અમેરિકામાં વધુ એક ગુજરાતની હત્યા, મોટેલમાં ભાડા માટે માથાકૂટ થતા જ જગદીશ પટેલને ભયંકર મૃત્યુ આપ્યું

અમેરિકામાં (America) છેલ્લા ઘણા મહિનાઓથી અવારનવાર ગુજરાતીઓની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી રહી છે. હવે સમાચાર મળ્યા છે કે મૂળ સુરતના અને હાલ અમેરિકામાં સ્થાયી થયેલા 67 વર્ષના જગદીશ પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ પમાણે, 25મી જૂને શનિવારે નાઇટમાં તેઓ મોટેલની ઓફિસમાં બેઠા હતા. ત્યારે અચાનક જ મોટેલના રૂમમાં રહેતા એક શખ્સે ઓફિસમાં આવી જગદીશ પટેલ સાથે માથાકૂટ કરી બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. આ ગુજરાતીને તે સમયે એક ગોળી માથામાં અને બીજી પેટમાં વાગી હતી. મોટેલનો સ્ટાફ તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં 30મી જૂને જગદીશ પટેલનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આ મોટેલમાં આરોપી ડાર્નેલ બ્રાઉન છેલ્લા 2 દિવસથી સ્ટે કર્યું હતું. હત્યારો રૂમનું ભાડું ન આપતો હોવાથી ગુજરાતી સાથે માથાકૂટ થઈ હતી. જેમાં આરોપી બ્રાઉને જગદીશ પટેલને માથામાં અને પેટમાં ગોળી મારી દીધી હતી. તમને જણાવી દઈએ કે જગદીશ પટેલનો પરિવાર વર્ષ 2007થી USA માં સ્થાયી થયો હતો. તેમના પુત્ર અને વહુ બન્ને અમેરિકાના શિકાગોમાં ડોકટર છે. જગદીશ પટેલ સચિન પોપડાના વતની છે.

પોલીસે ફરાર આરોપીની શોધખોળ ચાલુ કરી દીધી છે અને આ મામલે 34 વર્ષીય ડાર્નેલ ડ્વેયન બ્રાઉનની ધરપકડ કરી હતી. જો કે, અગાઉ પણ કોપ દ્વારા ડાર્નેલ ઉપર હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જો કે, જગદીશભાઈનું નિધન થઈ જતાં ડાર્નેલ ઉપર હત્યાની કલમ પણ ઉમેરવામાં આવી છે.

YC