ઓરિસ્સા રાજ્યના તટવર્તીય નગર પુરીમાં આવેલું ભારતનાં ચાર યાત્રાધામોમાંનું એક, ભગવાન જગન્નાથનું મંદિર દુનિયાભરમાં વિખ્યાત છે આ ચાર કારણોથી: મંદિરની પૌરાણિકતા, ભવ્ય કારીગરીની વિશિષ્ટતા, અષાઢી બીજના દિવસે નીકળતી ‘જગરનોટ’ રથયાત્રા અને અવિરત મંદિરના રસોડે બનતો લાખો લોકો માટેનો પ્રસાદ.

ભગવાન જગન્નાથ એટલે ‘શ્રીકૃષ્ણ’. અહીંનું મંદિર જેટલું ભવ્ય છે એટલી ભવ્યતા મંદિરના ગર્ભગૃહમાં આવેલી ત્રણ મૂર્તિઓની પણ છે. બેની સુભદ્રા, ભાઈ બલરામ અને ભગવાન શ્રીકૃષ્ણની આ મૂર્તિઓ કોઈને પણ દર્શનમાત્રથી ધન્ય બનાવી દે છે. અહીં વાત કરવી છે જગન્નાથ મંદિરના રસોડાની, રસોડામાં દેશી પધ્ધતિથી પાકતા પ્રસાદની અને એની પાછળના પ્રશંસનીય કારણની. જાણો આ રોચક વાત:

રોજના ૨૦,૦૦૦ માણસોનો પ્રસાદ તો પાક્કો જ! —
જગન્નાથ મંદિરની ખ્યાતિ જોતા અહીં રોજ હજારો-લાખોની માત્રામાં યાત્રાળુઓની ભીડ રહેવી સ્વાભાવિક છે. માટે મંદિરના રસોડામાં પણ લગભગ ૫૦૦ જેટલા રસોઈયાઓ સતત પ્રસાદ બનાવવામાં વ્યસ્ત હોય છે. ભારતભરના સૌથી વિશાળ રસોડાઓમાં જગન્નામંદિરનું નામ શિખર પણ ન આવે તો જ નવાઈ!
અહીં રોજના સરેરાશ ૨૦,૦૦૦ ભાવિકો માટેનો પ્રસાદ તો બને જ છે. તહેવારોની મોસમમાં આ આંકડો ૫૦,૦૦૦ કે લાખને પણ વટી જાય છે. ભગવાનને ધરાવાતા ૫૬ ભોગ ધર્મશાસ્ત્રોમાં આપેલી ‘પાકશાસ્ત્ર’ની વ્યાખ્યાઓનું પૂરું પાલન કરીને બનાવવામાં આવે છે.

શા માટે માત્ર માટીના જ વાસણો? —
જે વાત વાંચવા તમે અહીં આવ્યા છો: જગન્નાથ મંદિરનાં રસોડે બધો જ ખોરાક માટીના વાસણોમાં રાંધવામાં આવે છે. નાની કૂલડીઓથી માંડીને મોટા વાસણો સહિતનાં બધાં ઠામ માટીના જ બનેલાં હોય છે. ભગવાનને ધરાવાતો ભોગ પણ માટીના વાસણમાં જ તૈયાર થાય છે. કૂલડીઓ પર કૂલડીઓ એમ કુલ સાત કૂલડીમાં ખોરાક પકવવામાં આવે છે. એવી રીતના બધા ચૂલા પર થાય છે. વળી, આ માટે પણ ગેસ કે ઇલેક્ટ્રીસીટીનો ઉપયોગ નહી પણ લાકડાંનાં બળતણનો જ ઉપયોગ થાય છે!
મંદિરના મહંતને પૂછો તો કહેશે, કે આ વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. સદીઓથી માટીના જ વાસણોનો ઉપયોગ ભગવાન જગન્નાથના પ્રસાદ માટે કરવામાં આવે છે.

વૈજ્ઞાનિક કારણ પણ જાણી લો —
આજે એલ્યુમિનિયમનો પુષ્કળ ઉપયોગ કરતી આપણી આધુનિક જીવનશૈલીને એ જાણીને આંચકો લાગશે કે જ્યારે એલ્યુમિનિયમનાં વાસણમાં ખોરાક પાકીને તૈયાર થાય છે ત્યારે પૂર્વે ૧૦૦% ઉપલબ્ધ સૂક્ષ્મ પોષકતત્ત્વોમાંથી ૧૩% વધે છે! જ્યારે માટીના વાસણમાં રાંધેલા ખોરાકમાંથી એકેય સૂક્ષ્મ પોષકતત્ત્વ ક્યાંય આઘુંપાછું થતું નથી, એ બધેબધું ખોરાક પાક્યાં બાદ હેમખેમ મળે છે! હવે તમે જ વિચારો એલ્યુમિનિયમનાં વાસણોમાં ખોરાક પાક્યો કે બગડ્યો?
જગન્નાથ મંદિરની આ પરંપરા અહોભાવ જન્માવે એવી નથી? છે જ! અને આપણા બાપદાદાઓએ પણ માટીની તાવડીનો, દહીં-દૂધ માટે કૂલડીઓનો ભરપૂર ઉપયોગ કર્યો છે. એ જ પ્રતાપ છે કે આજે ૯૦ વર્ષે પણ એ ખડેધડે છે! એ અર્થમાં કુંભારો આપણે માટે કેટલાં હિતકારી હતા!

ભારતીય પરંપરા પૂર્ણપણે પ્રાકૃતિક છે. એમાં જ હિત જળવાયેલું છે. આપણા ઘરમાં પ્રેશર કૂકરમાં વાગતી સીટી ખરેખર તો વોર્નિંગ આપે છે કે આટલું બળી ગયું છે ને આટલું વધ્યું છે…!
Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks