મનોરંજન

સુશાંતની હિરોઈન જેકલીને બે ગામને લીધા દત્તક, 1500થી પણ વધારે લોકોને જમાડશે, વાંચો પુરી સ્ટોરી

દેશમાં ચાલી રહેલા કોરોનાના ખતરાના કારણે લોકોના કામ ધંધા અને રોજગાર બંધ પડી ગયા છે. આ સમયે ઘણા લોકો મદદ માટે આગળ પણ આવી રહ્યા છે. એવામાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ પણ મદદ માટે આગળ આવી છે અને મહારાષ્ટ્રના બે ગામ તેને દત્તક લીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

જેકલીને મહારાષ્ટ્રના બે ગામ પાથરડી અને શકુરને દત્તક લીધા છે. આ ગામની અંદર ત્રણ વર્ષ માટે 1500થી પણ વધારે લોકોની દેખરેખ રાખવામાં આવશે. જેકલીને પોતાના પાલઘર પ્રોજેક્ટ માટે તેમાં ભાગીદારી કરી છે. જેક્લીનનું માનવું છે કે તેનું લક્ષ કુપોષણને સંપૂર્ણ રીતે ખતમ કરવાનું છે. પરંતુ આ એવી પ્રક્રિયા છે જેમાં સમય લાગશે અને યોગ્ય કદમ અને ઉપાયોની સાથે આ એવું લક્ષ છે જે પ્રાપ્ત કરવા યોગ્ય છે અને જેક્લીનનું કહેવું છે કે તે તેના માટે દરેક સંભવ પ્રયાસ કરશે.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

જેકલીન આ બંને ગામના 1550 લોકોને જમવાનું આપશે અને આવતા ત્રણ વર્ષ માટે તેમને જરૂરિયાત પ્રમાણેના બધા જ પોષણ આપશે. સાથે જ મહિલાઓને પણ ર નિર્દેશિત કરવામાં આવશે કે જન્મ બાદ બાળકની દેખરેખ કેવી રીતે રાખવાની છે અને 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની કુપોષણ માટે એમયુએસી ટેપ અંતર્ગત તપાસ કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

એટલું જ નહિ સાથે જેકલીન એ ગામની અંદર કિચન ગાર્ડન પણ બનાવશે અને શ્રમિકોને પ્રશિક્ષણ અને નોકરી આપવામાં પણ મદદ કરશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.