મનોરંજન

અનિલ અને ટીના અંબાણીના દીકરા જય અંશુલ, કાર અને પ્લેનનું કલેક્શન કરવાની સાથે આ પણ છે શોખ

કારથી લઈને પ્લેનના કલેક્શન સુધી…આવા શોખને લીધે ચર્ચામાં હોય છે અનિલ અંબાણીનો લાડલો

જાણીતા બિઝનેસમેન અનિલ અંબાણી વારંવાર ચર્ચામાં રહે છે. અંબાણી પરિવારની વાત આવે છે ત્યારે એના બાળકનો ઉલ્લેખ કરવામાં આવે છે. આપણે નીતા અને મુકેશ અંબાણીના બાળકો આકાશ, ઈશા અને અનંત વિષે તો ઘણું જાણીએ છીએ. પરંતુ ટીના અને અનિલ અંબાણીના બાળકો જય અંશુલ અને જય અનમોલ અંબાણી વધુ લાઇમલાઇટમાં નથી રહેતા.

Image source

જય અંશુલ નાનો જરૂર છે પરંતુ તેના શોખ નાના નથી. જય અંશુલને લકઝરી કાર અને એરક્રાફ્ટ એકઠા કરવાનો ઘણો શોખ છે. જય અંશુલના મોટા ભાઈ જય અનમોલને પણ લકઝરી કાર અને એરક્રાફ્ટનો ઘણો શોખ છે. જય અંશુલને પણ ભાઈની જેમ કાર અને એરક્રાફ્ટનો શોખ છે. બંને ભાઈઓ તેના પિતા સાથે રિલાયન્સ ગ્રુપમાં કામ કરી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે.

Image source

જય અંશુલ તેની લાઈફ સ્ટાઇલને લઈને જાણીતો છે. 24 વર્ષનો જય અંશુલ ધાર્મિક સ્વભાવના છે. તે તેના પિતરાઈ ભાઈ-બહેન આકાશ, અનંત અને ઈશાથી ઘણો નજીક છે. જય અંશુલ ઘણી વાર પાર્ટી કરતો જોવા મળે છે. ધંધાને કારણે ભલે મુકેશ અને અનિલ અંબાણી વચ્ચે દરાર પડી હોય પરંતુ તેના બાળકો પર તેની કોઈ અસર નથી પડી. જયને એકલું જ રહેવું પસંદ છે. તે કેમેરા સામે ઘણો ઓછો જોવા મળે છે.

Image source

મ્યુઝિકના શોખીન જય અંશુલનને લકઝરી કાર કલેક્શનનો શોક છે. મીડિયા રિપોર્ટ અનુસાર, તેની પાસે મર્સીડીઝ GLK350, Lamborghini Gallardo, રોલ્સ રોયસ ફૈટમ, Range Rover Vogue જેવી ગાડીઓ છે. અંશુલ વારંવાર આ કારમાં ફરતો નજરે ચડે છે. આટલું જ નહીં જય અંશુલ અંબાણી પાસે એરક્રાફ્ટનું કલેક્શન પણ છે. તેની પાસે બૈલ 412 હેલીકોપ્ટર, એક બોમબાડિર્ય્રર ગ્લોબલ એક્સપ્રેસ એક્સઆરએસ, ફૈલકન 2000 અને એક ફૈલ્કન 7X શામેલ છે.

Image source

ન્યુયોર્ક યુનિવર્સિટીની સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી હાંસિલ કરનારા જય અંશુલને મોંઘી ચીજો પર પૈસા ખર્ચ કરવા માટે ઓળખવામાં આવે છે.