વર્ષ 2020 સામાન્ય જનતાની સાથે સાથે બૉલીવુડ માટે પણ દુઃખદ રહ્યું હતું.એવામાં વર્ષ 2021 ની શરૂઆત ઘણાં કાલાકારોએ ખુબ ખાસ રીતે કરી હતી. એવામાં શ્રીદેવીની લાડલી દીકરી જાહ્નવી કપૂરે પણ નવા વર્ષની શરૂઆત યાદગાર બનાવવા મુંબઈમાં નવું આલીશાન ઘર ખરીદ્યું છે.
View this post on Instagram
જો કે વર્ષના શરુઆતમાં રિતિક રોશન, કરીના કપૂર, ઉર્મિલા માતોન્ડકર જેવા કલાકરોએ પણ ઘર ખરીદ્યુ હતું. એવામાં માત્ર 23 વર્ષની ઉમરે જાહ્નવીએ મુંબઈના જુહુ વિસ્તારમાં આલીશાન ઘર ખરીદ્યુ છે, અને તેની કિંમત તો કરોડો રૂપિયામાં છે.
View this post on Instagram
આ ઘર માટે જાહ્નવીએ ખુબ મોટી રકમ ચૂકવી છે. જાહ્નવીનું આ ઘર એક બિલ્ડિંગના ત્રણ ફ્લોર સુધી છે. જાહ્નવીએ 78 લાખની સ્ટેમ્પ ડ્યુટી પણ આપી હતી. આગળની સાત ડિસેમ્બરના રોજ ઘરની ડીલ થઇ હતી. જાહ્નવીનું ઘર બિલ્ડિંગના 14, 15 અને 16 માં માળ પર ફેલાયેલું છે. પુરા ઘરની કિંમત 39 કરોડ જણાવવામાં આવી રહી છે. હાલ જાહ્નવી પિતા બોની કપુર સાથે લોખંડવાલા સ્થિત ઘરમાં જ રહે છે.
View this post on Instagram
ધડક દ્વારા ડેબ્યુ કરનારી જાહ્નવીએ ખુબ ઓછા સમયમાં લોકપ્રિયતા મેળવી લીધી છે. જાહ્નવીની આવનારી ફિલ્મો રુહી અફઝા અને દોસ્તના-2 છે. દોસ્તાના-2માં જાહ્નવી કાર્તિક આર્યન સાથે જોવા મળશે.

આગળના દિવસોમાં જાહ્નવી બહેન ખુશી કપૂર અને કાર્તિક સાથે ગોવામાં દોસ્તાના-2ની શૂટિંગ માટે પહોંચ્યા હતા. ગોવાના શૂટિંગની અમુક તસ્વીરો પણ સામે આવી હતી જેમાં તેઓ મસ્તીના મૂડમાં દેખાઈ રહ્યા હતા. ફિલ્મને કરન જોહર પ્રોડ્યુસ કરી રહ્યા છે.