આઇપીએલમાં છવાઈ ગયા આપણા ગુજરાતી બાપુ રવિન્દ્ર જાડેજા, બાપુના આ અંદાજથી કાયલ થઇ ગયા ચાહકો, જુઓ વીડિયો

આઇપીએલ રોમાન્ચ દર્શકોમાં છવાઈ ગયો છે. ત્યારે દરેક મેચ પણ ખુબ જ રોમાંચક બનતી જઈ રહી છે. ગઈકાલે ચેન્નાઇ સુપર કિંગ્સે દિલ્હીને હરાવ્યું. આ રોમાંચક મેચ દર્શકોને ખુબ જ પસંદ આવી. પરંતુ આ મેચની અંદર ગુજરાતી ક્રિકેટર અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો અંદાજ દર્શકોને ખાસ પસંદ આવે.

આ મેચની અંદર રવીબંદર જાડેજાએ 4 ઓવર નાખી 28 રન આપી અને 2 મહત્વપૂર્ણ વિકેટો પણ ઝડપી સાથે 4 શાનદાર કેચ પણ તેને ઝડપ્યા હતા. કેચ ઝડપ્યા બાદ રવિન્દ્ર જાડેજાએ જે એક્શન કરી હતી તેના ચાહકો હવે દીવાના બની રહ્યા છે.

રવિન્દ્ર જાડેજાએ જયદેવ ઉનડકટનો કેચ કરીને 4નું સિગ્નલ આપતા જણાવ્યું હતું કે તેણે ચાર કેચ કર્યા છે.  આ સાથે તેને કોલ ઉપર કોઈ સાથે વાત કરતો હોય તેવા પણ એક્સપ્રેશન આપ્યા હતા. હવે સોશિયલ મીડિયામાં તેનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે અને ચાહકોને પણ તેનો આ અંદાજ ખુબ જ પસંદ આવી રહ્યો છે.

દિલ્હી તરફથી રમી રહેલા જોસ બટલર ખુબ જ ઘાતક સાબિત થાય એમ હતું. તે ક્રિઝ ઉપર પણ સેટ થઇ ચુક્યો હતો. ત્યારે એવા સમયે જાડેજાએ એક શાનદાર બોલ નાખી અને બટલરને બોલ્ડ કરી આખી મેચનું પાસું જ પલ્ટી નાખ્યું હતું.

આજ ઓવરની અંદર જાડેજાએ બે વિકેટો ઝડપી હતી. તેને શિવમ દુબેને પણ એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. અધૂરી કસર જાડેજાના સાથી સ્પિનર મોઇન અલીએ પૂર્ણ કરી હતી. મોઇન અલીએ પણ ત્રણ વિકેટો પોતાના નામે કરી હતી.

દિલ્હી તરફથી રમી રહેલા અને દિલ્હીને છેલ્લી મેચ જીતાડનાર હીરો ક્રિસ મોરિસનો કેચ પણ રવિન્દ્ર જાડેજાએ પકડ્યો હતો. આ ઉપરાંત રિયાન પરાગ, જયદેવ ઉનડકટ અને મનન વ્હોરાના કેચ પણ જાડેજાએ પકડ્યા હતા. જુઓ જાડેજાના અનોખા અંદાજનો વીડિયો

Niraj Patel