ગુજરાતમાં ઠેર ઠેર ઘણા મંદિરો આવેલા છે, ભક્તો પણ આ મંદિરોમાં દર્શન કરી અને પોતાની જાતને ધન્ય કરતા હોય છે અને મોટાભાગના મંદિરો પાછળ કોઈને કોઈ ઇતિહાસ રહેલો છે. આવો જ એક ઇતિહાસ અમદાવાદમાં આજે સુપ્રસિદ્ધ ગણાતા જગન્નાથ મંદિરનો પણ છે. દર વર્ષે ત્યાં યોજાતી રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાય છે અને હર્ષોલ્લાસ સાથે આ રથયાત્રા પણ નીકળે છે. માત્ર ગુજરાત માટે જ નહિ સમગ્ર દેશમાં આ રથયાત્રાનું એટલું જ મહત્વ રહેલું છે.

ચાલો આજે આપણે જાણીએ જગન્નાથના મંદિરના ઇતિહાસ વિશે.
પહેલાના સમયમાં સાધુ સંતો ધ્યાન માટે કોઈ એવી જગ્યા શોધતા હતા જ્યાં તેમને શાંતિ મળી શકે, અને કોલાહલથી દૂર રહીને ભગવાનમાં મન પરોવી શકાય એ માટે જ 460 વર્ષ પહેલા સાબરમતી નદીની પૂર્વમાં એક ગાઢ જંગલ હતું જ્યાં આજે જગન્નાથ મંદિર છે. ત્યાં એક સાધુ જેમનું નામ હનુમાનદાસજી મહારાજ હતું તેઓ અમદાવાદની મુલાકાતે આવ્યા અને આ સ્થાન તેમને ધ્યાન ધરવા માટે યોગ્ય લાગ્યું અને ત્યાં તેઓએ વસવાટ કર્યો. હનુમાનદાસજી પ્રખર રામભક્ત હતા તેમને આ મંદિરમાં તેમના દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરી. જની પૂજા આજે પણ મંદિરમાં કરવામાં આવે છે.

સંત શ્રી હનુમાન દાસજી જયારે એ જગ્યા ઉપર રોકાયા ત્યારે આસપાસમાં ઘણી જ ચમત્કારિક ઘટનાઓ પણ બનવા લાગી જેના કારણે તેમેને આ સ્થાન ખુબ જ દિવ્ય અને પવિત્ર લાગ્યું. અને તેથી જ તેમને એ સમયે એક સાધારણ મારુતિ મંદિર તરીકે આ સ્થાનને વિકાસ કરવાનું નક્કી કર્યું.

સંત શ્રી હનુમાન દાસજીના એક અનુયાયી સાધુ શ્રી સારંગદાસજી ભગવાન જગન્નાથના પ્રખર ભક્ત હતા, તેઓ જગન્નાથની યાત્રાએ જવા ઇચ્છતા હતા તેથી કેટલાક સ્થાનિકોના સહયોગથી તેઓ ભગવાન જગન્નાથની યાત્રા કરવા માટે પૂરી (ઓરિસ્સા)ના મંદિર ખાતે જવા માટે તૈયાર થયા. પૂરીના મંદિરમાં જયારે સાધુ શ્રી સારંગદાસજી રાત્રે સુઈ રહ્યા હતા ત્યારે તેમના સ્વપ્નમાં ભગવાન જગન્નાથે દર્શન આપ્યા અને તેમને સૂચના આપી કે તેઓ પાછા અમદાવાદ જઈને ત્યાં પવિત્ર સ્થાન ઉપર ભગવાન જગન્નાથ અને ભાઈ બલદેવ સાથે બહેન સુભદ્રાની મૂર્તિઓ સ્થાપિત કરે. સંત શ્રી સારંગદાસજીએ સ્વપ્નમાં આવેલા ભગવાનની આજ્ઞાનો સ્વીકાર કરીને તેમને મારુતિ મંદિરમાં જ જગન્નાથ ભગવાન સાથે મોટાભાઈ બળદેવ અને બહેન સુભદ્રાની સ્થાપના કરી અને ત્યારથી એ મંદિર જગન્નાથ મંદિર તરીકે ઓળખાવવા લાગ્યું.

