હેલ્થ

રાતે સુતા પહેલા ગોળ ખાઈને ગરમ પાણી પીવો, જડમાંથી ખતમ થઈ શકે છે આટલા રોગ, જલ્દી વાંચો

ગોળ ખાવવાના ઘણા ફાયદા છે. ગોળ ખાવાથી સંતુષ્ટ થાય છે એટલું જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ગોળ ફાયદાકારક છે. લોકો ખાલી પેટે ગોળ ખાવાના ફાયદા અને ગોળ અને ચણા ખાવવાના ફાયદા તો જાણો જ છો. પરંતુ ગોળનું પાણી પીવાના પણ અઢળક ફાયદા છે. ગોળને કુદરતી ખાંડ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વાર ડોકટરો પણ ખાંડને બદલે ગોળનું સેવન કરવાનું સૂચવે છે.

આવો જાણીએ ગોળના અઢળક ફાયદા વિષે 

ગોળમાં આયરનની માત્રા વધુ હોય છે. ગોળમાં હિમોગ્લોબીન વધારવાની ક્ષમતા હોય છે તેથી ગોળનું દરરોજ સેવન કરવાથી ફાયદો થાય છે.

બ્લડપ્રેશરના દર્દીઓને કંટ્રોલ કરવા માટે ગોળને તમારા ભોજનમાં સ્થાન આપી શકાય છે. હાઈ બીપીના પરેશાન લોકોને રોજ ગોળ આપવાની સલાહ આપે છે.

Image Source

જે લોકોના હાડકા નબળા હોય તે લોકો માટે ગોળ અકસીર ઈલાજ છે. ગોળમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય તે હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે. કહેવામાં આવે છે કે, ગોળ અને આદુને સેવન કરવાથી સાંધાના દુખાવામાં રાહત થાય છે.

ત્વચાને સાફ અને સ્વસ્થ રાખવા માટે ગોળનું સેવન કરવું જોઈએ. ત્વચાને સાફ રાખવામાં ગોળ અહમ ભૂમિકા ભજવે છે. ગોળ શરીરમાં ટોક્સિન બહાર કાઢવામાં મદદરૂપ થાય છે.

પેટની સમસ્યા વાળા લોકો માટે ગોળ એક આસાન અને ફાયદેમંદ ઉપાય છે. ગોળ ખાવાથી ગેસ અને પાચન ક્રિયાથી જોડાયેલી સમસ્યાને હલ કરવામાં લાભદાયી છે.

Image Source

શિયાળાની સીઝનમાં અથવા શરદી થવા પર ગોળનો પ્રયોગ તમારા માટે અમૃત સમાન હશે. ચા અથવા દૂધ સાથે ગોળનો પ્રયોગ કરી શકાય છે.

જે લોકો બહુ કમજોર અને થકાવટ મહેસુસ કરતા હોય તે લોકો માટે ગોળનું સેવન અકસીર ઈલાજ છે. ગોળ શરીરના તાપમાનને નિયંત્રિત રાખવામાં પણ સહાયક છે.

જે લોકોને પેટમાં ગેસની સમસ્યા હોય તે લોકો પ્રતિદિન એક ગ્લાસ દૂધ અથવા પાણી સાથે ગોળનું સેવન કરે તો પેટમાં ઠંડક થાય છે. રાતે અને બપોરે જમ્યા બાદ ગોળનું સેવન કરવાથી પાચનશક્તિ મજબૂત થાય છે.

Image Source

અસ્થમા અને શ્વાસના રોગ માટે ગોળ અકસીર ઈલાજ છે. કાનમાં દર્દ થતું હોય તો ઘી સાથે ગોળનું સેવન કરવાથી દર્દની સમસ્યા દૂર થાય છે.

મહિલાઓના માસિક ધર્મમાં સમસ્યા થતી હોય તો તેમાં રાહત આપવા માટે ગોળ ઘણો ફાયદાકારક છે. આ દિવસોમાં ગોળનું સેવન બધી તકલીફમાં રાહત આપનારું છે.

જે લોકોની યાદદાસ્ત ઓછી હોય તે લોકોએ નિયમિત સેવન કરવાથી યાદશક્તિ વધે છે. વજન ઓછું કરવા માટે પણ ગોળનો પ્રયોગ કરવામાં આવે છે.

Image Source

જે લોકો વધુ પ્રદુષણ વાળા વિસ્તારમાં રહે છે તે લોકોએ પ્રતિદિન 100 ગ્રામ ગોળનું સેવન કરવું જોઈએ. 100 ગ્રામ ગોળનું સેવન કરવાથી પ્રદુષણથી થતા નુકસાનથી બચી શકાય છે.

શરીરની કમજોરી દૂર કરવા માટે દરરોજ 50 ગ્રામ ગોળનું સેવન કરવું જોઈએ. જેનાથી શશરીરમાં તાકાત આવે છે. દૂધ સાથે 5 ગ્રામ ગોળ લેવાથી પણ શરીર માટે ફાયદાકારક છે.

હાલ લોકડાઉનને કારણે બધા જ લોકો ઘરમાં રહીને સમય પસાર કરી રહ્યા છે. એક બાજુ લોકડાઉન ચાલુ છે અને બીજી તરફ કાળઝાળ ગરમી પડી રહી છે. એક બાજુ ગરમી હોય તો બીજી તરફ આઈસ્ક્રીમની દુકાનો પણ બંધ છે. ગરમીમાં છુટકારો મેળળવા માટે આજે અમે તમારી માટે લઈને આવ્યા છે ગોળનું શરબત.

સામગ્રી:

  • ગોળ: 1/2 કપ
  • વરિયાળી: 1 ટી.સ્પૂન
  • લીંબુનો રસ: 2 ટી.સ્પૂન
  • ચાટ મસાલો: 1/2 ટી.સ્પૂન
  • સંચર પાવડર: 1/2 ટી.સ્પૂન
  • જીરું પાવડર 1/2 ટી.સ્પૂન
  • મીઠુ: 1/2 ટી.સ્પૂન
  • ફુદીનો: 8/10 નંગ
  • પાણી: 1/2 કપ
  • તકમરીયા ગાર્નીસિંગ માટે

રીત:
સૌપ્રથમ એક મિક્સર જારમાં ગોળ લો.ગોળમાં વરીયાળી લીંબુ ચાટ મસાલો સંચર પાવડર જીરું પાવડર મીઠી ફુદીના પત્તા એડ કરી.
મિક્સ જારમાં મિક્સ કરી લો.
આ બાદ એક રસ થઈ જાય એટલે એને ગરણિ વડે ગાળી લો.
પછી એમાં પાની એડ કરી સર્વ કરો.ઠંડક માટે તખમરીયા એડ કરી બરફ સાથે સર્વ કરો તૈયાર છે.

લોકડાઉનમાં જરૂરથી બનાવજો ગોળનું શરબત.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

Disclaimergujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.