હેલ્થ

જો તમે ફટાફટ તમારું વજન ઘટાડવા માંગતા હોય તો લીંબુ પાણીમાં બસ આ એક વસ્તુ ભેળવી દો પછી જુઓ કમાલ

આજના સમયમાં વજન વધવાની સમસ્યા સૌથી મોટી સમસ્યા છે, અને એમાં પણ કોરોના વાયરસના કારણે કરવામાં આવેલા લોકડાઉનના કારણે લોકો ઘરમાં જ હોવાના કારણે વજન વધવાની સમસ્યાનો શિકાર બનાયા છે. દર દસ માણસોમાંથી 7 માણસોતો એવા હશે જ જે લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા હશે, અને તેમાં પણ આ લોકડાઉનના કારણે ઘરમાં જ રહેવું પડે છે અને આ સમય દરમિયાન હલન ચલણ પણ થતું નથી, તેમજ જિમ બંધ હોવાના કારણે લોકો જીમમાં પણ નથી જઈ શકતા માટે આ સમસ્યામાં વધારો થતો જોવા મળે છે.

Image Source

વજન ઘટાડવા માટે લોકો અલગ અલગ પ્રકારના નુસ્ખાઓ વાપરતા હોય છે. ઘણીવાર આવ નુસ્ખાઓના કારણે તેની સાઈડ ઇફેક્ટ પણ થતી હોય છે, પરંતુ આજે અમે તમારા માટે વજન ઘટનાળવાનો એક એવો ઉપાય લઈને આવ્યા છે જેનાથી તમારું વજન પણ ઘટશે અને કોઈ આડઅસર પણ નહીં થાય.

અમે તમને આજે એક એવો આયુર્વેદિક ઉપાય બતાવવાના છીએ જેના દ્વારા તમે તમારા વજનને પણ ઘટાવી શકો છો, અને કોઈ આડ અસરથી પણ બચી શકો છો, અને ખાસ વાત એ છે કે આ વસ્તુ તમારા ઘરમાંથી જ મળી રહેશે.

Image Source

વજન ઘટાડવામાં સૌથી ઉપયોગી વસ્તુ છે ગોળ અને લીંબુ. તેનું સેવન કરવાથી શરીરનો ફેટ ઓછો થાય છે અને વજન પણ ઘટવા લાગે છે.

વજનને ઘટાડવા માટે લીંબુ અને ગોળનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે. એક કપ હલકા ગરમ પાણીમાં લીંબુનો રસ અને ગોળ ભેળવી દો. જયારે પાણીની અંદર ગોળ સંપૂર્ણપણે ઓગાળી જાય ત્યારે તેનું સેવન કરો, એ વાતનું પણ ધ્યાન રાખવું કે પાણી વધારે ગળ્યું ના બની જાય. જેના કારણે ગોળની માત્ર ઓછી રાખવી.

Image Source

સ્વાદ અનુસાર તમે તેની અંદર પુદીનાનો પણ ઉપયોગ કરી શકો છો. એક સંશોધન અનુસાર લીંબુ અને ગોળનું સેવન શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. વર્ષોથી તેનો ઉપયોગ વજન ઓછું કરવામાં માટે પણ થતો આવ્યો છે.

લીંબુ અને ગોળના પાણીના મિશ્રણનું સેવન રોજ સવારે કરવું ખુબ જ ફાયદાકારક બની રહેશે. એક રિપોર્ટ પ્રમાણે ગોળ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. ગોળની અંદર એન્ટિઓકિસડેન્ટ, ઝીંક અને સેલેનિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદગાર સાબિત થાય છે. એટલું જ નહિ ગોળના સેવનથી મેટાબોલિજ્મ પણ મજબૂત થાય છે. જો તમને પાચન સંબંધિત સમસ્યા રહેતી હોય તો જમ્યા બાદ ગોળનું સેવન કરવાનું રાખવું જોઈએ.  ઘણા વિશેષજ્ઞો પણ ખાંડની જગ્યાએ ગોળનું સેવન કરવાની સલાહ આપતા હોય છે.

Image Source

તો લીંબુની અંદર પણ વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. જે તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં ખુબ જ મદદ કરે છે. એક શોધ અનુસાર લીંબુની અંદર પોલિફોનિક એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે જે વજનને નિયંત્રણ કરવામાં સહાયતા કરે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.