મનોરંજન

શું અંધવિશ્વાસી છે જાહ્નવી કપૂર? સેટ પર જતાં પહેલા કરે છે આ અજીબ કામ- જાણો વિગત

પોતાની ગ્લમેરસ લાઇફસ્ટાઇલ અને ફિલ્મોના સિવાય બૉલીવુડ કિરદારોનું પોતાનું વ્યક્તિગત જીવન પણ હોય છે જેમાં તેઓ ઘણા પ્રકારની ઘટનાઓનો સામનો કરતા હોય છે. બૉલીવુડ કલાકારોના અમુક લકી ચાર્મ હોવાની સાથે સાથે તેના અમુક અંધવિશ્વાસ પણ હોય છે.

બોલીવુડની અભિનેત્રી જાહ્નવી કપૂર પોતાની આવનારી ફિલ્મ ‘રુહીઆફઝા’ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ માટે તે ખુબ મહેનત કરી રહી છે, પણ જાહ્નવી પોતાની ફિલ્મ વિશે વાત કરવામાં થોડી અંધવિશ્વાસી છે. બુધવારના રોજ ગ્રાજીયા મિલેનીયલ એવોર્ડ્સમાં જાહ્નવી સાથે ફિલ્મની બાબત પર વાતચીત કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

Wearing @nykaabeauty ‘s “Kudi” liquid lipstick 💄 obsessed with this colour!!!

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

તાજેતરમાં જ જાહ્નવીએ પોતાના એક વિચિત્ર અંધવિશ્વાસ વિશે ખુલાસો કર્યો છે. પોતાની મોટી બહેન સોનમ કપૂરની ફિલ્મ ‘દ જોયા ફેક્ટર’ને પ્રમોટ કરતી વખતે જાહ્નવીએ આ બાબત પર ખુલાસો કર્યો છે. સોનમેં જાહ્નવીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં તે કહી રહી છે કે જ્યારે પણ તે કોઈ ફિલ્મના સેટ પર જાય છે તો તેના પહેલા તે અમુક વિચિત્ર ક્રિયાઓ કરે છે.

 

View this post on Instagram

 

Pomegranate constellations ✨

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

વાતચીતના દરમિયાન જાહ્નવીએ કહ્યું કે,”ફિલ્મની શૂટિંગ ખુબ જ સારી રીતે થઇ રહી છે. તમે મને અંધવિશ્વાસી કહો કે પછી પહેલાના જુના વિચારો વાળી કહો, પણ મને એવું લાગે છે કે જો હું મારી ફિલ્મ વિશે વધારે વાત કરીશ તો તેને ખરાબ નજર લાગી શકે છે. માટે હું ફિલ્મ વિશે વધારે કંઇ વાત નહિ કરું. ફિલ્મનો હિસ્સો બનીંને અને તેમાં શામિલ લોકોની સાથે કામ કરીને હું પોતાને ભાગ્યશાળી માનું છું”.

 

View this post on Instagram

 

Strawberry shortcake 🌸🍓🌸

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

વીડિયોમાં જાહ્નવી કહી રહી છે કે તેનો કોઈ લકી ચાર્મ તો નથી પણ એક વિચિત્ર અંધવિશ્વાષ ચોક્કસ છે. તેણે કહ્યું કે જ્યારે પણ તે કોઈ જરૂરી કામ કે ફિલ્મના સેટ પર જાય છે તો તે હંમેશા પોતાનો જમણો પગ ઉઠાવે છે અને રૂમમાં હંમેશા જમણા પગથી જ દાખલ થાય છે. જાહ્નવીએ એવું પણ જણાવ્યું કે જો આવું ના થઇ શક્યું હોય તો તે ફરીથી રૂમમાં પોતાના જમણા પગથી દાખલ થાય છે.

જણાવી દઈએ કે ફિલ્મ રુહીઆફઝામા તેની સાથે રાજકુમાર રાવ પણ જોવા મળશે. ફિલ્મને દિનેશ વીજાન અને મૃગદીપ સિંહ લાંબા પ્રોડ્યુસ કરી રહ્યા છે, ફિલ્મનું નિર્દેશન હાર્દિક મેહતા કરી રહ્યા છે. ફિલ્મ 2020 માં રિલીઝ થઇ શકે તેમ છે. ફિલ્મમાં જાહ્નવી ડબલ રોલમાં જોવા મળશે.

આ સિવાય જાહ્નવી પોતાની અન્ય ફિલ્મ ‘ગુંજન સક્સેના-દ કારગિલ ગર્લ’ની રિલીઝની વાટ જોઈ રહી છે. ફિલ્મમાં તેની સાથે પંકજ ત્રિપાઠી અને અંગદ બેદી પણ જોવા મળશે. આ ફિલ્મ ઇન્ડિયન એરફોર્સની પાઇલોટ ગુંજન સકસેનાની બાયોપિક છે. આ સિવાય જાહ્નવી કપૂર ફિલ્મ ‘તખ્ત’ માં પણ જોવા મળશે.

જુઓ જાહ્નવી કપૂરનો વિડીયો…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks