ડ્રાઈવર વગર ચાલી રહી હતી કાર, માલિક પાછળની સીટ ઉપર આરામથી બેઠો હતો. અને પછી થયું એવું કે શર્માજી આખી જિંદગી યાદ રાખશે

હવે જમાનો ખુબ જ આધુનિક બની ગયો છે. આગળ વધતા જમાના સાથે ટેકનોલોજીઓ પણ વધી છે અને આજે કાર પણ ડ્રાઈવર લેસ બની ગઈ છે, ટેસ્લા જેવી કંપની દ્વારા ઓટો પાયલટ કાર પણ માર્કેટમાં લોન્ચ કરી દેવામાં આવી છે. પરંતુ આવી કારની સફર કરવી એક વ્યક્તિને ભારે પડી ગઈ છે.

અમેરિકાના સૈન ફ્રાન્સિસ્કોમાં એક વ્યક્તિને ઓટો પાયલટ કારમાં પાછળની સીટ ઉપર બેસીને સ્ટન્ટ કરવો ભારે પડી ગયો. સ્ટન્ટનો વીડિયો સામે આવ્યા બાદ તે વ્યક્તિને જેલમાં જવાનો વારો આવ્યો. આરોપી યુવક તેની ટેસ્લા કારની અંદર પાછળની સીટ ઉપર બેસી અને સ્ટન્ટ કરી રહ્યો હતો. અને ગાડી ઓટો પાયલટ મોડ ઉપર હતી. કારને કોઈ ડ્રાઈવ નહોતું કરી રહ્યું પરંતુ તકનીકની મદદથી તે કાર જાતે જ ચાલી રહી હતી.

સ્ટન્ટ માટે જેલ જનારા આ વ્યક્તિનું નામ છે પરમ શર્મા, જે મૂળ ભારતીય છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર જેલમાંથી નીકળ્યા બાદ પરમ શર્માએ જણાવ્યું કે બુધવારના રોજ એક બ્રાન્ડ ન્યુ ટેસ્લા માટે પાછળની સીટ ઉપર બેસીને એક સમાચારના ઇન્ટરવ્યૂ માટે ચાલ્યો ગયો. તેની ગાડીને કોઈ ડ્રાઈવ નહોતું કરી રહ્યું..

પરમ શર્મા એક ભારતીય અમેરિકી નાગરિક છે. તેની ઉંમર 25 વર્ષ છે. તે પોતાની ભવ્ય જીવન શૈલી બતાવવા માટે સોશિયલ મીડિયામાં પ્રખ્યાત છે. કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલિંગ પોલીસે એક ફેસબુક પોસ્ટમાં કહ્યું કે “તે એરિયા રોડવેઝ ઉપર ટેસ્લા કારની પાછળની સીટ ઉપર સવાર થતા જોવા મળ્યા હતા. જેમાં ડ્રાઈવર સીટ ઉપર કોઈ બીજી વ્યક્તિ નહોતી બેઠી.”

એક મીડિયા ન્યુઝ પ્રમાણે એ પણ જાણવા મળ્યું કે પોલીસે તેમને લાપરવાહી ભભર્યું ડ્રાઈવિંગ અને શાંતિ ભંગ કરવાના મામલા હેઠળ કેસ દાખલ કરીને ધરપકડ કરી હતી.

જોકે, જેલ ગયા બાદ પણ તેનો સ્ટન્ટ માટેનો ઉત્સાહ ઓછો નથી થયો. બુધવારે જેલમાંથી છૂટ્યા બાદ શર્મા પાછા ટેસ્લાની પાછળની સીટ ઉપર સવારી કરતા જોવા મળ્યા. એક પત્રકાર દ્વારા તેના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને જણાવ્યું કે વાહન જપ્ત થયા બાદ એક નવું વાહન ખરીદ્યુ છે. તેને કહ્યું કે હું અમીર છું. બહુ જ અમીર છું.

Niraj Patel