ભાડું 10,000 યુરો એટલે કે ભારતીય મુદ્રાના હિસાબે 7 લાખ 79 હજાર 842 રૂપિયા છે.

આખરે કોણ છે આ યુસુફ અલી?:

જણાવી દઈએ કે યુસુફ અલી એક મોટા બિઝનેસમેન છે,અને તે LuLu Group International ના માલિક છે. સૌથી ખાસ વાત એ છે કે તેને પદ્મશ્રી જેવા એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવી ચુક્યા છે. યુસુફ અલીની નેટ વર્થ 430 કરોડ અમેરિકી ડોલર છે.મૂળ રૂપથી યુસુફ અલી કેરળના રહેનારા છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks