જય ભાનુશાળીએ મનાવ્યો એકદમ શાનદાર રીતે ક્યુટ દીકરી તારાનો બર્થ ડે, બાળકો સાથે પહોંચી ટીવીની હસીનાઓ- જુઓ શાહી બર્થ ડે પાર્ટીની તસવીરો

નાના-નાના બાળકોને લઇને પાર્ટી કરવા નીકળી હસીનાઓ, કોઇએ બાળક ઉઠાવ્યુ ખોળામાં તો કોઇએ દોડાવ્યા

ટીવીની દુનિયાના સૌથી લોકપ્રિય અને સ્ટાર કપલ જય ભાનુશાળી અને માહી વિજે હાલમાં જ તેમની લાડલી તારાનો ત્રીજો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસર પર આ સ્ટાર કપલે મુંબઈમાં ખૂબ જ ભવ્ય પાર્ટીનું આયોજન કર્યુ હતુ. જ્યાં ટીવી સિરિયલની દુનિયાના ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા. આ ખાસ પાર્ટીમાં ટીવી જગતની અનેક હસીનાઓ પોતાના બાળકો સાથે પહોંચ્યા હતા.

અનિતા હસનંદાનીથી લઈને દેબીના બેનર્જી અને કરણવીર બોહરા પણ પત્ની અને બાળકો સાથે જય ભાનુશાળી અને માહી વિજની દીકરી તારાની બર્થડે પાર્ટીમાં હાજર થયો હતો. તારાનો જન્મ 3 ઓગસ્ટ 2019ના રોજ થયો હતો. આ સ્ટાર કપલ તેમની પુત્રીનો ત્રીજો જન્મદિવસ ઉજવ્યો. તારાના 3 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી ખબ જ ખાસ કરી કરવામાં આવી હતી. જ્યાં અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા.

જય ભાનુશાલી અને માહી વિજની પ્રિય તારા આ સમય દરમિયાન એકદમ બેબી ડોલ દેખાતી હતી. તારાએ ખૂબ જ સુંદર પરી ગાઉન પહેર્યું હતું. જય ભાનુશાલી અને માહી વિજે દીકરી તારાના જન્મદિવસ પર મિકી માઉસ થીમ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન કપલે તારાના જન્મદિવસ માટે પિંક કલર 2 ફ્લોર કેક કાપી હતી.ટીવી સિરિયલ સ્ટાર અનિતા હસનંદાની તેના પુત્ર સાથે તારાની બર્થડે પાર્ટીમાં પહોંચી હતી.

આ દરમિયાન અનિતા હસનંદાનીએ પિંક સૂટ પહેર્યો હતો. આ ભવ્ય પાર્ટીમાં ટીવી સીરિયલ સ્ટાર કરણવીર બોહરા તેની પત્ની અને ત્રણ બાળકો સાથે પહોંચ્યો હતો. અભિનેત્રી દેબીના બેનર્જી પણ તેની દીકરી સાથે જન્મદિવસની આ પાર્ટીમાં પહોંચી હતી. આ દરમિયાનની ક્યુટ તસવીરો કેમેરામાં કેદ થઈ હતી. લોકઅપ ફેમ અભિનેત્રી નિશા રાવલ પણ તેના પુત્ર સાથે જય ભાનુશાળી અને માહી વિજની પુત્રી તારાની બર્થડે પાર્ટીમાં પહોંચી હતી.

એપ્રિલમાં માતા બનેલી દેબીના બેનર્જીની લાડકી હવે ચાર મહિનાની છે. તે પહેલીવાર જાહેરમાં તેની માતા સાથે જોવા મળી હતી. પેપરાજીએ પણ આ નાનકડી રાજકુમારીની તસવીરો ક્લિક કરવામાં જરા પણ સંકોચ રાખ્યો ન હતો. દેબીના બેનર્જીએ થોડા સમય પહેલા જ દીકરીને જન્મ આપ્યો છે, જેની તસવીરો સામે આવ્યા બાદ ચાહકોએ પણ લિટલ એન્જલ પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો.

જ્યારે પ્રથમ વખત દેબીના તેની પુત્રી સાથે ઘરની બહાર નીકળી ત્યારે તેની સુંદર તસવીરો કેમેરામાં કેદ થઈ હતી. પાર્ટીમાં દેબીના ગુલાબી રંગના આઉટફિટમાં જોવા મળી હતી. તસવીરો સામે આવ્યા બાદ દીકરીની ક્યૂટનેસ જોઈને તો બધા દંગ રહી ગયા છે. તેણે ખૂબ જ સુંદર નાનું ફ્રોક પહેર્યુ હતુ.

અભિનેત્રીએ કહ્યું, “ઘણા લોકોને ખબર નથી કે તારાને શો ઓફર કરવામાં આવ્યો હતો. થોડા સમય પહેલા એક ટીવી શો હતો. પરંતુ, હું જાણું છું કે એક પગલું પાછું લેવું મહત્વપૂર્ણ છે. આ ઉંમરે ટીવી શો ખૂબ વધારે હશે. હું તેના માટે તે ઈચ્છતી નથી. સાથે જ, તેની સ્કૂલ પણ થોડા સમય પછી શરૂ થવા જઈ રહી છે, તેની પાસે શો માટે સમય નથી.

 

View this post on Instagram

 

A post shared by Jay Bhanushali (@ijaybhanushali)

તેથી, જ્યારે લોકો તમારા બાળકને વધુ જોવા માંગે છે, ત્યારે સંતુલન જાળવવું મહત્વપૂર્ણ છે. તમને જણાવી દઈએ કે માહી વિજ છેલ્લે ટીવી શો લાલ ઈશ્કમાં જોવા મળી હતી. જો કે ત્યારથી તે રિયાલિટી શોમાં ગેસ્ટ વગેરે તરીકે પ્રસંગોપાત હાજરી આપી રહી છે. માહી વિજના ચાહકો લાંબા સમયથી તેને નવા પ્રોજેક્ટમાં જોવાની રાહ જોઈ રહ્યા છે.

Shah Jina