જગન્નાથ મંદિરમાં એક ગૌશાળા પણ બનાવવામાં આવી હતી એની ત્યાં ગૌ સેવાનો પણ પ્રારંભ થયો. સંત શ્રી સારંગદાસજી બાદ તેમના ઉત્તરાધિકારી તરીકે સાધુ શ્રી બાલમુકુન્દ દાસજી ગાદીએ બિરાજ્યા તેમને પણ ગૌ સેવા અને ભગવાન જગન્નાથની પૂજા કરવાનો નિત્યકર્મ જાળવી રાખ્યો, તેમના બાદ આવેલા સાધુ શ્રી નરસિંહ દાસજી પણ મંદિરના ચોથા મહંત તરીકે જાણીતા થયા તેમના ઉદાર કાર્યો અને સેવાભાવનાથી ભક્તો પણ પ્રભવિત થયા અને વિવિધ ધાર્મિક પ્રવુત્તિઓ તેમજ મંદિરમાં જ ઉત્સવો શરૂ થવા લાગ્યા.

શ્રી નરસિંહ દાસજીએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો, ગૌ શાળાનો પણ સંપૂર્ણ વિકાસ કર્યો અને સેવા પ્રદાન કરવાનું શરૂ કર્યું. મંદિરમાં જ સદાવ્રત શરૂ કર્યું જેમાં જરૂરિયાત મંદોને કોઇપ્ણ પ્રકારના જાતિ જ્ઞાતિના ભેદભાવ વિના દિવસમાં બે વખત ભોજન આપવામાં આવતું હતું. 1957માં પ્રયાગના સિંહસ્થ કુંભ મેળામાં મહંત શ્રી નરસિંહદાસજીને સાધુ સમાજે “મહામંડલેશ્વર” પાડવી આપીને સન્માનિત પણ કર્યા.

મંદિરના પાંચમા મહંત તરીકે શ્રી સેવાદાસજી હતા, જેમને “ગૌસેવી સંત” અને :દીનબંધુ” તરીકે ઓળખવામાં આવતા હતા. આમ જ મંદિરમાં દર્શનાર્થીઓની સેવા અને ગૌ સેવાનો પરંપરા અવિરત ચાલુ રાખી અને મંદરીના વિકાસમાં પણ પોતાનો ફાળો આપતા રહ્યા.

અમદાવાદના વિકાસ સાથે મંદિરનું પણ વિકાસનું કામ શરૂ થયું. 1996-200ના સમયગાળા દરમિયાન ભગવાન જગન્નાથ મંદિરનું સંપૂર્ણ નવીનીકરણ કરવામાં આવ્યું. ભગાનની પ્રતિમાઓને સંપૂર્ણ જીર્ણોદ્ધાર સાથે સ્થાપિત કરવામાં આવી અને આ મંદિરે એક ભવ્ય આકાર પણ ધારણ કરી લીધો.

ભગવાન જગન્નાથના મંદિરમાં 1878થી રથયાત્રા શરૂ થઇ અને ગયા વર્ષે 142 રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ પણ થઇ ગઈ. છેલ્લા 142 વર્ષોથી આ મંદિરમાંથી ભગવાન જગન્નાથ સાથે ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે અને આ રથયાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે. આ રથયાત્રા માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે.

ભગવાન જગન્નાથનો આ ઇતિહાસ દરેક વ્યક્તિએ વાંચવા જેવો છે, તમે પણ આ માહિતી બીજા લોકો સુધી પહોંચાડો અને બોલો: “જય જગન્નાથ”
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.