ટીના અંબાણીના દીકરા જય અનમોલ અંબાણીની લગ્નની તસવીરો આવી ગઇ સામે, રજવાડી ઠાઠ માઠ સાથે કર્યા રોયલ લગ્ન

બિઝનેસમેન અનિલ અંબાણી અને ટીના અંબાણીના મોટા પુત્ર જય અનમોલ અંબાણીએ ગર્લફ્રેન્ડ ક્રુશા શાહ સાથે લગ્ન કરી લીધા છે. બંનેના લગ્ન સાથે જોડાયેલા ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ફોટામાં જોઈ શકાય છે કે અંબાણી પરિવારની નવી નવેલી વહુ ક્રુશા શાહ લાલ જોડામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ક્રુશાએ લાલ લહેંગા સાથે ભારે જ્વેલરી પહેરી હતી. ત્યાં જ વરરાજા અનમોલ સફેદ શેરવાનીમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે ભત્રીજાના લગ્નમાં નીતા અંબાણી અને ઈશા અંબાણીએ પણ ખાસ હાજરી આપી હતી.

છેલ્લા 3-4 દિવસથી અંબાણી પરિવાર અનમોલ અંબાણીના લગ્નની ઉજવણી કરી રહ્યો છે. હલ્દી, મહેંદી અને સંગીત સેરેમનીના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે. અંબાણી પરિવારની વહુ ક્રુશા શાહ તેના મિત્રો સાથે લગ્નના મંડપમાં પહોંચી હતી. આ દરમિયાન મિત્રોએ હાથમાં દીવો લીધો હતો.

પુત્રના લગ્નમાં અનિલ અંબાણી ખૂબ જ ખુશ દેખાતા હતા. આ દરમિયાન અનિલ અંબાણીએ લાઇટ પિંક કલરની શેરવાની પહેરી હતી. લગ્નમાં ક્રુશા શાહ ખૂબ જ સુંદર લાગી રહી હતી. ત્યાં અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન અને નાતિન નવ્યા નવેલી નંદા પણ લગ્નમાં હાજરી આપવા પહોંચી હતી.

આ પ્રસંગે જયા બચ્ચન પણ જોવા મળી હતી. તેણે પુત્રી શ્વેતા અને નાતિન નવ્યા નવેલી નંદા સાથે પોઝ આપ્યો હતો. અનમોલ અંબાણીના લગ્નમાં જાનૈયાઓએ જોરદાર ડાન્સ કર્યો હતો. આ પ્રસંગે અનિલ અંબાણી પણ પુત્રના લગ્નની જાનમાં ડાન્સ કરતા પોતાને રોકી શક્યા ન હતા. સમગ્ર મંડપને ફૂલો, તોરણો અને રંગબેરંગી ઝાલરથી શણગારવામાં આવ્યો હતો. અનિલ અંબાણી અને ટીના અંબાણીએ તેમના પુત્રના લગ્નમાં કોઈ કસર છોડી ન હતી. લગ્ન સ્થળે ગણપતિની વિશાળ મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી હતી.

લગ્ન પહેલા આ કપલની મહેંદી અને હલ્દી સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. પુત્રના લગ્નમાં ટીના અંબાણી પણ ખબ જ સુંદર લાગી રહી હતી. તમને જણાવી દઈએ કે ક્રુશા શાહ લવનોટફિયર નામનું માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન ચલાવી રહી છે,

જે કોરોના પછીના માનસિક ફેરફારો પર આધારિત છે. તે Dysco નામની સંસ્થાના નિર્માતા અને સ્થાપક છે. ક્રુશાએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાંથી સામાજિક નીતિ અને વિકાસમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. આ સિવાય તેણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી પોલિટિકલ ઈકોનોમીમાં સ્નાતકનો કોર્સ કર્યો છે.

તમને જણાવી દઈએ કે અનમોલ અને ક્રુશા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. થોડા મહિના પહેલા જ બંનેએ સગાઈ કરી હતી અને તેમના સંબંધોનો ખુલાસો કર્યો હતો. સગાઈની વીંટી ફ્લોન્ટ કરતો બંનેનો ફોટો પણ ખૂબ વાયરલ થયો હતો. ક્રુશા એક બિઝનેસ વુમન અને સોશિયલ વર્કર છે જે તેના ભાઈ મિશાલ શાહ સાથે DYSCO નામની કંપની ચલાવે છે. આ સાથે તે તેની કો-ફાઉન્ડર પણ છે.

માત્ર 6 મહિના પહેલા જ ક્રુશાએ તેના પિતા નિકુંજ શાહને ગુમાવ્યા હતા, જેઓ નિકુંજ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા. જ્યારે કેની માતા નીલમ શાહ ફેશન ડિઝાઈનર છે. બીજી તરફ, ક્રુશાની મોટી બહેન ફેશન બ્લોગર છે અને તે એક પુત્રની માતા પણ છે. ક્રુશાની મોટી બહેન નૃતિએ લોસ એન્જલસમાંથી મીડિયા-કોમ્યુનિકેશન અને જર્નાલિઝમમાં ડિગ્રી લીધી હતી. પરંતુ પાછળથી તેણે તેના પિતા સાથે વ્યવસાય સંભાળવાનું શરૂ કર્યું.

જો કે, થોડા સમય પછી, તેણે ફેશન ઉદ્યોગમાં તેની માતા સાથે કામ કરવાનું વધુ સારું માન્યું. હવે તે ફેશન બ્લોગર તરીકે જાણીતી છે.ક્રુશાની માતા નીલમ શાહે મુંબઈની સોફિયા કોલેજમાંથી ફેશનમાં ગ્રેજ્યુએશન કર્યું છે. લગ્ન પહેલા તે એક એક્સપોર્ટ કંપનીમાં ડિઝાઇનર તરીકે કામ કરતી હતી. લગ્ન પછી તેમને ત્રણ બાળકો નૃતિ, ક્રુશા અને મિશાલ થયા.

નિકુંજ શાહના અવસાન પછી, ક્રુશાના ભાઈ મિશાલે પિતાના વ્યવસાયની જવાબદારી સંભાળી.ક્રુશા આ કંપનીની કો-ફાઉન્ડર અને સીઈઓ છે. બંને ભાઈ-બહેન 2016થી આ કંપની ચલાવી રહ્યા છે. આ કંપની બિઝનેસ નેટવર્કિંગ માટેનું એક ડિજિટલ પ્લેટફોર્મ છે, જેમાં મિશાલ વ્યવસ્થિત અને તકનીકી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ત્યાં, ક્રુશા ક્રિએટિવ અને માર્કેટિંગનું ધ્યાન રાખે છે.

Shah Jina