હેલ્થ

વજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે આ ઉપાય, નથી થતી કોઈ સાઈડ ઇફેક્ટ

આજના સમયમાં વજન વધવાની સમસ્યા સૌથી મોટી સમસ્યા છે, દર દસ માણસોમાંથી 7 માણસોતો એવા હશે જ જે લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા હશે, અને તેમાં પણ આ લોકડાઉનના કારણે ઘરમાં જ રહેવું પડે છે અને આ સમય દરમિયાન હલન ચલણ પણ થતું નથી, તેમજ જિમ બંધ હોવાના કારણે લોકો જીમમાં પણ નથી જઈ શકતા માટે આ સમસ્યામાં વધારો થતો જોવા મળે છે.

Image Source

વજન ઘટાડવા માટે લોકો અલગ અલગ પ્રકારના નુસ્ખાઓ કરતા હોય છે, ઘણીવાર તેની સાઈડ ઇફેક્ટ પણ થતી હોય છે, પરંતુ આજે અમે તમારા માટે વજન ઘટનાળવાનો એક એવો નુસખો લઈને આવ્યા છે જેનાથી તમારું વજન પણ ઘટશે અને કોઈ આડઅસર પણ નહીં થાય.

અમે તમને એક આયુર્વેદિક ઉપાય બતાવવાના છીએ જેના દ્વારા તમે તમારા વજનને પણ ઘટાવી શકો છો, અને કોઈ આડ અસરથી પણ બચી શકો છો, અને ખાસ વાત એ છે કે આ વસ્તુ તમારા ઘરમાંથી જ મળી રહેશે.

વજન ઘટાડવામાં સૌથી ઉપયોગી વસ્તુ છે, ગોળ અને લીંબુ. તેનું સેવન કરવાથી શરીરનો ફેટ ઓછો થાય છે અને વજન પણ ઘટવા લાગે છે.

Image Source

વજનને ઘટાડવા માટે લીંબુ અને ગોળનું સેવન કરવું ફાયદાકારક છે. એક ગ્લાસ હલકા ગરમ પાણીમાં લીંબુનો રસ અને ગોળ ભેળવી દો. જયારે પાણીની અંદર ગોળ સંપૂર્ણ ઓગાળી જાય ત્યારે તેનું સેવન કરવું, એ વાતનું પણ ધ્યાન રાખવું કે પાણી વધારે ગળ્યું ના બની જાય. જેના કારણે ગોળની માત્ર ઓછી રાખવી.

સ્વાદ અનુસાર તમે તેની અંદર પુદીનાનો પણ ઉપયોગ કરી શકો છો. એક સંશોધન અનુસાર લીંબુ અને ગોળનું સેવન શરીર માટે ફાયદાકારક છે. વર્ષોથી તેનો ઉપયોગ વજન ઓછું કરવામાં માટે પણ થતો આવ્યો છે.

Image Source

લીંબુ અને ગોળના પાણીના મિશ્રણનું સેવન રોજ સવારે કરવું ફાયદાકારક રહે છે. એક રિપોર્ટ પ્રમાણે ગોળ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. ગોળની અંદર એન્ટિઓકિસડેન્ટ, ઝીંક અને સેલેનિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદગાર સાબિત થાય છે. એટલું જ નહિ ગોળના સેવનથી મેટાબોલિજ્મ પણ મજબૂત થાય છે. જો તમને પાચન સંબંધિત સમસ્યા રહેતી હોય તો જમ્યા બાદ ગોળનું સેવન કરવાનું રાખવું જોઈએ.  ઘણા વિશેષજ્ઞો પણ ખાંડની જગ્યાએ ગોળનું સેવન કરવાની સલાહ આપતા હોય છે.

Image Source

તો લીંબુની અંદર પણ વિટામિન ભરપૂત માત્રામાં હોય છે. જે તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં ખુબ જ મદદ કરે છે. એક શોધ અનુસાર લીંબુની અંદર પોલિફોનિક એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે જે વજનને નિયંત્રણ કરવામાં સહાયતા કરે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.