મનોરંજન

વારંવાર ચર્ચામાં આવી જાય છે જાહ્નવી કપૂરના શોર્ટ્સ, હવે અભિનેત્રીએ કહી દીધી આ વાત

‘ટૂંકી ચડ્ડી’ ને લઈને જ્હાન્વીએ આખરે બધાને કહી દીધું આ

બોની કપૂર અને શ્રીદેવીની લાડલી દીકરી જાહ્નવી કપૂર મોટાભાગે પોતાના દેખાવ કે ફેશનને લીધે ચર્ચામાં બનેલી રહે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ‘ધડક ગર્લ’ નામથી ઓળખવામાં આવતી જાહ્નવી પોતાની ફિટનેસને લીધે પણ ચર્ચામાં રહે છે. મોટાભાગે જાહ્નવીની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. પણ તાજેતરમાં જ જાહ્નવીએ કંઈક એવું કહી દીધું જેનાથી તેના ચાહકો પણ હેરાન થઇ જશે.

Image Source

તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં જાહ્નવીએ દિલ ખોલીને વાત કરી હતી. આ મૌકા દરમિયાન જાહ્નવીએ જણાવ્યું કે જયારે સોશિયલ મીડિયા પર કે અન્ય કોઈપણ મીડિયા પર જ્યારે તે માત્ર પોતાના જિમ શોર્ટ્સ વિશે વાંચે છે ત્યારે તેને તે બિલકુલ પણ પસંદ નથી લાગતું.

Image Source

જાહ્નવીએ જણાવ્યું કે, “લોકો હંમેશા મારી ફિલ્મો કે અભિનયને લીધે નહિ પણ મારા જિમ લુક અને શોર્ટ્સને લઈને મારા વખાણ કરતા રહે છે. હું અપેક્ષા કરું છું કે લોકો માત્ર મારા જિમ લુકને જ નહિ પણ મારી આવનારી ફિલ્મોમાં મારા રોચક કિરદારોને પણ સ્વીકારશે.’

Image Source

જણાવી દઈએ કે જાહ્નવીનું નામ ફિલ્મ ધડકના પોતાના કો-સ્ટાર ઈશાન ખટ્ટર સાથે જોડાયું હતું. આ સિવાય સોશિયલ મીડિયા પર જાહ્નવીની અક્ષત રંજનની સાથે તસ્વીરો પણ ચર્ચામાં આવી હતી.

Image Source

કારકિર્દીની વાત કરીયે તો જાહ્નવી આગળના દિવસોમાં વેબ સિરીઝ ઘોસ્ટ સ્ટોરીઝમાં જોવા મળી હતી. આ સિવાય જાહ્નવી ગુંજન સક્સેના કારગિલ ગર્લ માં પણ મુખ ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય તે રુહી-અફઝા, દોસ્તાના-2 અને તખ્ત ફિલ્મોમાં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.